Share Market : કારોબારની તેજી સાથે શરૂઆત, Sensex અને Nifty માં 1 ટકાનો વધારો

|

Jun 03, 2022 | 9:59 AM

આજે સવારે સેન્સેક્સ(Sensex Today) 430 પોઈન્ટના વધારા સાથે 56249 પર અને નિફ્ટી(Nifty Today) 133 પોઈન્ટના વધારા સાથે 16761ના સ્તરે ખુલ્યો હતો.

Share Market  : કારોબારની તેજી સાથે શરૂઆત, Sensex  અને Nifty માં 1 ટકાનો વધારો
શેરબજારમાં તેજી દેખાઈ રહી છે.

Follow us on

વિશ્વના બજારોમાંથી મિશ્ર સંકેતો મળ્યા બાદ આજે ભારતીય શેરબજાર(Share Market)માં જોરદાર તેજી જોવા મળી છે. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે શુક્રવારે શેરબજાર તેજી સાથે ખુલ્યું (Opening Bell)અને અહીં સેન્સેક્સ-નિફ્ટી(Sensex – Nifty)માં લગભગ 1 ટકાનો વધારો થયો છે. સેન્સેક્સમાં  600 પોઈન્ટ એટલે કે 1 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે અને નિફ્ટી 150 પોઈન્ટના વધારા સાથે 16700ની ઉપરના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. આજના ટ્રેડિંગ સેશન દરમિયાન 2002 શેરમાં ખરીદી અને 538 શેરમાં વેચાણ છે તો 100 શેરમાં કોઈ ફેરફાર જોવા મળી રહ્યો નથી.

શેરબજારની છેલ્લી  સ્થિતિ(09.52 AM)

SENSEX 56,380.39                                   +562.28 (1.01%)
NIFTY 16,770.25                                   +142.25 (0.86%)

સપ્તાહના છેલ્લા દિવસેબજાર  ખૂબ જ  સારી તેજી સાથે ખુલ્યું હતું . આજે સવારે સેન્સેક્સ(Sensex Today) 430 પોઈન્ટના વધારા સાથે 56249 પર અને નિફ્ટી(Nifty Today) 133 પોઈન્ટના વધારા સાથે 16761ના સ્તરે ખુલ્યો હતો. શરૂઆતના કારોબારમાં બજારમાં તેજી જોવા મળી રહી છે અને સેન્સેક્સમાં 500થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે. શરૂઆતના કારોબારમાં HCL ટેક્નોલોજી, વિપ્રો, ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ અને બજાજ ફાઈનાન્સિયલ સર્વિસિસ જેવા શેરોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. અલ્ટ્રાટેક સિમેન્ટ, એનટીપીસી અને એશિયન પેઈન્ટ્સ જેવા સ્ટોકમાં ઘટાડો થઈ રહ્યો છે. આજે આઇટી, ફાર્મા અને પીએસયુ બેન્ક્સ ઇન્ડેક્સ સૌથી વધુ ઉછાળો છે. આઈટી ઈન્ડેક્સમાં 2.20 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે.

અલ્ટ્રાટેક સિમેન્ટ ક્ષમતા વિસ્તરણ માટે રૂપિયા 12886 કરોડનું રોકાણ કરાશે

અલ્ટ્રાટેક સિમેન્ટે ક્ષમતા વધારવા માટે 12886 કરોડના રોકાણની જાહેરાત કરી છે. બુધવારે કંપનીની બોર્ડ મીટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. કંપનીએ નાણાકીય વર્ષ 2024-25 સુધીમાં તેની ક્ષમતા વધારીને વાર્ષિક 22.6 લાખ મેટ્રિક ટન કરવાનું લક્ષ્ય રાખ્યું છે. આ પછી બ્રોકરેજે આ સ્ટોક માટે ટાર્ગેટ વધાર્યો છે. આ સ્ટૉકમાં ખરીદીની સલાહ  આપવામાં આવી રહી છે અને લક્ષ્યાંક રૂપિયા 7070 છે. સીએલએસએ રૂ. 7640, સિટી બેન્ક રૂ. 7600, જેફરીઝનો રૂ. 7275નો લક્ષ્યાંક છે. MSએ રૂ. 8800નો ટાર્ગેટ રાખ્યો છે.

નારિયેળની છાલને ફેંકશો નહીં, દાંતથી લઈ વાસણ ચમકાવા માટે છે ઉપયોગી
RCB vs CSK મેચમાં 'મિસ્ટ્રી ગર્લ'એ કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો વાયરલ
ધર્મેન્દ્ર થી જાહ્નવી કપૂર સુધી, મુંબઈના મતદાન મથકો પર ચમક્યું બોલિવૂડ
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય
બિહારી અને ઈન્દોરી પૌઆમાં શું અંતર છે? સ્વાદના ચટાકાથી જ તમે જાણી શકશો
પહેલા મગર તો હવે સાપ વાળો નેકલેસ પહેરી Cannesમાં ઉતરી ઉર્વશી રૌતેલા, જુઓ-Photo

રૂપિયાની મજબૂત શરૂઆત

સપ્તાહના અંતિમ કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયાની શરૂઆત મજબૂતીની સાથે થતી જોવા મળી છે. 1 ડૉલર સામે ભારતીય રૂપિયો 12 પૈસા વધીને 77.48 ના સ્તર પર ખૂલ્યો છે. ગુરૂવારના કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયો 8 પૈસા ઘટીને 77.60 ના સ્તર પર બંધ થયો હતો.

Next Article