Share Market Holiday : આજે શેરબજારમાં કારોબાર થશે નહીં, જાણો કેમ બંધ રહેશે બજાર?

|

Apr 14, 2023 | 9:51 AM

Share Market Holiday : ડો. ભીમરાવ આંબેડકર જયંતિ(Dr. Bhimrao Ambedkar Jayanti) નિમિત્તે આજે બજારો બંધ રહેશે. હવે  સિંહ સોમવારે બજારો ખુલશે. BSE પર ઉપલબ્ધ માહિતી અનુસાર શેરબજાર, કોમોડિટી માર્કેટ અને કરન્સી માર્કેટ આજે  14 એપ્રિલે બંધ રહેશે.

Share Market Holiday : આજે શેરબજારમાં કારોબાર થશે નહીં, જાણો કેમ બંધ રહેશે બજાર?

Follow us on

Share Market Holiday :વ્યવસાયની દ્રષ્ટિએ વર્તમાન સપ્તાહ ખૂબ નાનું છે. આજે એટલે કે શુક્રવારના રોજ  રજા છે. ડો. ભીમરાવ આંબેડકર જયંતિ નિમિત્તે આજે બજારો બંધ રહેશે. હવે  શેરબજાર સોમવારે બજારો ખુલશે. BSE પર ઉપલબ્ધ માહિતી અનુસાર શેરબજાર, કોમોડિટી માર્કેટ અને કરન્સી માર્કેટ આજે  14 એપ્રિલે બંધ રહેશે. જણાવી દઈએ કે ગયા અઠવાડિયે પણ માત્ર 3 દિવસ માટે જ ટ્રેડિંગ થયું હતું.સપ્તાહમાં  મહાવીર જયંતિ અને ગુડ ફ્રાઈડે નિમિત્તે બજારમાં રજા હતી.ગઈકાલે બજારમાં કારોબાર માટે કારોબારી સપ્તાહનો છેલ્લો દિવસ હતો. હવે બજારો સીધા 17મી એપ્રિલે ખુલશે. આજે ડો.આંબેડકર જયંતિ નિમિત્તે જાહેર રજા રહેશે.આ ઉપરાંત શનિવાર અને રવિવારે સાપ્તાહિક રજા રહેશે.

ગુરુવારે સાપ્તાહિક એક્સપાયરી ના દિવસે બજાર મામૂલી ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું હતું, BSE રજાઓની યાદી મુજબ 1 મે ના રોજ શેરબજારમાં વધુ એક રજા રહેશે. કારણ કે મહારાષ્ટ્ર દિવસ સોમવારે એટલે કે 1લી મેના રોજ ઉજવવામાં આવે છે.

છેલ્લા સત્રનો કારોબાર

આ સપ્તાહે સતત ચોથા દિવસે ભારતીય શેરબજાર તેજી સાથે બંધ થયું છે. જોકે સવારથી બજાર ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું હતું. સેન્સેક્સમાં લગભગ 300 પોઈન્ટનો ઘટાડો અને નિફ્ટીમાં લગભગ 80 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. બપોર બાદ બેંકિંગ શેરોમાં ખરીદીને કારણે બજારમાં તેજી જોવા મળી હતી. કારોબારના અંતે BSE સેન્સેક્સ 38 પોઈન્ટના ઉછાળા સાથે 60,431 પોઈન્ટ પર બંધ થયો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 16 પોઈન્ટના ઉછાળા સાથે 17,828 પોઈન્ટ પર બંધ થયો હતો.

BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી
જલદી લગ્ન કરવા અહીં રાત્રે મહિલાઓનો માર ખાવા આવે છે કુંવારા છોકરાઓ !
શરીરમાં આવે છે વારંવાર સોજા ? તો આ 5 ટેસ્ટ કરાવો
પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક
Hair tips : વાળના વિકાસ માટે કયું Oil સારું? બદામનું કે કોકોનટનું

વર્ષ 2023 માં બજારની સ્થિતિ

વર્ષ 2023માં શેરબજારમાંથી સારા વળતરની અપેક્ષાએ રોકાણકારોને ઝટકો લાગ્યો છે. કારણ કે અત્યાર સુધીના આંકડાઓ અનુસાર બજારનું વળતર સપાટ રહ્યું છે. નિફ્ટી અને સેન્સેક્સમાં આ વર્ષે અડધા ટકાનો જ થોડો ઉછાળો જોવા મળ્યો છે. જોકે, આ સમયગાળા દરમિયાન આઈટી શેરોએ સારો દેખાવ કર્યો છે. નિફ્ટી આઈટી ઈન્ડેક્સે 2023માં એક ટકાથી વધુનો વધારો દર્શાવ્યો છે.

એપ્રિલ 2023 ની શેરબજારની રજાઓ

  • 4 એપ્રિલ, 2023: મહાવીર જયંતિ, મંગળવાર
  • 7 એપ્રિલ, 2023: ગુડ ફ્રાઈડે
  • 14 એપ્રિલ, 2023: ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતિ, શુક્રવાર

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 8:04 am, Fri, 14 April 23

Next Article