વિદેશી બ્રોકરેજ હાઉસ જેફરીઝે અનુમાન લગાવ્યું છે કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર રૂ. 3,400 સુધી જઈ શકે છે. તેના આધારે તેને 45% લાભ મળવાની આશા છે. બીજી તરફ દેશના સૌથી ધનિક કારોબારીએ તેમના ઉત્તરાધિકારની પ્રક્રિયા પણ તેજ બનાવી છે.
માર્કેટ કેપની દ્રષ્ટિએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દેશની સૌથી મોટી કંપની છે. સોમવારે તેનો સ્ટોક નજીવો વધીને રૂ. 2,437 પર બંધ થયો હતો. તે 19 ઓક્ટોબરના રોજ રૂ. 2,750 અને 29 જાન્યુઆરી, 2021ના રોજ રૂ. 1,839 પર હતો. આ બંને સ્તર એક વર્ષના ઉપલા અને નીચલા સ્તરના હતા.
જેફરીઝે જણાવ્યું હતું કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો સ્ટોક 2021માં નિફ્ટી-50માં 5% ઘટાડા સાથે બંધ થયો હતો. આ કારણે તે હવે તેજી દેખાડી શકે છે. તેની રિટેલ અને ટેલિકોમ કંપનીઓ તેના માટે મુખ્ય ગ્રોથ હશે. તેમાં કહેવામાં આવ્યું છે કે ટેલિકોમ કંપની Jio દ્વારા ટેરિફમાં વધારો કરવાથી તેની આવકમાં વધારો થશે. સાથે જ રિટેલ પણ સારો બિઝનેસ કરશે.
રિલાયન્સ જિયો આ વર્ષે પોતાનો ઈશ્યૂ લઈને આવી શકે છે. વિદેશી બ્રોકરેજ હાઉસ CLSA તેના અહેવાલમાં જણાવ્યું હતું કે તે આ વર્ષે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થઈ શકે છે. Jio દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની છે. તેના 43 કરોડથી વધુ ગ્રાહકો છે. તેનું માર્કેટ વેલ્યુએશન 5 લાખ કરોડ રૂપિયાની આસપાસ છે.
મોર્ગન સ્ટેનલીએ કહ્યું છે કે ટેક મહિન્દ્રાનો શેર વધશે. તેની આવક વૃદ્ધિ સારી રહેશે. બ્રોકરેજ હાઉસ ક્રેડિટ સુઈસનો અંદાજ છે કે ડીમાર્ટ ચલાવતી કંપની એવન્યુ સુપર માર્ટનો સ્ટોક નબળો રહી શકે છે. તે 3,600 રૂપિયા સુધી જઈ શકે છે. જો કે ગયા વર્ષે સ્ટોક રૂ. 5,899 હજારની સપાટીએ પહોંચ્યો હતો. 29 જાન્યુઆરી, 2021ના રોજ શેર રૂ. 2,610 પર હતો. સોમવારે, તે 2% ઘટીને રૂ. 4,642 પર ટ્રેડ કરી રહ્યો હતો.
આ પણ વાંચો : PMJDY: જનધન ખાતામાં 1.5 લાખ કરોડ રૂપિયાથી વધુ જમા થયા,જાણો યોજનાના આ લાભ વિશે વિગતવાર
આ પણ વાંચો : રાહતના સમાચાર : ઓપેક દેશોની આ પહેલથી ટૂંક સમયમાં ક્રૂડ ઓઈલના ભાવ આસમાનથી જમીન પર ઉતરશે