Stock Market Holiday : આજે શેરબજારમાં કારોબાર થશે નહિ, જાણો કારણ

સ્ટોક માર્કેટ હોલિડેઝ 2022 ની યાદી મુજબ, BSE પર સૂચિત દલાલ સ્ટ્રીટ પર સ્ટોક હોલિડેની કુલ સંખ્યા 16 છે અને ગુરુ નાનક જયંતિ એ સ્ટોક માર્કેટની રજા છે. જો કે,BSE અને NSE પર ટ્રેડિંગ તેમના સામાન્ય સમય મુજબ બુધવારે ફરી શરૂ થશે.

Stock Market Holiday : આજે શેરબજારમાં કારોબાર થશે નહિ, જાણો કારણ
Bomay Stock Exchange - BSE
| Edited By: | Updated on: Nov 08, 2022 | 7:01 AM

આજે 8 નવેમ્બર 2022ના રોજ ગુરુ નાનક જયંતિના તહેવારને કારણે મંગળવારે દલાલ સ્ટ્રીટમાં કોઈ એક્શન જોવા મળશે નહીં. આજે મંગળવાર તારીખ 8 નવેમ્બર 2022 ના રોજ સમગ્ર સત્ર માટે બોમ્બે સ્ટોક એક્સચેન્જ – બીએસઈ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ – એનએસઈ પર ટ્રેડિંગ સ્થગિત રહેશે. સ્ટોક માર્કેટ હોલિડેઝ 2022 ની યાદી બીએસ ની સત્તાવાર વેબસાઇટ  bseindia.com પર ઉપલબ્ધ છે . આજે ઇક્વિટી સેગમેન્ટ, ઇક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટ અને એસએલબી સેગમેન્ટમાં કોઈ ટ્રેડિંગ થશે નહીં.  સ્ટોક માર્કેટ હોલિડેઝની યાદી મુજબ નવેમ્બર 2022માં કરન્સી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટ અને ઈન્ટરેસ્ટ રેટ ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં ટ્રેડિંગ પણ આજરોજ સ્થગિત રહેશે. કોમોડિટી સેગમેન્ટમાં ટ્રેડિંગ સવારના સત્રમાં સવારે 9:00 થી સાંજના 5:00 વાગ્યા સુધી સ્થગિત રહેશે પરંતુ સાંજના સત્રમાં સાંજે 5:00 વાગ્યા સુધી ખુલ્લું રહેશે.

વર્ષ 2022 માં શેરબજારની રજાઓ

દલાલ સ્ટ્રીટ ખાતે ગુરુ નાનક જયંતિનો વર્ષની રજાનો છેલ્લો દિવસ હશે. ગયા મહિને ઑક્ટોબરમાં BSE અને NSE પર ટ્રેડિંગ ત્રણ અવસર પર બંધ હતું. દશેરા, દિવાળી અને દિવાળી બલિપ્રતિપદાના પર્વએ બજાર બંધ રહ્યા હતા. શેરબજાર 5 ઓક્ટોબર 2022ના રોજ દશેરાના તહેવાર માટે બંધ હતું જ્યારે દિવાળીના તહેવારને કારણે 24 ઓક્ટોબર 2022ના રોજ કોઈ નિયમિત સત્ર હતું નહીં. જો કે, 24 ઓક્ટોબર 2022ના રોજ સાંજે 6:15 થી 7:15 સુધી એક કલાક માટે ખાસ મુહૂર્ત ટ્રેડિંગ સત્ર હતું. 26 ઓક્ટોબર 2022ના રોજ શેરબજાર બંધ હતું અને 26 ઓક્ટોબર 2022ના રોજ દિવાળી બલિપ્રતિપદાની રજા હતી.

સ્ટોક માર્કેટ હોલિડેઝ 2022 ની યાદી મુજબ, BSE પર સૂચિત દલાલ સ્ટ્રીટ પર સ્ટોક હોલિડેની કુલ સંખ્યા 16 છે અને ગુરુ નાનક જયંતિ એ સ્ટોક માર્કેટની રજા છે. જો કે,BSE અને NSE પર ટ્રેડિંગ તેમના સામાન્ય સમય મુજબ બુધવારે ફરી શરૂ થશે.

છેલ્લા સત્રમાં ઉછાળો નોંધાયો હતો

સોમવાર, 7 નવેમ્બરે ભારતીય શેરબજારો લીલા નિશાનમાં બંધ થયા હતા. BSE સેન્સેક્સ 234.79 પોઈન્ટના વધારા સાથે 61,185.15 પર બંધ રહ્યો હતો. નિફ્ટી50 પણ 85.60 પોઈન્ટના ઉછાળા સાથે 18,202.80 પર બંધ રહ્યો હતો.  બેંક નિફ્ટી 428.25 પોઈન્ટ ઉછળીને 41,686.70 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ આજે જોરદાર સ્થિતિમાં ખુલ્યો હતો. એકવાર તે આજની ઊંચી સપાટીથી 400 પોઈન્ટ તૂટ્યું હતું પરંતુ બજાર બંધ થતાં સુધીમાં તે રિકવર થયું અને તેજી  સાથે બંધ થયું હતું.