Share Market : શેરબજારમાં ફ્લેટ કારોબાર, Sensex 60877 સુધી ઉપલા સ્તરે દેખાયો

|

Jan 05, 2023 | 10:24 AM

સવારે 10 વાગ્યે બજાર ફ્લેટ જોવા મળ્યું જે બાદ ઘટાડો 100 અંકને પાર પણ પહોંચ્યો હતો. સેન્સેક્સ 60600 ની આસપાસ અને નિફ્ટી 18050 ની આસપાસ કારોબાર કરી રહ્યો છે. ફેડરલ રિઝર્વે સ્પષ્ટ કર્યું છે કે ફુગાવો ફોકસમાં રહેશે, જેના કારણે વ્યાજ દરમાં વધારો થતો રહેશે.

Share Market : શેરબજારમાં ફ્લેટ કારોબાર, Sensex  60877 સુધી ઉપલા સ્તરે દેખાયો
Stock Market

Follow us on

ભારતીય શેરબજારે ગુરુવારે સવારે વધારા સાથે ટ્રેડિંગ શરૂ કર્યું હતું અને રોકાણકારોએ વૈશ્વિક બજારમાં તેજીની સ્પષ્ટ અસર દેખાડી હતી. જોકે બાદમાં વેચાણના કારણે ઇન્ડેક્સ લાલ નિશાનમાં સરકીગયા હતા. આજના કારોબારમાં ઉતાર – ચઢાવ જોવામળી રહ્યો છે. છેલ્લા સત્રમાં સેન્સેક્સ અને નિફ્ટી મોટા ઘટાડા સાથે બંધ થયા હતા પરંતુ આજે સવારે રોકાણકારોનું સેન્ટિમેન્ટ સકારાત્મક જોવા મળ્યું હતું. બજારને મોટો ફાયદો થવાની ધારણા લાગવાઈ હતી પણ પ્રોફિટ બુકીંગ શરૂ થયું હતું. સેન્સેક્સ આજે સવારે 191 પોઈન્ટના વધારા સાથે 60,848 પર ખુલ્યો અને ટ્રેડિંગ શરૂ કર્યું જ્યારે નિફ્ટી 59 પોઈન્ટના વધારા સાથે 18,102 પર ખુલ્યો અને ટ્રેડિંગનો પ્રારંભ કર્યો હતો. રોકાણકારોએ આજે ​​શરૂઆતમાં ખરીદીનો આગ્રહ રાખ્યો હતો અને બજારમાં હકારાત્મક સેન્ટિમેન્ટ બતાવ્યું હતું. જોકે, થોડા સમય બાદ ઘટાડો પણ જોવા મળ્યો હતો.

NIFTY50 TOP GAINER

Company Name Last Price Prev Close Change % Gain
Britannia 4,367.00 4,235.00 132 3.12
TATA Cons. Prod 779 762.25 16.75 2.2
ITC 333.5 327 6.5 1.99
Nestle 19,859.40 19,519.90 339.5 1.74
HUL 2,577.15 2,536.10 41.05 1.62
BPCL 341.45 336.3 5.15 1.53
NTPC 169.15 166.6 2.55 1.53
Bajaj Auto 3,602.70 3,552.85 49.85 1.4
Sun Pharma 1,017.30 1,004.10 13.2 1.31
HCL Tech 1,048.60 1,036.60 12 1.16
Hero Motocorp 2,740.80 2,709.30 31.5 1.16
Cipla 1,078.20 1,066.90 11.3 1.06
HDFC Life 604.55 598.6 5.95 0.99
UPL 722 715.65 6.35 0.89
SBI Life Insura 1,269.85 1,259.05 10.8 0.86
Eicher Motors 3,240.00 3,215.25 24.75 0.77
Asian Paints 3,039.90 3,016.85 23.05 0.76
Dr Reddys Labs 4,285.00 4,253.50 31.5 0.74
Divis Labs 3,460.00 3,435.55 24.45 0.71
M&M 1,244.80 1,236.20 8.6 0.7
Grasim 1,702.00 1,690.30 11.7 0.69
JSW Steel 740.45 736.3 4.15 0.56
Reliance 2,532.75 2,518.55 14.2 0.56
Coal India 218.35 217.15 1.2 0.55
Larsen 2,081.65 2,070.55 11.1 0.54
Bharti Airtel 815.75 811.8 3.95 0.49
SBI 608.1 605.2 2.9 0.48
Kotak Mahindra 1,827.10 1,820.75 6.35 0.35
Tata Motors 386.8 385.6 1.2 0.31
Tata Motors 386.8 385.6 1.2 0.31
Hindalco 462.9 461.5 1.4 0.3
UltraTechCement 7,023.90 7,005.35 18.55 0.26
Adani Ports 812 810 2 0.25
Tech Mahindra 1,022.40 1,020.30 2.1 0.21
HDFC 2,631.05 2,625.70 5.35 0.2
Wipro 390.3 389.7 0.6 0.15
TCS 3,319.15 3,314.65 4.5 0.14

