સપ્તાહના બીજા દિવસે સેન્સેક્સ 270 પોઈન્ટ વધીને 59770 પર, નિફ્ટી 82 પોઈન્ટ વધીને 17731 પર અને બેંક નિફ્ટી 176 પોઈન્ટ વધીને 40563 ખુલ્યો પરંતુ બજેટના અનુમાનોના દબાણમાં તે લાલ નિશાન નીચે સરકી ગયો હતો. પ્રારંભિક તેજી ગણતરીના સમયમાં અદૃશ્ય થઈગઈ હતી. સવારે 10 વાગ્યા આસપાસ સેન્સેક્સમાં 300થી વધુ પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને તે 59250ની નીચે છે. નિફ્ટી 17565 પર યથાવત છે. અદાણી ગ્રુપના શેરમાં વેચવાલીનો દોર આજે પણ ચાલુ છે. અદાણી ગ્રીન એનર્જી, અદાણી ટોટલ ગેસ, અદાણી વિલ્મર, અદાણી પાવર જેવા શેરોમાં લોઅર સર્કિટ લાગી છે. અદાણી એન્ટરપ્રાઈઝ તેજીમાં છે. આ FPOનો આજે છેલ્લો દિવસ છે. આજે કોલ ઈન્ડિયા, પાવરગ્રીડ, સન ફાર્મા, ACC, ઈન્ડિયન ઓઈલ જેવી કંપનીઓના પરિણામ આવશે.
અદાણી ગ્રૂપે શેર બાયબેક અંગેના અહેવાલોને નકારી કાઢ્યા છે. મીડિયામાં એવા અહેવાલો આવ્યા હતા કે જૂથ અદાણી પોર્ટ્સ અને અંબુજા સિમેન્ટ્સમાં 3000 કરોડનું બાયબેક કરવાનું વિચારી રહ્યું છે.
અદાણી ટોટલ ગેસ, અદાણી ટ્રાન્સમિશન, અદાણી ગ્રીન માટે સર્કિટ મર્યાદા 20 ટકાથી ઘટાડીને 10 ટકા કરવામાં આવી હતી કારણ કે અદાણી ગ્રૂપના શેરમાં સતત ઘટાડો થયો હતો.
અદાણી એન્ટરપ્રાઈઝ FPO ને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. અબુ ધાબી ઇન્ટરનેશનલ હોલ્ડિંગ કંપની (અબુ ધાબી IHC) એ જણાવ્યું હતું કે તે આ FPOમાં $400 મિલિયનનું રોકાણ કરશે. તે અબુ ધાબીની ટોચની કંપનીઓમાંની એક છે. તેણે એન્કર બુકમાં પણ રોકાણ કર્યું હતું.
અદાણી ગ્રૂપના શેરમાં સતત ત્રીજા દિવસે ઘટાડો ચાલુ રહ્યો હતો. હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ ગ્રુપના રોકાણકારોના લગભગ અબજો રૂપિયા ડૂબી ગયા છે. અદાણી ગ્રુપના વેલ્યુએશનમાં લગભગ 30 ટકાનો ઘટાડો થયો છે. આ રિપોર્ટના આગમન પહેલા ગ્રુપની કુલ માર્કેટ કેપ 19.4 લાખ કરોડ રૂપિયા હતી. હવે તે ઘટીને 13.6 લાખ કરોડ રૂપિયા પર આવી ગયો છે. ગ્રુપના શેરમાં સરેરાશ 25 ટકાનો ઘટાડો થયો છે. ગ્રૂપની કુલ 9 કંપનીઓ શેરબજારમાં લિસ્ટેડ છે. આમાંથી 3 એવી કંપનીઓ છે જેમના શેર છેલ્લા ત્રણ ટ્રેડિંગ સેશનમાં 35 ટકાથી વધુ ઘટ્યા છે. આ સમયગાળા દરમિયાન 5 કંપનીઓએ 20 ટકાથી વધુનું નુકસાન કર્યું છે.
Coal India, Power Grid Corporation of India, Sun Pharmaceutical Industries, UPL, ACC, BASF India, Blue Star, Edelweiss Financial Services, Great Eastern Shipping, Godrej Consumer Products, Indian Hotels, Indian Oil Corporation, Jindal Steel & Power, KEC International, KPIT Technologies, Max Financial Services, MOIL, RailTel Corporation of India, Spandana Sphoorty Financial, Star Health અને TTK Prestige આજે પરિણામો જાહેર કરશે.
Published On - 10:07 am, Tue, 31 January 23