સપ્તાહના છેલ્લા કારોબારી દિવસ 30 સપ્ટેમ્બરના રોજ ભારતીય રિઝર્વ બેંકે(RBI) તેની નવી નાણાકીય નીતિ બહાર પાડી છે. ભારતીય શેરબજારે આ નવી નીતિનું સ્વાગત કર્યું અને 6 દિવસ સુધી સતત ઘટી રહેલા ક્રમને તોડ્યો હતો. માત્ર ઘટાડાનું ચક્ર તોડ્યું જ નહીં પણ જબરદસ્ત રિકવરી પણ કરી છે. નિફ્ટી અને સેન્સેક્સે આજે એક જ દિવસમાં છેલ્લા 3 દિવસના ઘટાડાને કવર કરી લીધો હતો. શુક્રવારે BSE સેન્સેક્સ 1016.96 પોઈન્ટ અથવા 1.80 ટકા ઉછળીને 57,426.92 પર બંધ થયો હતો જ્યારે નિફ્ટી 50 276.20 પોઈન્ટ અથવા 1.64 ટકા વધીને 17,094.30 પર બંધ રહ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોમાં નિફ્ટી બેન્કમાં ઘટાડો હતો તેથી શુક્રવારનો ઉછાળો પણ ખૂબ તેજ હતો. તે 984.10 પોઈન્ટ (2.61 ટકા)ના ઉછાળા સાથે 38,631.90 પર બંધ રહ્યો હતો.
Company | GAIN (% ) |
Shree Securities | 57.44 |
Containe Technologie | 54 |
CMI L | 20 |
Healthy Life Agritec | 19.97 |
Rhetan TMT | 19.97 |
Glance Finance L | 19.92 |
Lex Nimble Solutions | 19.91 |
GPT Infraprojects | 19.2 |
Anant Raj Ltd. | 17.8 |
Aryaman Capital Mark | 17.65 |
Deccan Health Care | 16.67 |
જાહેર ક્ષેત્રની બેંકો તેજીવાળા ક્ષેત્રોમાં ટોચ પર છે. જેમાં 3 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો હતો. બીજા નંબરે બેન્ક નિફ્ટી ત્યાર બાદ ફાઇનાન્સ, રિયાલિટી, મેટલ અને એનર્જી સેક્ટરમાં પણ 2 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો.
Index | Current | % Change | Prev. Close |
NIFTY BANK | 38,631.95 | 2.61 | 37,647.75 |
NIFTY AUTO | 12,699.30 | 1.62 | 12,497.35 |
NIFTY FIN SERVICE | 17,506.65 | 2.24 | 17,123.00 |
NIFTY FMCG | 44,405.65 | 0.11 | 44,356.25 |
NIFTY IT | 26,981.15 | 0.6 | 26,819.05 |
NIFTY MEDIA | 2,062.90 | 1.46 | 2,033.30 |
NIFTY METAL | 5,768.20 | 2.17 | 5,645.95 |
NIFTY PHARMA | 12,971.90 | 0.76 | 12,874.30 |
NIFTY PSU BANK | 2,995.00 | 3.01 | 2,907.35 |
NIFTY PVT BANK | 19,932.45 | 2.79 | 19,391.70 |
NIFTY REALTY | 424 | 1.97 | 415.8 |
ઈન્ડિકેટર ઈન્ડિયા વિક્સ કે જેને શેરબજારમાં ડર મીટર કહેવામાં આવે છે તે આજે એકદમ ઠંડો જોવા મળ્યો હતો. તેમાં આજે 6.27 ટકાની નબળાઈ જોવા મળી હતી. તે 21.3 પર ખુલ્યો જ્યારે તે 19.96 પર બંધ થયો. તેનું 18 ની નીચે રહેવું બજાર માટે સારું માનવામાં આવે છે પરંતુ આ ડર મીટર ઉપર જતાં જ બજારમાં ભયનું વાતાવરણ સર્જાય છે અને વેચવાલી જોવા મળે છે.
Company Name | Last Price | % Gain |
Hindalco | 390.55 | 5.21 |
Bharti Airtel | 799.9 | 4.61 |
IndusInd Bank | 1,185.20 | 3.76 |
Bajaj Finance | 7,335.75 | 3.25 |
Kotak Mahindra | 1,819.20 | 3.05 |
Titan Company | 2,606.95 | 2.98 |
HDFC Bank | 1,421.35 | 2.82 |
Bajaj Finserv | 1,678.35 | 2.59 |
Bajaj Finserv | 1,678.35 | 2.59 |
Tata Steel | 99.3 | 2.53 |