Stock Update : શુક્રવારે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 900 પોઈન્ટ વધીને 59,808.97 પર અને નિફ્ટી 272 પોઈન્ટ વધીને 17,594.35 પર બંધ રહ્યો હતો. બજારની આ તેજીમાં રોકાણકારોને લગભગ 3.30 લાખ કરોડ રૂપિયાનો ફાયદો થયો છે. BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ વધીને રૂ. 263.30 લાખ કરોડ થઈ ગઈ છે.બજારના તેજીના મોટા અપડેટ વચ્ચે બે 10 રૂપિયા કરતા ઓછા મૂલ્યના શેરની કિંમત ધરાવતી કંપનીઓના અગત્યના અપડેટ સામે આવ્યા હતા. આ શેર અનિલ અંબાણી અને અભિનેતા અરશદ વારસી સાથે સંકળાયેલા છે.
દેવામાં ડૂબેલા ઉદ્યોગપતિ અનિલ અંબાણીની રિલાયન્સ પાવરના શેરમાં શુક્રવારે બમ્પર ઉછાળો જોવા મળ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન શેરની કિંમત 10% સુધી વધી હતી. ટ્રેડિંગના અંતે શેર 9.50% વધ્યો અને રૂપિયા 10.72 પર રહ્યો હતો. માર્કેટ કેપની વાત કરીએ તો તે 4,004.14 કરોડ રૂપિયા છે. સપ્ટેમ્બર 2022માં શેર રૂપિયા 24.95ની 52 સપ્તાહની ટોચે પહોંચ્યો હતો. તે જ સમયે 2 ફેબ્રુઆરીએ તે રૂ. 9.72ની 52 સપ્તાહની નીચી સપાટીએ સરક્યો હતો. અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવરના વળતર વિશે વાત કરીએ તો તેણે ત્રણ વર્ષના સમયગાળામાં BSE પર 561.73% નું મજબૂત વળતર આપ્યું છે. જ્યારે બે વર્ષમાં આ વળતર 149.88% હતું. જોકે છેલ્લા એક વર્ષથી રિટર્ન નેગેટિવ છે.
Reliance Power Ltd | |
Last Closing | 10.75 +0.95 (9.69%) |
Open | 9.85 |
High | 10.75 |
Low | 9.75 |
Mkt cap | 4.01TCr |
52-wk high | 25 |
52-wk low | 9.7 |
હાલ રિલાયન્સ પાવર ખોટમાં છે. અનિલ અંબાણીના પાવર સેક્ટરની આ કંપની મોટી ખોટમાં છે. તાજેતરમાં કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા. પરિણામે કંપનીની ચોખ્ખી ખોટ વધીને રૂપિયા 291.54 કરોડ થઈ છે. એક વર્ષ અગાઉ સમાન સમયગાળામાં કંપનીની ખોટ રૂપિયા 97.22 કરોડ હતી. કંપનીનો કુલ ખર્ચ વધીને રૂપિયા 2,126.33 કરોડ થયો છે જે અગાઉના વર્ષના સમાન ગાળામાં રૂપિયા 1,900.05 કરોડ હતો.
સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે બજારમાં લિસ્ટેડ સાધના બ્રોડકાસ્ટ લિમિટેડના શેર ખરાબ રીતે તૂટી પડ્યા હતા. શરૂઆતના ટ્રેડિંગમાં જ શેરના ભાવ 5% ઘટ્યા હતા. શેરબજારનું નિયમન કરતી સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ બોલિવૂડ એક્ટર અરશદ વારસી સહિત ઘણા લોકોને સાધના બ્રોડકાસ્ટના શેરમાં હેરાફેરી કરવા માટે દોષી ઠેરવ્યા છે. આ કારણે અરશદ વારસી, તેની પત્ની મારિયા ગોરેટી અને સાધના બ્રોડકાસ્ટના પ્રમોટર્સ સહિત 31 કંપનીઓને સિક્યોરિટી માર્કેટમાંથી પ્રતિબંધિત કરવામાં આવ્યા છે.
Sadhna Broadcast Ltd | |
Last Closing | 5.26 −0.24 (4.36%) |
Open | 5.32 |
High | 5.69 |
Low | 5.23 |
Mkt cap | 52.74Cr |
52-wk high | 34.8 |
52-wk low | 1.77 |