Share Market Today : સારા વૈશ્વિક સંકેતોને કારણે શુક્રવારે શેરબજારમાં મજબૂત શરૂઆત થઈ છે. 500 થી વધુ પોઈન્ટની મજબૂતાઈ સાથે સેન્સેક્સ 59400 ની નજીક અને નિફ્ટી 150 પોઈન્ટ વધીને 17470ની નજીક ટ્રેડ કરી રહ્યો છે. બજારની મજબૂતીમાં મેટલ શેરોને ટેકો છે. નિફ્ટીના ટોપ ગેનર્સમાં અદાણી એન્ટરપ્રાઇઝિસનો હિસ્સો 9% વધ્યો છે. જ્યારે ફાર્મા શેરોમાં વેચવાલી જોવા મળી રહી છે. ગઈકાલે સેન્સેક્સ 500 પોઈન્ટ ઘટીને 58900 અને નિફ્ટી 17300 પર બંધ થયો હતો.અદાણીએ બ્લોક ડીલમાં 4 કંપનીઓના શેર વેચીને 15,446 કરોડ એકઠા કર્યા હતા. આ ડીલ બાદ ગ્રુપના સ્ટોક્સમાં તેજી આવી હતી.
શેરબજારની શરૂઆત ( 03-03-2023 , 09:13 am ) | ||
SENSEX | 59,241.20 | 331.85 (0.56% ) |
NIFTY | 17,451.25 | 129.35 (0.75%) |
વિશ્વભરના શેરબજારોમાંથી મજબૂત સંકેતો મળી રહ્યા છે. SGX NIFTY 100 અંકની તેજી સાથે કારોબાર કરી રહ્યો છે જે ભારતીય શેરબજાર માટે સારી સ્થિતિના સંકેત આપ્યા હતા. અન્ય એશિયન બજારોમાં જાપાનના નિક્કી અને કોરિયાના કોસ્પી પણ લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. SGX નિફ્ટીએ પણ મજબૂત શરૂઆત કરી છે.
Company Name | Bid Qty | Last Price | Change | %Chg |
ABM Inter | 2182 | 39.9 | 3.6 | 9.92 |
Oil Country | 57986 | 17.9 | 1.6 | 9.82 |
Adani Green Ene | 2918818 | 561.75 | 26.75 | 5 |
Adani Total Gas | 379267 | 781.3 | 37.2 | 5 |
NDTV | 81984 | 220 | 10.45 | 4.99 |
Adani Wilmar | 1395950 | 418.55 | 19.9 | 4.99 |
Adani Trans | 766073 | 744.15 | 35.4 | 4.99 |
Adani Power | 6920876 | 169.3 | 8.05 | 4.99 |
Pansari Develop | 860 | 95.7 | 4.55 | 4.99 |
DB Realty | 333316 | 68.9 | 3.25 | 4.95 |
TataTeleservice | 1306521 | 64.8 | 3.05 | 4.94 |
SVP Global | 127253 | 14.95 | 0.7 | 4.91 |
PC Jeweller | 565275 | 31.3 | 1.45 | 4.86 |
MIC Electronics | 129174 | 14.1 | 0.65 | 4.83 |
Kshitij Polylin | 3048 | 22.9 | 1.05 | 4.81 |
Future Life | 72453 | 6.15 | 0.25 | 4.24 |
આજે શરૂઆતી કારોબારમાં અદાણી ગ્રુપના શેરમાં તેજી જોવા મળી રહી છે. અદાણી એન્ટરપ્રાઇઝિસ, અદાણી પોર્ટ્સ, એસબીઆઈ, ટાટા સ્ટીલ અને એલએન્ડટી નિફ્ટીમાં ટોપ ગેઇનર્સ હતા જ્યારે ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ, સન ફાર્મા , HDFC લાઇફ અને ICICI બેંક સૌથી વધુ ઘટ્યા હતા. SB અદાણી ફેમિલી ટ્રસ્ટે ઓપન માર્કેટમાં અદાણી ટ્રાન્સમિશનના 2.84 કરોડ ઈક્વિટી શેર વેચ્યા બાદ આ સ્ટોક અપર સર્કિટમાં પ્રવેશ્યો હતો. અદાણી ગ્રીન એનર્જી સ્ટોક ખોલતાની સાથે જ તેની ઉપર અપર સર્કિટ લગાવવામાં આવી છે.
Company | Price | Change |
ACC | 1,857.35 | +56.00 (3.11%) |
Adani Enterpris | 1,776.90 | +169.65 (10.56%) |
Adani Green Ene | 561.75 | +26.75 (5.00%) |
Adani Ports | 663.95 | +41.05 (6.59%) |
Adani Power | 169.30 | +8.05 (4.99%) |
Adani Total Gas | 781.30 | +37.20 (5.00%) |
Adani Trans | 744.15 | +35.40 (4.99%) |
Adani Wilmar | 418.55 | +19.90 (4.99%) |
Ambuja Cements | 383.85 | +13.15 (3.55%) |
Published On - 9:40 am, Fri, 3 March 23