શેરબજારમાં ભારે ઉતાર-ચઢાવના કારણે આ કંપનીઓ IPO લાવવામાં અનુભવી રહી છે જોખમ, અત્યારસુધીમાં 27 કંપનીઓએ IPO ટાળ્યો

|

Jan 17, 2023 | 7:57 AM

16 ફેબ્રુઆરી 2022ના રોજ સેબી દ્વારા વેલનેસ ફોરએવરના IPOને મંજૂરી આપવામાં આવી હતી. કંપનીની યોજના રૂ. 1500 કરોડ એકત્ર કરવાની હતી પરંતુ જો કંપની ફેબ્રુઆરી 2023 સુધી IPO નહીં લાવે તો ડ્રાફ્ટ પેપર ફરીથી ફાઇલ કરવું પડશે. કેપિટલ સ્મોલ ફાઇનાન્સ બેન્કનો IPO 8 ફેબ્રુઆરી 2022 ના રોજ SEBI દ્વારા મંજૂર કરવામાં આવ્યો હતો.

શેરબજારમાં ભારે ઉતાર-ચઢાવના કારણે આ કંપનીઓ IPO  લાવવામાં અનુભવી રહી છે જોખમ, અત્યારસુધીમાં 27 કંપનીઓએ IPO ટાળ્યો
IPO

Follow us on

વર્ષ 2023માં શેરબજારમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં કંપનીઓ હવે IPO લાવવાથી દૂર રહી રહી છે. કંપનીઓને ડર હતો કે તેમનો IPO રોકાણકારો દ્વારા નકારી કાઢવામાં આવશે અને  IPOને પ્રતિસાદ નહીં મળે. આ જ કારણ છે કે શેરબજાર રેગ્યુલેટર સેબી તરફથી મંજૂરી મળી હોવા છતાં કંપનીઓ IPO લાવવાના નિર્ણય પણ ઠંડુ પાણી ફેરવી દીધું છે. છેલ્લા છ મહિનામાં સેબી પાસેથી મંજૂરી મળ્યા પછી પણ બજારના નબળા મૂડને કારણે 27 કંપનીઓ આઇપીઓ સાથે આવી ન હતી. આ કંપનીઓને સેબી તરફથી મળેલી મંજૂરી લેપ્સ થઈ ગઈ હતી. આવતા મહિને પણ 5 કંપનીઓ માટે IPO લાવવાની સમય મર્યાદા પૂરી થશે. તમને જણાવી દઈએ કે સેબી તરફથી મંજૂરી મળ્યાના એક વર્ષની અંદર કંપનીએ આઈપીઓ લોન્ચ કરવાનો છે. જો કંપનીઓ આ સમયગાળામાં IPO નહીં લાવે તો તેણે ફરીથી રેગ્યુલેટર પાસે ડ્રાફ્ટ પેપર ફાઇલ કરવું પડશે.

આ IPOની સમયમર્યાદા ફેબ્રુઆરીમાં પૂરી થવાની છે.

જે કંપનીઓ માટે IPOની સમયમર્યાદા ફેબ્રુઆરીમાં પૂરી થવાની છે તેમાં API હોલ્ડિંગ્સ અગ્રણી છે. કંપનીને 17 ફેબ્રુઆરી 2022ના રોજ આઈપીઓ લાવવા માટે સેબી પાસેથી મંજૂરી મળી હતી. API હોલ્ડિંગ્સની IPO દ્વારા બજારમાંથી રૂ. 6250 કરોડ એકત્ર કરવાની યોજના હતી. CMR ગ્રીન ટેકના IPO ને SEBI દ્વારા 16 ફેબ્રુઆરી 2022 થી મંજૂરી આપવામાં આવી હતી. કંપનીની યોજના બજારમાંથી 2000 કરોડ રૂપિયા એકત્ર કરવાની હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

16 ફેબ્રુઆરી 2022ના રોજ સેબી દ્વારા વેલનેસ ફોરએવરના IPOને મંજૂરી આપવામાં આવી હતી. કંપનીની યોજના રૂ. 1500 કરોડ એકત્ર કરવાની હતી પરંતુ જો કંપની ફેબ્રુઆરી 2023 સુધી IPO નહીં લાવે તો ડ્રાફ્ટ પેપર ફરીથી ફાઇલ કરવું પડશે. કેપિટલ સ્મોલ ફાઇનાન્સ બેન્કનો IPO 8 ફેબ્રુઆરી 2022 ના રોજ SEBI દ્વારા મંજૂર કરવામાં આવ્યો હતો. કંપની IPO દ્વારા રૂ. 1000 કરોડ એકત્ર કરવાની પ્રક્રિયામાં હતી પરંતુ આઈપીઓ લાવવાની અંતિમ તારીખ પણ આવતા મહિને પુરી થઈ રહી છે. જેસન ઇન્ડસ્ટ્રીઝ IPO દ્વારા રૂ. 900 કરોડ એકત્ર કરવાની તૈયારી કરી રહી હતી અને કંપનીને 8 ફેબ્રુઆરી 2022ના રોજ IPO લાવવા માટે સેબી પાસેથી મંજૂરી મળી હતી. હવે આ માટે IPO લાવવાની અંતિમ તારીખ ફેબ્રુઆરીમાં પૂરી થશે.

Next Article