શેરબજારમાં કડાકાએ આફતમાં અવસરની કહેવત સાર્થક કરી, રોકાણકારોને 800 થી વધુ સ્ટોક સસ્તી કિંમતે ખરીદવાનો મોકો મળ્યો

|

Jan 25, 2022 | 6:30 AM

નાયકા, જોમાટો, પોલિસી બજાર અને પેટીએમ જેવી કંપનીઓના સ્ટોકને ભારે ફટકો પડ્યો છે. શેરબજારમાં છેલ્લા 5 દિવસથી આ ઘટાડો થઇ રહ્યો છે.

શેરબજારમાં કડાકાએ આફતમાં અવસરની કહેવત સાર્થક કરી, રોકાણકારોને 800 થી વધુ સ્ટોક સસ્તી કિંમતે ખરીદવાનો મોકો મળ્યો
સસ્તી કિંમતે ખરીદારીનો અવસર

Follow us on

શેરબજારમાં છેલ્લા સપ્તાહથી વેચવાલી જોવા મળી રહી છે. સોમવારે વર્ષનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો. BSE અને NSE બંને 3 ટકાથી વધુ તૂટ્યા હતા. ઘણી મોટી કંપનીઓના શેરોએ તેમના રોકાણકારોને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. જેમાં બેન્કિંગ, ટેલિકોમ સહિતના વિવિધ ક્ષેત્રોના સ્ટોકનો સમાવેશ થાય છે. અહીં 24 જાન્યુઆરીના રોજ માર્કેટમાં ઘણા સ્ટોક્સ ગંભીર રીતે તૂટયા હતા. રોકાણકારો માટે આ લાંબા ગાળાના નફાકારક માનવામાં આવતા સ્ટોક્સ સસ્તી કિંમતે ખરીદવાની તક આવી છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ

આ દિગ્ગ્જ શેરે નવા વર્ષનો સૌથી ખરાબ દિવસ જોયો અને શેર 4% ઘટ્યો છે. કંપનીએ ત્રીજા ક્વાર્ટરમાં વિક્રમી નફો કર્યો હોવા છતાં શેર ઘટીને 2,379.90 થયો હતો. જોકે, નિષ્ણાતોએ 2,850 સુધી ભાવ વધવાની શક્યતા વ્યક્ત કરી છે.

RIL – Last Price 2,379.90 −97.95 

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

વોડાફોન આઈડિયા

આ ટેલિકોમ કંપનીના શેરો પણ ભારે ગગડ્યો હતા. તે 7 ટકા ઘટીને રૂ. 10.95 થયો હતો. કંપનીએ ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 7,230.9 કરોડની જંગી ખોટ કરી છે જેની અસર તેના શેરના પ્રદર્શન પર પણ પડી રહી છે.

ICICI બેંક

ત્રીજા ક્વાર્ટરમાં ચોખ્ખા નફામાં 25 ટકાનો વધારો થયો હોવા છતાં શેરનું પ્રદર્શન નબળું રહ્યું. શેર લગભગ 2 ટકા ઘટીને રૂ. 792 થયો હતો. જોકે, વિદેશી બ્રોકરેજ ફર્મ જેપી મોર્ગને ભાવ રૂ. 930 સુધી જવાનો અંદાજ મૂક્યો છે.

Zomato

ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપની Zomato સતત ખરાબ પ્રદર્શન કરી રહી છે. 24 જાન્યુઆરીએ તેના શેરમાં 20 ટકાનો બમ્પર ઘટાડો થયો હતો અને શેર ઘટીને રૂ. 90.95 થયો હતો. છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનમાં આ શેરોમાં એક ક્વાર્ટરનો ઘટાડો થયો છે.

Zomato – Last Price –90.95 −22.70 (19.97%)

  • Open                114.00
  • High                 114.20
  • Low                  90.95
  • 52-wk high     169.00
  • 52-wk low       90.95

નાયકા, જોમાટો, પોલિસી બજાર અને પેટીએમ જેવી કંપનીઓના સ્ટોકને ભારે ફટકો પડ્યો છે. શેરબજારમાં છેલ્લા 5 દિવસથી આ ઘટાડો થઇ રહ્યો છે. આજે માર્કેટમાં 1,545 પોઈન્ટનો ઘટાડો 5 દિવસમાં સૌથી વધુ છે. ગયા મંગળવારે તે 554 પોઈન્ટ્સ, બુધવારે 656 પોઈન્ટ્સ, ગુરુવારે 634 પોઈન્ટ અને શુક્રવારે 427 પોઈન્ટ્સ ઘટ્યો હતો.

800 શેરમાં લોઅર સર્કિટ નોંધાઈ

સેન્સેક્સના 234 શેર અપર અને 800 થી વધુ લોઅર સર્કિટમાં ટ્રેડ થઈ રહ્યા છે. આનો અર્થ એ છે કે એક દિવસમાં, તેઓ ન તો પડી શકે છે અને ન તો ચોક્કસ મર્યાદાથી આગળ વધી શકે છે.

 

આ પણ વાંચો : Budget 2022 Expectations: મહિલા ઉદ્યોગ સાહસિકોની નાણામંત્રી સીતારમણ પાસેથી અપેક્ષાઓ, બજાર પ્રમાણે તાલીમ આપવાની માંગ

 

આ પણ વાંચો : Share Market : બજેટ પહેલા 5 દિવસમાં Sensex 2900 અંક તૂટ્યો, રોકાણકારો માટે ઊંચા મૂલ્યના શેર સસ્તી કિંમતે ખરીદવાની તક?

 

Next Article