
ઓક્ટોબર મહિનો તહેવારોના મહિના તરીકે ઓળખાય છે. ચાલુવર્ષે આ સમયમાં 3 મોટા તહેવાર આવ્યા છે ત્યારે શેરબજાર(Share Market)માં ટ્રેડિંગ બંધ રહેશે. પહેલી રજા 5 ઓક્ટોબરે દશેરા નિમિત્તે હતી. આ પછી 24 ઓક્ટોબરે દિવાળી અને 26 ઓક્ટોબરે દિવાળી પ્રતિપદાના દિવસે શેરબજાર બંધ રહેશે. જો કે, દિવાળી પર મુહૂર્ત ટ્રેડિંગ(Muhurat Trading) માટે બજાર ખુલશે. કરન્સી ડેરિવેટિવ્ઝ અને ઈન્ટરેસ્ટ ડેરિવેટિવ્ઝ સેગમેન્ટ પણ આ દિવસ માટે માર્કેટમાં બંધ રહેશે. બીએસઈની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી મુજબ ઈક્વિટી સેગમેન્ટ, ઈક્વિટી ડેરિવેટિવ સેગમેન્ટ અને એસએલબી સેગમેન્ટમાં કોઈ કામ થશે નહીં.
26 તારીખે સાંજે 5 વાગ્યા પછી મલ્ટી કોમોડિટીમાં ટ્રેડિંગ શરૂ થશે પરંતુ 24મી એટલે કે દિવાળીના દિવસે આખો દિવસ વેપાર-ધંધા બંધ રહેશે. નેશનલ કોમોડિટી એન્ડ ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ લિમિટેડ (NCDEX) પર 26 ઓક્ટોબરના રોજ ટ્રેડિંગ સંપૂર્ણપણે બંધ રહેશે. જ્યારે દિવાળીના દિવસે એટલે કે 24 ઓક્ટોબરે સેકન્ડ શિફ્ટમાં ટ્રેડિંગ થશે.
આ મહિને 3 રજાઓ બાદ હવે બજારમાં માત્ર એક દિવસની રજા રહેશે. ગુરુ નાનક જયંતિ નિમિત્તે આવતા મહિને 8 નવેમ્બરે બજારો બંધ રહેશે. નોંધનીય છે કે આ રજાઓ દર સપ્તાહની સાપ્તાહિક રજાઓ ઉપરાંત છે. સાપ્તાહિક રજા સિવાય આ વર્ષે બજાર કુલ 9 પ્રસંગોએ બંધ રહ્યું હતું. શેરબજારમાં 2022 માં કુલ 13 રજાઓ હતી.
દિવાળી પર્વે એક કલાકમાં રોકાણકારો તેમનું નાનું રોકાણ કરીને બજારની પરંપરાને આગળ ધપાવે છે.જો તમે પૈસા કમાવવા અથવા રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તમે આ દિવસે રોકાણ કરી શકો છો. આ દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે.
દિવાળી પહેલા સ્થાનિક શેરબજારમાં તેજ જળવાઈ રહે છે.શુક્રવારના રોજ સતત છઠ્ઠા ટ્રેડિંગ સેશનમાં સ્થાનિક શેરબજારોમાં તેજી જળવાઈ રહી હતી અને BSE સેન્સેક્સ 104.25 પોઈન્ટ વધીને બંધ રહ્યો હતો. ટ્રેડિંગમાં વોલેટિલિટી વચ્ચે એક્સિસ બેન્ક અને ICICIના શેરમાં ખરીદીને પગલે સ્થાનિક બજારમાં તેજી જોવા મળી હતી.ગુરુવારે અનેક સત્રો બાદ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)ની ખરીદીએ પણ બજારને ટેકો આપ્યો હતો. ખાનગી બેંકોમાં ખરીદીની સાથે સરકારી બેંકોમાં પણ PSU બેંક ઈન્ડેક્સમાં ખરીદી થઈ રહી છે, આજે સેક્ટર ઈન્ડેક્સમાં સૌથી વધુ ઉછાળો રહ્યો હતો.