Share Market Today : વૈશ્વિક બજારોમાં ઘટાડાની અસરના પગલે લાલ નિશાનમાં કારોબારની શરૂઆત છતાં ભારતીય શેબજાર તેજી સાથે બંધ થવામાં સફળ રહ્યું છે. બજારની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. દિવસની ઉચ્ચ અસ્થિરતા વચ્ચે બજાર નીચલા સ્તરેથી શાનદાર રિકવરી સાથે બંધ થયું હતું. આજના કારોબારમાં ઓટો, એનર્જી, ઈન્ફ્રા શેરોમાં ખરીદારી જોવા મળી હતી જ્યારે મિડકેપ, સ્મોલકેપ ઈન્ડેક્સ તેજીપર બંધ થયા હતા. નિફ્ટી બેન્ક નીચલા સ્તરથી લગભગ 480 પોઈન્ટ સુધરીને બંધ થયો છે. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 123.63 પોઈન્ટ્સ અથવા 0.21 ટકાના વધારા સાથે 60,348.09 પર બંધ રહ્યો હતો. તે જ સમયે, નિફ્ટી 42.95 પોઈન્ટ અથવા 0.24 ટકાના વધારા સાથે 17,754.40 ના સ્તર પર બંધ થયો હતો.
શેરબજારની છેલ્લી સ્થિતિ ( 08-03-2023 , 03:40 pm ) | ||
SENSEX | 60,348.09 | +123.63 (0.21%) |
NIFTY | 17,754.40 | +42.95 (0.24%) |
ઇન્ડસઇન્ડ બેંક, અદાણી પોર્ટ્સ, અદાણી એન્ટરપ્રાઇઝ, બજાજ ઓટો અને લાર્સન એન્ડ ટુબ્રો આજના વેપારમાં ટોચના નિફ્ટી ગેઇનર્સ છે. બીજી તરફ, બજાજ ફાઇનાન્સ, હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, ટેક મહિન્દ્રા, એપોલો હોસ્પિટલ્સ અને ઇન્ફોસીસ નિફ્ટીના ટોપ લુઝર છે. સેક્ટરલ મોરચે આજે પાવર ઇન્ડેક્સ 2 ટકા વધ્યો છે જ્યારે ઓટો ઇન્ડેક્સ 1 ના વધારા સાથે બંધ થયો છે. ટકા બીજી તરફ આઈટી, મેટલ, ફાર્મા અને રિયલ્ટી શેરોમાં દબાણ જોવા મળ્યું હતું.
અદાણી ગ્રુપ માટે એક પછી એક સકારાત્મક સમાચારના કારણે ગ્રુન કંપનીઓના શેરમાં જોરદાર રિકવરી જોવા મળી રહી છે. ભારે ઘટાડા બાદ અદાણી ગ્રુપના શેરમાં સતત છઠ્ઠા દિવસે તેજી જોવા મળી રહી છે. બુધવારે 10માંથી 10 શેર મજબૂત થયા છે. 5માં અપર સર્કિટ પણ લગાવવામાં આવી હતી. આ તેજી વચ્ચે ગ્રૂપના શેરમાં તાજેતરના નીચા સ્તરેથી લગભગ 105 ટકાનો વધારો થયો છે.
Company | BSE PRICE(Rs) | NSE PRICE(Rs) |
ACC | 1,885.00 1.03% | 1,888.20 1.20% |
ADANI ENTERPRISES | 2,039.00 2.83% | 2,038.10 2.78% |
ADANI GREEN ENERGY | 619.60 5.00% | 619.25 4.99% |
ADANI PORTS & SEZ | 712.50 3.19% | 712.40 3.13% |
ADANI POWER | 186.75 4.97% | 186.60 4.98% |
ADANI TOTAL GAS | 861.90 4.99% | 861.35 5.00% |
ADANI TRANSMISSION | 819.90 4.99% | 820.40 5.00% |
ADANI WILMAR | 461.15 5.00% | 461.40 4.99% |
AMBUJA CEMENT | 392.40 1.78% | 392.65 1.85% |
NDTV | 242.35 4.91% | 242.25 4.96% |
આજે Sensex 308.36 અંક મુજબ 0.51% ઘટાડા સાથે 59,916.10 ઉપર ખુલ્યો હતો તો બીજી તરફ Nifty એ 45.70 પોઇન્ટ અથવા 0.26% ઘટાડા સાથે 17,665.75 ઉપર કારોબારનો પ્રારંભ કર્યો હતો. સેન્સેક્સ ફરી એકવાર 60 હજાર નીચે સરકી ગયો છે જે 59,844.82 ના નીચલા સ્તરે જોવા મળ્યો હતો.
Published On - 4:22 pm, Wed, 8 March 23