PayTM Buyback Offer : IPO ના 13 મહિના પછી PayTM 850 કરોડના શેર બાયબેક કરશે

|

Dec 14, 2022 | 7:04 AM

Paytm એ ફાઈલિંગમાં જણાવ્યું હતું કે કંપની રૂપિયા 850 કરોડ સુધી (બાયબેક ટેક્સ અને અન્ય ટ્રાન્ઝેક્શન ખર્ચ સિવાય) મહત્તમ રૂપિયા 810 પ્રતિ શેરના ભાવે બાયબેક કરશે અને આ માટે કંપનીએ ઓપન માર્કેટ રૂટ પસંદ કર્યો છે.

PayTM Buyback Offer : IPO ના 13 મહિના પછી PayTM 850 કરોડના શેર બાયબેક કરશે
PayTM

Follow us on

Paytm ની પેરન્ટ કંપની One97 Communications એ મંગળવારે રૂપિયા 850 કરોડની શેર બાયબેક યોજના રૂપિયા 810 પ્રતિ શેરના ભાવે જાહેર કરી છે. કંપનીએ એક નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે કંપનીએ બાયબેક પ્રોગ્રામ માટે ઓપન માર્કેટ વિકલ્પ પસંદ કર્યો છે અને છ મહિનામાં પ્રક્રિયા પૂર્ણ કરવાની અપેક્ષા છે. IPO ફ્લોપ થયાના લગભગ એક વર્ષ પછી Paytmની પેરેન્ટ કંપની One 97 Communications શેર બાયબેકની યોજના બનાવી રહી છે. મંગળવારે કંપનીનો શેર 9.65 રૂપિયા મુજબ 1.83% ના વધારા સાથે 538.40 ઉપર બંધ થયો હતો. આ શેરના રોકાણકારોને છેલ્લા 1 વર્ષમાં 64 ટકાથી વધુનું નુકસાન સહન કરવું પડ્યું છે.

50% પ્રીમિયમ પર બાયબેક

Paytm એ ફાઈલિંગમાં જણાવ્યું હતું કે કંપની રૂપિયા 850 કરોડ સુધી (બાયબેક ટેક્સ અને અન્ય ટ્રાન્ઝેક્શન ખર્ચ સિવાય) મહત્તમ રૂપિયા 810 પ્રતિ શેરના ભાવે બાયબેક કરશે અને આ માટે કંપનીએ ઓપન માર્કેટ રૂટ પસંદ કર્યો છે. મહત્તમ છ મહિનાના સમયગાળામા પ્રક્રિયા પૂર્ણ કરવાનું નક્કી કરાયું છે. શેર દીઠ રૂ. 810ની મહત્તમ બાયબેક કિંમત જે મીટિંગની તારીખે બંધ ભાવ કરતાં 50 ટકા વધુ છે.

બાયબેકમાં કુલ કિંમત કેટલી હશે

રૂ. 850 કરોડનું સંપૂર્ણ બાયબેક અને લાગુ બાયબેક ટેક્સ સાથે કંપનીને અંદાજે કુલ રૂ. 1,048 કરોડથી વધુ ખર્ચ થવાની અપેક્ષા છે. કંપનીએ જણાવ્યું હતું કે તે લાંબા ગાળાના મૂલ્ય નિર્માણ માટે ટેક્નોલોજી, વેચાણ, માર્કેટિંગ અને અન્ય ક્ષેત્રોમાં રોકાણ કરવાનું ચાલુ રાખશે. કંપનીએ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે Paytm બોર્ડે નિર્ધારિત કર્યું છે કે સરપ્લસ લિક્વિડિટી છે જે શેરના બાયબેક પર ખર્ચ કરી શકાય છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

IPOના એક વર્ષ પછી બાયબેક આવ્યું

કંપનીના છેલ્લા કમાણીના અહેવાલ મુજબ કંપની પાસે રૂ. 9,182 કરોડની લીકવીડિટી છે. ખાસ વાત એ છે કે Paytmનું બાયબેક લિસ્ટિંગના 13 મહિનાથી ઓછા સમયમાં આવી રહ્યું છે. હાલમાં કંપનીનો શેર IPOના ભાવથી 75 ટકા નીચે છે. કંપનીના IPOની કિંમત રૂ. 2,150 હતી જેમાંથી કંપનીએ રૂ. 18,300 કરોડ એકત્ર કર્યા હતા તે દેશનો સૌથી મોટો IPO પણ હતો.

શેરનું બાયબેક શું છે?

ચાલો પહેલા સમજીએ કે Paytm તેના શેરધારકોને રાહત આપવા માટે બાયબેક કરવાનું વિચારી રહી છે. સામાન્ય રીતે, શેર બાયબેક હેઠળ, કંપની તેના રોકાણકારો પાસેથી તેના પ્રીમિયમ ભાવે શેર ખરીદે છે. શેર બાયબેક એ બજારમાં પ્રવાહિતાને સંતુલિત કરવા માટે કોર્પોરેટ ક્રિયાનો એક ભાગ છે.

Next Article