Share Market : ભારતીય શેરબજારમાં જબરદસ્ત તેજી, સેન્સેક્સ 1000 પોઇન્ટ ઉછળ્યો, Nifty 18300 ને પાર

છેલ્લા બે ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સમાં લગભગ 600 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. આજે સેન્સેક્સમાં 1000 અંક સુધીનો પ્રારંભિક વધારો દેખાયો છે.  આજે સેન્સેક્સમાં 61,685 ઉપલું સ્તર નોંધાયું છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ 420 પોઈન્ટ ઘટીને 60,614 પર બંધ થયો હતો

Share  Market  : ભારતીય શેરબજારમાં જબરદસ્ત તેજી, સેન્સેક્સ 1000 પોઇન્ટ ઉછળ્યો, Nifty 18300 ને પાર
Symbolic Image
| Edited By: | Updated on: Nov 11, 2022 | 9:44 AM

સતત બે ટ્રેડિંગ સેશનમાં ઘટાડાનો સામનો કર્યા બાદ ભારતીય શેરબજાર આજે સકારાત્મક મૂડમાં છે. વૈશ્વિક બજારમાં ઉછાળાની મદદથી શુક્રવારે સ્થાનિક બજારમાં ખરીદી જોવા મળી અને સેન્સેક્સ ફરી 61,500નો આંકડો પાર કરી દીધો છે. છેલ્લા બે ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સમાં લગભગ 600 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. આજે સેન્સેક્સમાં 1000 અંક સુધીનો પ્રારંભિક વધારો દેખાયો છે.  આજે સેન્સેક્સમાં 61,685 ઉપલું સ્તર નોંધાયું છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ 420 પોઈન્ટ ઘટીને 60,614 પર બંધ થયો હતો જ્યારે નિફ્ટી 129 પોઈન્ટ ઘટીને 18,028 પર પહોંચ્યો હતો. નિષ્ણાતોનું કહેવું છે કે આજના બિઝનેસમાં રોકાણકારોનું સેન્ટિમેન્ટ સકારાત્મક જોવા મળી રહ્યું છે અને તેઓ શરૂઆતથી જ ખરીદીનો આગ્રહ રાખેછે.

શેરબજારની છેલ્લી  સ્થિતિ(09:36 am )
SENSEX 61,591.41
+977.71 (1.61%)
NIFTY 18,306.70
+278.50 (1.54%)

 

વૈશ્વિક બજારમાં તેજીની અસર

યુએસ માર્કેટ ફુગાવામાં રાહત સાથે મજબૂત સ્થિતિમાં દેખાયું હતું. ડાઉ જોન્સ 1201 પોઈન્ટ અથવા 3.70 ટકા, નાસ્ડેક 761 પોઈન્ટ અથવા 7.35 ટકા અને એસએન્ડપી 500 208 પોઈન્ટ અથવા 5.54 ટકા વધ્યા હતા. તેની અસર ભારતીય બજાર પર પણ જોવા મળી શકે છે. SGX નિફ્ટી 335 પોઈન્ટ એટલે કે 1.85 ટકાનો જંગી ઉછાળો બતાવી રહ્યો છે. આ અપટ્રેન્ડની મદદથી નિફ્ટી 18432 ના સ્તર પર છે.

NIfty માં આ સ્ટોક્સમાં અપર સર્કિટ નોંધાઈ

Company Name Bid Qty Last Price Diff % Chg
Future Supply 21,602 28.25 2.55 9.92
Diligent Media 303,238 4.6 0.4 9.52
Cyber Media 37,556 18.9 0.9 5
Sikko Industrie 36,349 136.5 6.5 5
Global Educatio 81,659 267.45 12.7 4.99
Global Educatio 81,659 267.45 12.7 4.99
Kirl Electric 219,323 68.45 3.25 4.98
Sphere Global 15,209 19 0.9 4.97
Art Nirman 8,885 85.85 4.05 4.95
ACE Integrated 284 53.3 2.5 4.92
Setubandhan Inf 1,004,850 2.7 0.1 3.85

Sensex 700 અંક આસપાસ વધારા સાથે ખુલ્યો

સેન્સેક્સ 697.32 પોઈન્ટ વધીને 61,311.03 પર ખૂલ્યો હતો જ્યારે નિફ્ટીમાં આજે  શુક્રવારે 244.15 પોઈન્ટ અથવા 1.35 ટકા વધીને 18,272.35 પર કારોબાર શરૂ થયો હતો.  ઓક્ટોબર યુએસ રિટેલ ફુગાવાનો આંકડો 7.7 ટકા આવ્યો હતો. જે વૈશ્વિક બજારના નીતિ નિર્માતાઓ અને વૈશ્વિક બજારોને રાહત આપે છે. સેન્સેક્સના 30 શેરોમાં  ઇન્ફોસિસ, વિપ્રો અને ટેક મહિન્દ્રા ટોચના ગેનર હતા કારણ કે તમામ શેરો લીલા નિશાનમાં ખુલ્યા હતા.

આ સ્ટોક્સમાં 20 ટકા સુધી ઉછાળો નોંધાયો

Company Current Price (Rs) % Change
BDH Industries 168.05 19.99
Shilp Gravures L 110.15 19.99
Bimetal Bear. 465.1 19.99
Pradeep Metals 152.45 19.99
Link Pharma Chem 53.55 19.93
GPT Infraprojects 66.75 13.42
Muthoot Capital 329.4 13.37
Ajmera Realty & Infr 271 12.4
Shreeji Translogisti 410 11.69
HB Stockholding 60 11.52
Ganges Securities 118.1 11.52
Pharmaids Pharma 13.25 10.23
CeejayFinance 124.9 10.04
Choksi Lab. Ltd 44.05 9.99
Tai Industries L 49.6 9.98
Future Supply Chain 28.2 9.94
NEO Infracon 14.28 9.93
Premier Capital Serv 7.2 9.92
Saksoft Ltd. 111.95 9.81
Zomato 70.1 9.62
Nitta Gelatin India 742 9.61

 

 

Published On - 9:35 am, Fri, 11 November 22