રાતોરાત રૂપિયા 44 અબજને પાર પહોંચ્યું આ કંપનીનું મૂલ્ય, કારોબારમાં 53%નો ઉછાળો નોંધાવનાર શેર છે તમારા પોર્ટફોલિયોમાં?

|

Dec 23, 2021 | 8:11 AM

IPO માટે કિંમત રૂ. 1,000 થી રૂ. 1,033 પ્રતિ શેર નક્કી કરવામાં આવી હતી શેર 1500 નજીક ટ્રેડ કરી રહ્યો છે.

રાતોરાત રૂપિયા 44 અબજને પાર પહોંચ્યું આ કંપનીનું મૂલ્ય, કારોબારમાં 53%નો ઉછાળો નોંધાવનાર શેર છે તમારા પોર્ટફોલિયોમાં?
MapmyIndia IPO

Follow us on

Mapmyindiaના IPOએ બજારમાં જબરદસ્ત શરૂઆત કરી છે. આ સ્ટાર્ટઅપ કંપનીનો સ્ટોક 53 ટકા વધીને રૂ 1,581 સુધી ઉછળ્યો હતો. આ કંપની રાકેશ વર્મા અને તેમની પત્ની રશ્મિ વર્મા ચલાવે છે. IPO થી MapmyIndiaની સંપત્તિ રૂ 44 અબજને વટાવી ગઈ છે. Mapmyindia ડિજિટલ નકશા અને સંકળાયેલ ડેટા વેચે છે.

ડિજિટલ મેપિંગ કંપની MapmyIndia ની મૂળ કંપનીનું નામ CE Info Systems Ltd છે. છે. BSE પર ઉપલબ્ધ ડેટા અનુસાર કંપની દ્વારા વેચાણ માટે મૂકવામાં આવેલા 70,44,762 શેરની સામે 4,33,94,624 શેર માટે બિડ મળી હતી. કંપનીએ તાજેતરમાં એન્કર રોકાણકારો પાસેથી રૂ. 312 કરોડ એકત્ર કર્યા હતા. IPO માટે કિંમત રૂ. 1,000 થી રૂ. 1,033 પ્રતિ શેર નક્કી કરવામાં આવી હતી શેર 1500 નજીક ટ્રેડ કરી રહ્યો છે.

MapmyIndia ની મૂળ કંપની CE Info Systems Ltd ના શેરની સ્થિતિ

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

Last Closing   1,491.00     +97.35 (6.99%)
52-wk high     1,590.00
52-wk low      1,282.60
Issue Price      1,033

 

શેરની જબરદસ્ત માંગ 
MapmyIndiaના શેર મંગળવારે 53%ના પ્રીમિયમ સાથે લિસ્ટ થયા હતા. તેની ઇશ્યૂ કિંમત રૂ. 1,033 સામે તે BSE પર 53.04 ટકાના વધારા સાથે રૂ. 1,581 પર ખુલ્યો હતો. બાદમાં 53.61 ટકાનો વધારો જોવા મળ્યો હતો અને શેરનો ભાવ રૂ. 1,586 પર પહોંચ્યો હતો. એપલ અને એમેઝોન જેવી આંતરરાષ્ટ્રીય કંપનીઓ MapmyIndia પાસેથી સોફ્ટવેર ખરીદે છે.

IPO જારી થયા બાદ આ કંપનીની 54 ટકા માલિકી રાકેશ વર્મા અને રશ્મિ વર્મા પાસે છે. બ્લૂમબર્ગને આપેલા ઈન્ટરવ્યુમાં રાકેશ વર્માએ પોતાના બિઝનેસ વિશે જણાવ્યું કે જ્યારે તેમણે કામ શરૂ કર્યું ત્યારે લોકો મેપિંગ ડેટાને સમજી શક્યા ન હતા. આજે સ્થિતિ એવી છે કે આજે કોઈ પણ વેપાર, ઉદ્યોગ, સરકારી કંપનીઓ કે મંત્રાલયો ડેટા મેપિંગ વગર ચાલતા નથી.

રાકેશ વર્મા-રશ્મિ વર્માએ કંપની શરૂ કરી હતી
રાકેશ વર્મા અને રશ્મિ વર્માએ 90ના દાયકામાં MapmyIndia કંપની શરૂ કરી હતી. તે સમયે ભારતમાં ઈન્ટરનેટ જેવી કોઈ સુવિધા નહોતી. વર્મા દંપતીએ અમેરિકાથી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. બંનેને પોતાના બિઝનેસ આઈડિયામાં ખૂબ વિશ્વાસ હતો. બંનેએ મોટી કંપનીઓમાં નોકરી પણ કરી હતી. રાકેશ વર્મા જનરલ મોટર્સમાં ઓફિસર હતા ત્યારે રશ્મિ વર્માએ પણ કોમ્પ્યુટર ડેટાબેઝ પર ઘણું કામ કર્યું હતું. બંને એક મોટું સ્વપ્ન લઈને ભારત પાછા ફર્યા અને MapmyIndiaની સ્થાપના કરી.

ભૂતકાળમાં ઘણી મોટી કંપનીઓ MapIndia સાથે જોડાઈ છે. Motorola, Ericsson, AB અને Qualcommની જેમ આ લિસ્ટમાં પણ સામેલ છે. આજે ડેટા મેપિંગ કંપનીનું કામ વધી ગયું છે અને એપલ અને એમેઝોન જેવી કંપનીઓ પણ ક્લાયન્ટ છે. આજે સ્થિતિ એ છે કે ભારતમાં GPS નેવિગેશન દ્વારા કરવામાં આવતા 95 ટકા બિઝનેસ પર MapmyIndiaનું વર્ચસ્વ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતના શેરબજારમાં સફળતા પછી MapMyIndia વિદેશમાં પણ તેની સેવાઓ પ્રદાન કરશે.

આ પણ વાંચો :  Budget 2022: નાણાં પ્રધાન સાથે પ્રિ-બજેટ ચર્ચામાં ઉદ્યોગ જગતે ક્યાં સૂચનો કર્યા? જાણો અહેવાલમાં

 

આ પણ વાંચો : Atal Pension Yojana: એક કપ ચાની કિંમતથી પણ ઓછી કિંમતના રોકાણ પર મેળવો 6000નું પેન્શન, પાછલી જીંદગીની ચિંતા કરો દુર

Published On - 7:57 am, Thu, 23 December 21

Next Article