Share Market : ભારતીય શેરબજારમાં જબરદસ્ત તેજીનો પવન ફુંકાયો, Sensex 1000 પોઇન્ટ ઉછળ્યો તો Nifty 16900 ને પાર પહોંચ્યો

|

Jul 28, 2022 | 2:38 PM

આજના કારોબારની શરૂઆતમાં નિફ્ટી 16774ના સ્તરે ખૂલ્યો હતો જે 16642ના પાછલા બંધ સ્તરની સામે 132 અંક વધીને શરુ થયો છે. સેન્સેક્સ 55816 ની બંધ સપાટી સામે 56267 ના સ્તર પર ખુલ્યો હતો.

Share Market : ભારતીય શેરબજારમાં જબરદસ્ત તેજીનો પવન ફુંકાયો,  Sensex 1000 પોઇન્ટ ઉછળ્યો તો Nifty 16900 ને પાર પહોંચ્યો
The stock market trading in strong position

Follow us on

વિદેશી બજારોના સકારાત્મક સંકેતો બાદ આજે ફરી એકવાર સ્થાનિક શેરબજાર(Share Market)માં ખરીદી જોવા મળી રહી છે. સેન્સેક્સએ આજે જબરદસ્ત મજબૂતી સાથે બપોરે 2.20 વાગે 1000અંકનો ઉછાળો દર્જ કર્યો હતો આ સમયે નિફટીમાં પણ 273 અંકની વૃદ્ધિ નોંધાઈ હતી. આજના કારોબારમાં નિફ્ટી જોરદાર ઉછાળા સાથે 16750 ની ઉપર ખુલ્યો છે. ફેડરલ રિઝર્વ દ્વારા અપેક્ષા મુજબના નિર્ણય અને આગળ સકારાત્મક સંકેતોને કારણે યુએસ માર્કેટમાં તેજી જોવા મળી છે જેની અસર સ્થાનિક બજારો પર જોવા મળી છે. આઈટી અને ફાઈનાન્શિયલ સર્વિસીસ શેરો શરૂઆતના વેપારમાં ટ્રેન્ડ કરી રહ્યા છે.

SENSEX NIFTY 
Open 56,267.55 Open 16,774.85
High 56,879.32 High 16,930.55
Low 56,236.45 Low 16,746.25
Prev close 55,816.32 Prev close 16,641.80
52-wk high 62,245.43 52-wk high 18,604.45
52-wk low 50,921.22 52-wk low 15,183.40

વૈશ્વિક બજારના સારા સંકેતો સાથે સ્થાનિક શેરબજારે આજે ગુરુવારે મજબૂત શરૂઆત કરી હતી. આજના કારોબારમાં બેન્કિંગ, આઈટી, મેટલ શેરોમાં ખરીદારી જોવા મળી રહી છે. બજારમાં ચારે તરફ ખરીદીને કારણે સેન્સેક્સમાં મોટો ઉછાળો નોંધાયો હતો. યુએસ ફેડરલ રિઝર્વે વ્યાજ દરમાં 75 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. ફેડરલ રિઝર્વે સતત બીજી વખત વ્યાજદરમાં વધારો કર્યો છે. ફેડના ચેરમેન જેરોન પોવેલે આર્થિક મંદીને નકારી કાઢી છે. ફેડરલ રિઝર્વના નિર્ણય બાદ અમેરિકી બજારોમાં જોરદાર તેજી જોવા મળી હતી.

આ શેર્સ 15 %થી વધુ ઉછળ્યા (બપોરે 2.37 વાગે )

Company Prev Close (Rs) Current Price (Rs) % Change
Fluidomat 139.85 167.8 19.99
Premco Global Li 344.65 413.55 19.99
Ecoplast L 72.45 86.9 19.94
Ambica Agarbathi 22.9 27.45 19.87
Beardsell Ltd. 16.7 20 19.76
Danlaw Technologies 169.05 198.85 17.63
Prozone Intu Propert 21.5 25.15 16.98
Chennai Meenakshi Mu 20.75 24.2 16.63
Novartis 651.45 754.4 15.8
HOV Services Ltd. 51.8 59.85 15.54
Alufluoride Ltd. 223.3 257 15.09

આજે બજારની શરૂઆત કેવી રહી?

આજના કારોબારની શરૂઆતમાં નિફ્ટી 16774ના સ્તરે ખૂલ્યો હતો જે 16642ના પાછલા બંધ સ્તરની સામે 132 અંક વધીને શરુ થયો છે. સેન્સેક્સ 55816 ની બંધ સપાટી સામે 56267 ના સ્તર પર ખુલ્યો હતો. કારોબારના પહેલા કલાકમાં સેન્સેક્સ 56391 ના ઉપલા સ્તરે પહોંચી ગયો હતો જ્યારે નિફ્ટીએ પણ 16792 ના તેજીના સ્તર બનાવ્યા હતા. બંને સૂચકાંકો લીલા નિશાનમાં રહ્યા છે. લાર્જ કેપ અને સ્મોલ કેપ સૂચકાંકો નિફ્ટીમાં વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. પ્રથમ કલાકમાં જ બેન્કિંગ, ફાઇનાન્શિયલ સર્વિસ સેક્ટર, આઇટી, મેટલ, સરકારી બેન્કો અને ખાનગી બેન્કોમાં વધારો જોવા મળ્યો હતો. બીજી તરફ ફાર્મા, હેલ્થકેર અને ઓટો સેક્ટરમાં દબાણ થોડું પણ કારોબારમાં જોવા મળ્યું હતું.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

બજારની તેજીનું કારણ

હકારાત્મક વિદેશી સંકેતોને કારણે શેરબજારમાં આજે ઉછાળો આવ્યો છે. ફેડરલ રિઝર્વે ગઈકાલે રાત્રે દરમાં વધારો કર્યો છે અને આ વધારો અપેક્ષા મુજબ થયો છે. તે જ સમયે, ફેડરલ રિઝર્વના વડાએ સંકેત આપ્યો છે કે આગામી સમયમાં રેટ વધારા અંગે ફેડની નીતિઓ વધુ આક્રમક નહીં હોય જેના કારણે રોકાણકારોના સેન્ટિમેન્ટમાં સુધારો થયો છે અને ડાઉ 1 ટકાથી વધુ, S&P કરતાં વધુ 2.5 ટકા અને નાસ્ડેક 4 ટકા. કરતાં વધુના વધારા સાથે બંધ રહ્યો હતો આ સંકેતોને કારણે સ્થાનિક બજારોમાં પણ ઉછાળો જોવા મળ્યો છે.

 

Published On - 2:34 pm, Thu, 28 July 22

Next Article