SEBI એ અભિનેતા Arshad Warsi સહીત 45ના શેરબજારમાં ટ્રેડિંગ કરવા પર પ્રતિબંધ લગાવ્યો, સર્કિટ ઉપર ભ્રામક વિડીયો પોસ્ટ કરવાનો આરોપ

|

Mar 03, 2023 | 7:20 AM

SEBI Ban Arshad Warsi : અરશદ વારસીએ મુખ્યત્વે 2003ની ફિલ્મ "મુન્નાભાઈ MBBS"માં તેના પાત્ર સર્કિટ માટે ઓળખ મેળવી હતી.  આ પાત્ર લોકોના દિલ પર છાપ છોડવામાં સફળ રહ્યું હતું. અરશદ મુન્નાભાઈ એમબીબીએસ ફિલ્મમાં સહાયક અભિનેતાની ભૂમિકા ભજવી હતી.

SEBI એ અભિનેતા Arshad Warsi સહીત 45ના શેરબજારમાં ટ્રેડિંગ કરવા પર પ્રતિબંધ લગાવ્યો, સર્કિટ ઉપર ભ્રામક વિડીયો પોસ્ટ કરવાનો આરોપ

Follow us on

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા – SEBI એ ગુરુવારે અભિનેતા અરશદ વારસી, તેની પત્ની મારિયા ગોરેટી અને સાધના બ્રોડકાસ્ટના પ્રમોટર્સ સહિત 31 સંસ્થાઓના સિક્યોરિટી માર્કેટમાં ટ્રેડિંગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. રેગ્યુલેટરે આ પગલું યુટ્યુબ ચેનલ પર રોકાણકારોને કંપનીના શેર ખરીદવાનું સૂચન કરતા ભ્રામક વીડિયો પોસ્ટ કરવાના મામલે ઉઠાવ્યું છે. કંપનીના જે પ્રમોટરોને સિક્યોરિટી માર્કેટમાંથી પ્રતિબંધિત કરવામાં આવ્યા છે તેમાં શ્રેયા ગુપ્તા, ગૌરવ ગુપ્તા, સૌરભ ગુપ્તા, પૂજા અગ્રવાલ અને વરુણ એમ. નો સમાવેશ થાય છે.

41.85 કરોડ જપ્ત કરવાનો આદેશ

આ સિવાય રેગ્યુલેટરે યુટ્યુબ ચેનલ પર ભ્રામક વીડિયો પોસ્ટ કર્યા બાદ આ એકમોને થયેલા 41.85 કરોડ રૂપિયાનો ગેરકાયદેસર નફો જપ્ત કરવાનો પણ આદેશ આપ્યો છે. સેબીએ જણાવ્યું કે આ કેસમાં અરશદ વારસીને રૂ. 29.43 લાખનો નફો થયો જ્યારે તેમની પત્નીએ રૂ. 37.56 લાખનો નફો કર્યો છે. સેબીને એવી ફરિયાદો મળી હતી કે ટીવી ચેનલ સાધના બ્રોડકાસ્ટના શેરના મૂલ્યમાં કેટલીક સંસ્થાઓ દ્વારા હેરાફેરી કરવામાં આવી રહી છે. આ સિવાય આ એકમો કંપનીના શેર પણ પાછા ખેંચી રહ્યા છે. ફરિયાદમાં આરોપ છે કે ગેરમાર્ગે દોરનારી સામગ્રી સાથેના આ વીડિયો રોકાણકારોને લલચાવવા માટે YouTube પર અપલોડ કરવામાં આવ્યા હતા.

ખોટા અને ભ્રામક વિડિયો અપલોડ કરાયા

નિયમનકારે એપ્રિલ-સપ્ટેમ્બર- 2022 દરમિયાન આ બાબતની તપાસ કરી હતી. તપાસમાં એ હકીકત સામે આવી છે કે એપ્રિલથી જુલાઈ 2022 દરમિયાન સાધનાના શેરની કિંમત અને વોલ્યુમમાં જોરદાર ઉછાળો આવ્યો હતો. જુલાઈ 2022 ના બીજા પખવાડિયા દરમિયાન સાધના વિશેના ખોટા અને ગેરમાર્ગે દોરનારા વીડિયો બે યુટ્યુબ ચેનલો  ધ એડવાઈઝર અને મનીવાઈઝ પર અપલોડ કરવામાં આવ્યા હતા.

અભિનેત્રીએ 1 કરોડ રૂપિયાની લક્ઝરી કાર ખરીદી, જુઓ ફોટો
રતન ટાટા પાસે હતી આ 5 મોંઘી વસ્તુઓ, આટલી છે તેની કિંમત !
ભારતની 7 પ્રખ્યાત 'રમ', જે આખી દુનિયાના લોકોની છે ફેવરિટ
શિયાળામાં કાળા તલ ખાવાથી થાય છે અઢળક લાભ
Popcorn : પોપકોર્નના ફાયદા છે ગજબ! પણ આ રીતે ખાશો તો થઈ શકે છે નુકસાન
આજનું રાશિફળ તારીખ : 22-12-2024

શેરમાં તેજી આવી હતી

આ વીડિયો પછી સાધનાના સ્ટોકની કિંમત અને જથ્થામાં જોરદાર ઉછાળો આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન કેટલાક પ્રમોટર શેરધારકો, સાધનાના મુખ્ય મેનેજમેન્ટ હોદ્દાઓ અને નોન-પ્રમોટર શેરધારકોએ ઊંચા ભાવે શેર વેચ્યા અને નફો કર્યો હતો. એક ભ્રામક વિડિયોએ એવો પણ દાવો કર્યો હતો કે સાધના બ્રોડકાસ્ટને અદાણી ગ્રૂપ દ્વારા હસ્તગત કરવામાં આવશે.

અરશદ વારસી સર્કિટના નામથી લોકપ્રિય

અરશદ વારસીએ મુખ્યત્વે 2003ની ફિલ્મ “મુન્નાભાઈ MBBS”માં તેના પાત્ર સર્કિટ માટે ઓળખ મેળવી હતી.  આ પાત્ર લોકોના દિલ પર છાપ છોડવામાં સફળ રહ્યું હતું. અરશદ મુન્નાભાઈ એમબીબીએસ ફિલ્મમાં સહાયક અભિનેતાની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં મુખ્ય અભિનેતા તરીકે ‘સંજય દત્ત’ છે.

Next Article