રોકાણકારોને 68% સુધી નુકસાન કરાવનાર IPO ના આ મ્યુચ્યુઅલ ફંડે 30 લાખ શેર ખરીદ્યા, જાણો શું છે કંપનીનું તર્ક

|

Jan 07, 2023 | 8:01 AM

દિલ્હીવેરી અને પીબી ફિનટેક ઉપરાંત ડિજિટલ પેમેન્ટ ફર્મ પેટીએમ, ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપની ઝોમેટો લિમિટેડ અને નાયકાના શેરોને કારણે રોકાણકારોને નોંધપાત્ર નુકસાન થયું છે. Paytm ને સૌથી વધુ નુકસાન થયું. તેની માર્કેટ મૂડીમાં $12.7 બિલિયનનો ઘટાડો થયો છે.

રોકાણકારોને 68% સુધી નુકસાન કરાવનાર IPO ના આ મ્યુચ્યુઅલ ફંડે 30 લાખ શેર ખરીદ્યા, જાણો શું છે કંપનીનું તર્ક
Symbolic Image

Follow us on

છેલ્લા બે વર્ષમાં ઘણી ન્યૂ એજ ટેક કંપનીઓના IPO શેરબજારમાં પછાડ્યા હતા.  આ પૈકીના મોટા ભાગના IPO ફ્લોપ રહ્યા હતા અને રોકાણકારોના નાણાંનું ધોવાણ કર્યું હતું. ન્યૂ એજ ટેક કંપનીઓનું બજાર મૂલ્ય 20 બિલિયન ડોલરથી વધુ ઘટી ગયું છે. બીજી તરફ ટોચના મ્યુચ્યુઅલ ફંડોએ આ કંપનીઓના શેર પર મોટો દાવ લગાવ્યો છે.  ફ્રેન્કલિન ટેમ્પલટને પોલિસી માર્કેટ ઓપરેટર પીબી ફિનટેક અને દિલ્હીવેરી લિમિટેડના શેર ખરીદ્યા છે.ફ્રેન્કલિન ટેમ્પલટન દ્વારા સંચાલિત ફંડ્સે નવેમ્બરમાં આ બે કંપનીઓના લાખો શેરની ખરીદી કરી છે. પીબી ફિનટેક તેના ઉચ્ચ સ્તરેથી 68% નીચે છે.

ફ્રેન્કલીને શું કહ્યું?

“અમે નવી ટેક કંપનીઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ કારણ કે તેમના વેલ્યુએશન રીસેટ કરવામાં આવ્યા છે.” આનંદ રાધાક્રિષ્નન ફ્રેન્કલિન ટેમ્પલટનના ઇન્ડિયા યુનિટના ઇક્વિટી માટેના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસરે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું. વધુ મહત્ત્વની વાત એ છે કે તેમના બિઝનેસ મોડલ વિશે ડેટા ઉપલબ્ધ છે. 2021માં ભારતીય ઈન્ટરનેટ કંપનીઓની પ્રારંભિક જાહેર ઓફરોમાં તેજી આવી હતી જે મહામારીને કારણે ઈઝી-મની પોલિસી અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવાના સરકારી પ્રયાસોને આભારી છે. રાધાકૃષ્ણને જણાવ્યું હતું કે કેટલીક નવી ટેક કંપનીઓએ સંકેતો દર્શાવવાનું શરૂ કર્યું છે કે તેઓ સ્ટોકમાંથી નફો મેળવી શકે છે.

કેટલા શેર ખરીદ્યા ?

ફ્રેન્કલિન ટેમ્પલટન દ્વારા સંચાલિત ફંડ્સે નવેમ્બરમાં ઈ-કોમર્સ લોજિસ્ટિક્સ કંપની દિલ્હીવેરી લિમિટેડના ઓછામાં ઓછા 3.3 મિલિયન અને ઓનલાઈન ઈન્સ્યોરન્સ માર્કેટપ્લેસ પોલિસીબઝારના ઓપરેટર પીબી ફિનટેક લિમિટેડના 2 મિલિયન  શેર ખરીદ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ કંપનીઓમાં પૈસા ડૂબ્યા

દિલ્હીવેરી અને પીબી ફિનટેક ઉપરાંત ડિજિટલ પેમેન્ટ ફર્મ પેટીએમ, ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપની ઝોમેટો લિમિટેડ અને નાયકાના શેરોને કારણે રોકાણકારોને નોંધપાત્ર નુકસાન થયું છે. Paytm ને સૌથી વધુ નુકસાન થયું. તેની માર્કેટ મૂડીમાં $12.7 બિલિયનનો ઘટાડો થયો છે જ્યારે પીબી ફિનટેક તેના જીવનકાળના ઉચ્ચ સ્તરેથી 68% નીચે છે.

IPO પહેલા જ અનલિસ્ટેડ માર્કેટમાં Tata Technologies માં તેજી

શેરબજારમાં લિસ્ટિંગ વગર પણ ટાટા ટેક્નોલોજીસનો સ્ટોક જબરદસ્ત વધી રહ્યો છે. અનલિસ્ટેડ માર્કેટમાં છેલ્લા 3 અઠવાડિયામાં ટાટા ટેક્નોલોજીસના શેરમાં 30 ટકાનો ઉછાળો આવ્યો છે. તાજેતરમાં કંપનીએ દરેક શેરના બદલામાં એક બોનસ શેર આપવાની પણ જાહેરાત કરી છે જેના માટે 16 જાન્યુઆરી 2023 રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરવામાં આવી છે. કંપનીએ એક શેરને 5 શેરમાં વહેંચવાની પણ જાહેરાત કરી છે.

Next Article