Gautam Adani ની કંપનીના આ 9 રૂપિયાના શેરે રોકાણકારોના 1 લાખને બનાવી દીધા 2 કરોડ, શું છે તમારા પોર્ટફોલિયોમાં?

|

Jun 14, 2022 | 1:00 PM

છેલ્લા 10 વર્ષમાં અદાણી એન્ટરપ્રાઇઝિસનો સ્ટોક રૂ. 222 થી વધીને રૂ. 2,082 થયો છે. આ સમયગાળામાં 850% નો વધારો થયો હતો.

Gautam Adani ની કંપનીના આ 9 રૂપિયાના શેરે રોકાણકારોના 1 લાખને બનાવી દીધા 2 કરોડ, શું છે તમારા પોર્ટફોલિયોમાં?
Gautam-Adani (File image)

Follow us on

પૈસા ફક્ત શેર ખરીદવા અને વેચવામાં નથી, પરંતુ રાહ જોવામાં છે. ‘Buy, Hold and Forget’ ની વ્યૂહરચના અનુસરીને વ્યક્તિ ભારે નફો કમાઈ શકે છે. અદાણી ગ્રૂપ(Adani Group)નો સ્ટોક અદાણી એન્ટરપ્રાઈઝીસ(Adani Enterprises) તેનું ઉત્તમ ઉદાહરણ છે. છેલ્લા 20 વર્ષમાં અદાણી એન્ટરપ્રાઈઝના શેરની કિંમત રૂ. 9.41 થી વધીને રૂ. 2,082 થઈ ગઈ છે. આ મલ્ટિબેગર સ્ટોકે(Multibagger Stock) છેલ્લા 20 વર્ષમાં તેના શેરધારકોને લગભગ 22,000 ટકા વળતર આપ્યું છે. એટલે કે તેણે 20 વર્ષમાં રોકાણકારોને 221 ગણું વળતર આપ્યું છે. આ મલ્ટિબેગર અદાણીનો સ્ટોક આ વર્ષે રૂ. 1,717થી વધીને 2,082ના સ્તરે પહોંચ્યો છે. વર્ષ 2022માં 21 ટકાનો વધારો નોંધાયો છે.

છેલ્લા એક વર્ષમાં અદાણી એન્ટરપ્રાઇઝના શેરનો ભાવ રૂ. 1,500થી વધીને રૂ. 2,082 થયો છે. આ સમયગાળા દરમિયાન લગભગ 40 ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી. એ જ રીતે છેલ્લા 5 વર્ષમાં આ મલ્ટિબેગર સ્ટોક આ સમયગાળા દરમિયાન લગભગ 1,500 ટકાના વધારા સાથે રૂ. 130 થી વધીને રૂ. 2,082ના સ્તરે પહોંચ્યો છે.

છેલ્લા 10 વર્ષમાં અદાણી એન્ટરપ્રાઇઝિસનો સ્ટોક રૂ. 222 થી વધીને રૂ. 2,082 થયો છે. આ સમયગાળામાં 850% નો વધારો થયો હતો. એ જ રીતે, છેલ્લા 20 વર્ષમાં, આ મલ્ટિબેગર અદાણીનો સ્ટોક રૂ. 9.41ના સ્તરથી વધીને રૂ. 2,082.10ના સ્તરે પહોંચ્યો છે. આ બે દાયકામાં તેમાં 22,000 ટકાનો વધારો થયો છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

1 લાખ રૂપિયાના 2 કરોડ થયા

જો કોઈ રોકાણકારે વર્ષ 2022ની શરૂઆતમાં આ મલ્ટીબેગર સ્ટોકમાં 1 લાખનું રોકાણ કર્યું હોય તો આજે તેના 1 લાખ રૂપિયા 1.21 લાખ થઈ ગયા હોત. જો કોઈ રોકાણકારે એક વર્ષ પહેલા આ મલ્ટીબેગર સ્ટોકમાં 1 લાખનું રોકાણ કર્યું હોય તો આજે તેના 1 લાખ રૂપિયા 1.40 લાખ થઈ ગયા હોત. જો કોઈ રોકાણકારે 5 વર્ષ પહેલા અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં 1 લાખનું રોકાણ કર્યું હોય તો આજે તેનું રોકાણ 16 લાખ રૂપિયા થઈ ગયું હશે.

એ જ રીતે જો કોઈ રોકાણકારે 10 વર્ષ પહેલાં આ મલ્ટીબેગર સ્ટોકમાં 1 લાખનું રોકાણ કર્યું હશે તો આજે તેનું રોકાણ રૂ. 9.50 લાખ થઈ ગયું છે.  જો કોઈ રોકાણકારે 20 વર્ષ પહેલાં અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં 1 લાખનું રોકાણ કર્યું હતું તો આજે તેના 1 લાખ રૂપિયા 2.21 કરોડ થઈ ગયા હોવાનું માનવામાં આવે છે.

અદાણી એન્ટરપ્રાઇઝિસના શેરનું વર્તમાન માર્કેટ કેપ રૂ. 2.45 લાખ કરોડ છે. શેરની 52-સપ્તાહની ઊંચી સપાટી રૂ. 2,420 છે જ્યારે 52 સપ્તાહની નીચી રૂ. 1,201.10 છે.

AMG મીડિયા નેટવર્ક્સ લિમિટેડ અદાણી એન્ટરપ્રાઇઝિસની સંપૂર્ણ માલિકીની પેટાકંપની ક્વિન્ટિલિયન બિઝનેસ મીડિયા લિમિટેડમાં 49 ટકા હિસ્સો ખરીદવાની જાહેરાત કરી છે. 1 માર્ચ, 2022ના રોજ અદાણી એન્ટરપ્રાઇઝે ક્વિન્ટિલિયન બિઝનેસ મીડિયા લિમિટેડમાં લઘુમતી હિસ્સો ખરીદવાની જાહેરાત કરી.

Published On - 1:00 pm, Tue, 14 June 22

Next Article