Share Market : આ કંપનીના દરેક શેર પર રોકાણકારને 162 રૂપિયાનો ફાયદો, કંપનીની બાયબેકની જાહેરાતથી રોકાણકારોમાં ખુશી, જાણો સંપૂર્ણ માહિતી

શુક્રવારે NSE પર કંપનીના શેરનો ભાવ 1.46 ટકાના વધારા સાથે રૂ. 1,038 પર બંધ થયો હતો. એટલે કે શુક્રવારના હિસાબે રોકાણકારોને દરેક શેર પર 162 રૂપિયાનો નફો મળી રહ્યો છે. છેલ્લા 5 વર્ષમાં કંપનીના શેરમાં 230.63%નો વધારો થયો છે. બીજી બાજુ, છેલ્લા 3 વર્ષમાં, કંપનીએ તેના સ્થાનીય રોકાણકારોને 227.62 ટકા વળતર આપ્યું છે.

Share Market  : આ કંપનીના દરેક શેર પર રોકાણકારને 162 રૂપિયાનો ફાયદો,  કંપનીની બાયબેકની જાહેરાતથી રોકાણકારોમાં ખુશી,  જાણો સંપૂર્ણ માહિતી
The Board of KDDL LTD has approved the 'Buy Back'
| Edited By: | Updated on: Jan 23, 2023 | 6:41 AM

સ્મોલ કેપ કંપની KDDL LTD ના બોર્ડે ‘બાય બેક’ને મંજૂરી આપી છે. એટલે કે કંપની તેના વર્તમાન શેરધારકોના શેર બાયબેક કરશે. આ બાયબેકમાં, કંપની તેના શેર લાયક રોકાણકારો પાસેથી રૂ. 1,200 પ્રતિ શેરના ભાવે ખરીદશે. રોકાણકારોને પ્રતિ શેર 15.60 ટકાનો નફો મળશે. કંપની દ્વારા શેરબજારને આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે 10 રૂપિયાની ફેસ વેલ્યુ ધરાવતા શેરને 1200 રૂપિયા પ્રતિ શેરના ભાવે બાયબેક કરવામાં આવશે. કંપની દ્વારા બાયબેકનું કદ રૂ. 2100 લાખ છે. જણાવી દઈએ કે, કંપનીનું માર્કેટ કેપ 1,317.20 કરોડ રૂપિયા છે.

શેરબજારમાં કંપનીનું પ્રદર્શન

શુક્રવારે NSE પર કંપનીના શેરનો ભાવ 1.46 ટકાના વધારા સાથે રૂ. 1,038 પર બંધ થયો હતો. એટલે કે શુક્રવારના હિસાબે રોકાણકારોને દરેક શેર પર 162 રૂપિયાનો નફો મળી રહ્યો છે. છેલ્લા 5 વર્ષમાં કંપનીના શેરમાં 230.63%નો વધારો થયો છે. બીજી બાજુ, છેલ્લા 3 વર્ષમાં, કંપનીએ તેના સ્થાનીય રોકાણકારોને 227.62 ટકા વળતર આપ્યું છે. જણાવી દઈએ કે, શેરબજારમાં કંપનીની 52 સપ્તાહની ઊંચી સપાટી ₹1,191 છે. અને 52 સપ્તાહની નીચી કિંમત ₹594.15 છે. સપ્ટેમ્બર ક્વાર્ટર સુધી કંપનીમાં પ્રમોટર્સનો 49.07% હિસ્સો હતો. જ્યારે FII 20.11 ટકા, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો 2.39 ટકા, સરકાર 0.06 ટકા અને જાહેર 28.36 ટકા હિસ્સો ધરાવે છે.

આ કંપની બોનસ શેર આપશે

વર્ષ 2022 દરમિયાન ઘણા શેરોએ મજબૂત વૃદ્ધિ દર્શાવી છે. આમાંથી એક જયંત ઇન્ફ્રાટેક લિમિટેડ છે જે રૂ. 147.25 કરોડના માર્કેટ કેપ સાથે સ્મોલ કેપ કંપની છે. BSE પર લિસ્ટેડ જયંત ઈન્ફ્રાટેક લિમિટેડ કંપનીનો IPO 13 જુલાઈ 2022ના રોજ આવ્યો હતો. આ કંપનીના શેરે IPO બાદથી રોકાણકારોને સમૃદ્ધ બનાવ્યા છે. જયંત ઇન્ફ્રાટેક લિમિટેડના શેરે માત્ર 6 મહિનામાં 460 ટકાનું મજબૂત રિટર્ન આપ્યું છે. હવે કંપનીએ બોનસ શેર આપવાની જાહેરાત કરી છે. કંપનીએ સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે રૂ. 5 કરોડને રૂ. 10ના 50,00,000 ઇક્વિટી શેરમાં વહેંચવામાં આવ્યા છે. તે જ સમયે 1 શેર પર 2 બોનસ ઇક્વિટી આપવાની જાહેરાત કરવામાં આવી છે. બોનસ ઇક્વિટી શેરના તમામ ભાગો રાઉન્ડ ઓફ કરવામાં આવશે. બોનસ શેર મેળવવા માટે પાત્ર શેરધારકોની ગણતરીની રેકોર્ડ તારીખ પછી માહિતી આપવામાં આવશે.

Published On - 6:41 am, Mon, 23 January 23