5 વર્ષમાં 1400% રિટર્ન આપનાર આ મલ્ટિબેગર સ્ટોક 3 દિવસમાં અડધી કિંમતે પહોંચી ગયો, જાણો શું કહી રહ્યા છે નિષ્ણાંત

|

Jul 28, 2022 | 8:41 AM

નિષ્ણાતો કહે છે કે કંપનીના ઘણા મોટા ગ્રાહકો કંપની છોડીને બીજી કંપનીમાં ગયા છે. ગૂગલ અને એસબીઆઈ જેવા મોટા ગ્રાહકોએ કંપની છોડી દીધી છે. જેથી તેની અસર કંપની પર દેખાઈ રહી છે.

5 વર્ષમાં 1400% રિટર્ન આપનાર આ મલ્ટિબેગર સ્ટોક 3 દિવસમાં અડધી કિંમતે પહોંચી ગયો, જાણો શું કહી રહ્યા છે નિષ્ણાંત
Information technology companies suffered more losses

Follow us on

તાનલા પ્લેટફોર્મ્સ(Tanla Platforms )ભારતીય શેરબજાર(Share Market)માં મલ્ટિબેગર સ્ટોક છે. શેરે છેલ્લા પાંચ વર્ષમાં 1,4760% થી વધુનું મલ્ટિબેગર રિટર્ન આપ્યું છે. જોકે, છેલ્લા ત્રણ ટ્રેડિંગ સેશનમાં શેરમાં 40% થી વધુનો ઘટાડો થયો છે. બુધવારના કારોબારમાં તે લગભગ 20 ટકા ઘટીને 588ની આસપાસ કારોબાર કરી રહ્યો છે. આજે તે મોટા ઘટાડા સાથે ખુલ્યું હતું.કંપનીએ Q1FY23 પરિણામમાં ત્રિમાસિક અને વાર્ષિક ધોરણે નફામાં ઘટાડો નોંધાવ્યો છે. તાનલા પ્લેટફોર્મે માર્ચ ક્વાર્ટરમાં 140 કરોડની સરખામણીએ 30 જૂન, 2022 (Q1FY23) ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં100 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. આ ક્વાર્ટરની આવક અગાઉના ક્વાર્ટર (Q4FY22) કરતાં 6.2% ઓછી હતી. ડોમેસ્ટિક બ્રોકરેજ અને રિસર્ચ ફર્મ યસ સિક્યોરિટીઝે પરિણામ પર કહ્યું છે કે આ ત્રિમાસિક ગાળાના પરિણામો મિશ્ર પ્રદર્શન દર્શાવે છે.

નફોમાં ઘટાડો થયો

બ્રોકરેજે તેની નોંધમાં જણાવ્યું છે કે પ્રથમ ક્વાર્ટર નબળું રહ્યું છે અને તેનાથી આવકમાં વધુ ઘટાડો થશે. EBITA માર્જિન પણ નીચા દેખાઈ રહ્યા છે. કંપનીના ઘણા મામલે કિંમતનું દબાણ જોવા મળ્યું છે. કંપની ભારતમાં CPaaS સ્પેસમાં અગ્રેસર બની રહી છે જે ઉદ્યોગ કરતાં વધુ ઝડપથી વિકસી રહી છે. બ્રોકરેજ હાઉસે ધ્યાન દોર્યું હતું કે સમગ્ર ઉદ્યોગોમાં CPaaS આધારિત A2P મેસેજિંગને અપનાવવાથી એન્ટરપ્રાઇઝ અને પ્લેટફોર્મ બંને સેગમેન્ટ માટે વોલ્યુમ વૃદ્ધિ ચાલુ રહે છે.

Tanla Platforms Ltd (Last 5 Days Status)

મોટા ગ્રાહકો કંપનીથી દૂર થયા

નિષ્ણાતો કહે છે કે કંપનીના ઘણા મોટા ગ્રાહકો કંપની છોડીને બીજી કંપનીમાં ગયા છે. ગૂગલ અને એસબીઆઈ જેવા મોટા ગ્રાહકોએ કંપની છોડી દીધી છે. જેથી તેની અસર કંપની પર દેખાઈ રહી છે. તેથી હાલ થોડો સમય રાહ જોવી જોઈએ. જો કંપનીમાં ફરીથી અપટ્રેન્ડ આવે છે,તો તમે રોકાણ કરવા વિશે વિચારી શકો છો.

Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

Tanla Platforms Ltd (Last 5 Years Growth)

9 વર્ષમાં 45000 ટકા રિટર્ન આપ્યું

બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર 2 ઓગસ્ટ 2013ના રોજ તનલા પ્લેટફોર્મના શેર રૂ. 2.67ના સ્તરે હતા. મે 2022ની શરૂઆતમાં કંપનીના શેર BSE પર રૂ. 1,375ના સ્તરે પહોંચી ગયા હતા. કંપનીના શેરે 9 વર્ષથી ઓછા સમયમાં 45,000 ટકાથી વધુ વળતર આપ્યું છે. જો કોઈ વ્યક્તિએ 2 ઓગસ્ટ, 2013ના રોજ તન્લા પ્લેટફોર્મના શેરમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોય અને પોતાનું રોકાણ જાળવી રાખ્યું હોત તો હાલમાં આ નાણાં રૂ. 5.14 કરોડ થશે

Published On - 8:39 am, Thu, 28 July 22

Next Article