 

સવારે 10 વાગ્યે બજાર ફ્લેટ જોવા મળ્યું જે બાદ ઘટાડો 100 અંકને પાર પણ પહોંચ્યો હતો. સેન્સેક્સ 60600 ની આસપાસ અને નિફ્ટી 18050 ની આસપાસ કારોબાર કરી રહ્યો છે. ફેડરલ રિઝર્વે સ્પષ્ટ કર્યું છે કે ફુગાવો ફોકસમાં રહેશે, જેના કારણે વ્યાજ દરમાં વધારો થતો રહેશે. જો કે તેની ગતિ થોડી ધીમી હોઈ શકે છે. કાચા તેલની કિંમત બે દિવસમાં 8 ટકાથી વધુ ઘટી છે અને તે $78 પર પહોંચી ગઈ છે. IIFL સિક્યોરિટીઝના સંજીવ ભસિને આજે અદાણી પોર્ટ્સ, IOC અને GMR એરપોર્ટમાં રોકાણની ભલામણ કરી છે.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

આ સ્ટોક્સમાં લોઅર સર્કિટ લાગી હતી

Company Name Offer Qty Last Price Diff % Chg
BF Investment 159,664 412.55 -45.8 -9.99
Future Market 31,220 5.7 -0.3 -5
HEC Infra Proje 70,902 51.85 -2.7 -4.95
LGB Forge 150,670 11.8 -0.6 -4.84
Future Ent 707,933 2 -0.1 -4.76
Future Ent 707,933 2 -0.1 -4.76
Future Consumer 1,649,741 1.6 -0.05 -3.03

વૈશ્વિક બજારના સંકેત

ફેડરલ રિઝર્વ મિનિટ્સ જાહેર થયા બાદ યુએસ માર્કેટમાં નીચા સ્તરે ખરીદારી થઈ હતી જેના કારણે તે તેજી સાથે બંધ થયું હતું. ડાઉ જોન્સ 133 પોઈન્ટ ઉછળ્યો હતો. ટેક-આધારિત ઇન્ડેક્સ Nasdaq 0.69 ટકા અને S&P 500 0.75 ટકા વધ્યા હતા. ડિસેમ્બરમાં ફેડરલ રિઝર્વના અધિકારીઓની બેઠકમાં વ્યાજ દરમાં વધારાની ગતિ ઘટાડવા પર સહમતિ બની હતી. જો કે, જ્યાં સુધી ફુગાવો ઊંચો રહેશે ત્યાં સુધી વ્યાજ દરો ઊંચા સ્તરે રહેશે. એશિયન બજારની વાત કરીએ તો જાપાનનો નિક્કી 0.58 ટકા અને કોરિયાનો કોસ્પી 0.32 ટકા ઉપર છે. SGX નિફ્ટીમાં 47 પોઈન્ટની મજબૂતાઈ છે જે શેરબજારમાં તેજીનો સંકેત આપી રહી છે. ડૉલર ઇન્ડેક્સ 104 થી 103.8 ની નીચે ગયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના વાયદામાં લગભગ 5 ટકાનો ઘટાડો થયો અને તે ઘટીને $78 પર આવી ગયો છે. સોનું 1861 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચ્યું હતું.

Published On - 10:24 am, Thu, 5 January 23

Next Article