Share Market Holiday : જો તમે શેરબજારમાં રોકાણ કરો છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. આજે સોમવારે શેરબજાર બંધ રહેશે. આજે મે મહિનાની શરૂઆત 1 મે, 2023ના રોજ એક્સચેન્જો પર કોઈ કામ થશે નહીં. BSE પર ઉપલબ્ધ રજાના કૅલેન્ડર મુજબ NSE અને BSE બંને મુખ્ય એક્સચેન્જો મહારાષ્ટ્ર દિવસના કારણે બંધ રહેશે. માર્કેટમાં આગામી કારોબાર 2 મેના રોજ થશે.આ અગાઉ શુક્રવારે શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 463 પોઈન્ટના વધારા સાથે 61,112 પર અને નિફ્ટી 150 પોઈન્ટના ઉછાળા સાથે 18,065 પર બંધ થયો હતો.
Holidays | Date | Day |
Republic Day | January 26,2023 | Thursday |
Holi | March 07,2023 | Tuesday |
Ram Navami | March 30,2023 | Thursday |
Mahavir Jayanti | April 04,2023 | Tuesday |
Good Friday | April 07,2023 | Friday |
Dr.Baba Saheb Ambedkar Jayanti | April 14,2023 | Friday |
Maharashtra Day | May 01,2023 | Monday |
Bakri Id | June 28,2023 | Wednesday |
Independence Day | August 15,2023 | Tuesday |
Ganesh Chaturthi | September 19,2023 | Tuesday |
Mahatma Gandhi Jayanti | October 02,2023 | Monday |
Dussehra | October 24,2023 | Tuesday |
Diwali Balipratipada | November 14,2023 | Tuesday |
Gurunanak Jayanti | November 27,2023 | Monday |
Christmas | December 25,2023 | Monday |
BSE અનુસાર ઇક્વિટી સેગમેન્ટ, ઇક્વિટી ડેરિવેટિવ સેગમેન્ટ અને SLB સેગમેન્ટની સાથે કરન્સી ડેરિવેટિવ સેગમેન્ટ અને ઇન્ટરેસ્ટ રેટ ડેરિવેટિવ સેગમેન્ટ પણ બંધ રહેશે. 1 મે, 1960 ના રોજ બોમ્બે રાજ્યના વિભાજન દ્વારા ભારતમાં મહારાષ્ટ્ર રાજ્યની રચના કરવામાં આવી હતી. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (MCX) પણ સવારના સત્રમાં એટલે કે સવારે 9 થી સાંજના 5 વાગ્યા સુધી ટ્રેડિંગ માટે બંધ રહેશે. જો કે, ભારતનું પ્રથમ લિસ્ટેડ એક્સચેન્જ સાંજના સત્રમાં એટલે કે સાંજે 5 PM થી 11:30 PM / 11:55 PM સુધી ખુલ્લું રહેશે.
BSE વેબસાઈટ https://www.bseindia.com/ એ કેલેન્ડર વર્ષ 2023 દરમિયાન ઈક્વિટી, ઈક્વિટી ડેરિવેટિવ્સ અને SLB સેગમેન્ટ માટે 15 રજાઓ સૂચિબદ્ધ કરી છે.
શુક્રવારે શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 463 પોઈન્ટના વધારા સાથે 61,112 પર અને નિફ્ટી 150 પોઈન્ટના ઉછાળા સાથે 18,065 પર બંધ થયો હતો. આજે સતત 7માં દિવસે બજારમાં તેજી જોવા મળી હતી. નિફ્ટી સપ્તાહમાં બે અને ક્વાર્ટર ટકા વધ્યો હતો. આ દરમિયાન નિફ્ટીમાં સમાવિષ્ટ ટાટા કન્ઝ્યુમરના શેરે 9% નું સકારાત્મક વળતર આપ્યું છે. જ્યારે એફએમસીજી સેક્ટરના દિગ્ગજ શેરો એચયુએલનો સ્ટોક 1.8% ઘટીને બંધ રહ્યો હતો.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 7:53 am, Mon, 1 May 23