Share Market : નબળાં વૈશ્વિક સંકેત સાથે ભારતીય શેરબજાર(Share Market)માં આજે નબળી શરૂઆત થઇ છે. બંને મુખ્ય ઇન્ડેક્સ લાલ નિશાન નીચે ખુલ્યા છે. એક ટકા આસપાસના ઘટાડા સાથે કારોબારની શરૂઆત થઇ છે. મંગળવારે સેન્સેક્સ 16.17 પોઈન્ટ અથવા 0.03% વધીને 53,177.45 પર અને નિફ્ટી 18.15 પોઈન્ટ અથવા 0.11% વધીને 15,850.20 બંધ થયો હતો. આજે ઇન્ડેક્સ 52,623.15 ઉપર ખુલ્યો છે. છેલ્લા બંધ સ્તર કરતા સૂચકઆંક 554.30 અંક અથવા 1.04% ઘટાડા સાથે ખુલ્યો છે. નિફટીની વાત કરીએતો ઇન્ડેક્સએ 15,701.70 ઉપર કારોબારની શરૂઆત કરી છે જે 148.50 પોઇન્ટ અથવા 0.94% નીચે છે.
વૈશ્વિક બજારોમાંથી નબળાઈના સંકેત મળી રહ્યા છે. સારી શરૂઆત બાદ અમેરિકી બજારોમાં ઘટાડો જોવા મળ્યો છે. ડાઉ જોન્સ દિવસના ઊંચા સ્તરેથી સરકીને દિવસની નીચી સપાટીએ બંધ રહ્યો હતો. ડાઉ દિવસના ઉચ્ચ સ્તરેથી 950 પોઈન્ટ ઘટીને બંધ થયો છે. આ સિવાય નાસ્ડેકમાં 3 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. અમેરિકામાં નબળા ગ્રાહક વિશ્વાસના ડેટાએ બજારનો મૂડ બગાડ્યો છે. એનર્જી શેરો સિવાય તમામ સેક્ટરમાં વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે. જોકે યુરોપિયન બજારોમાં 0.5 ટકાનો વધારો જોવા મળ્યો છે. એશિયન માર્કેટની વાત કરીએ તો અહીં પણ વેચવાલીનો દબદબો જોવા મળી રહ્યો છે.SGX નિફ્ટી 170 પોઈન્ટ્સ ડાઉન છે અને આ ઈન્ડેક્સ લાલ નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યો છે.
દેશની સૌથી મોટી કોમર્શિયલ વાહન નિર્માતા કંપની ટાટા મોટર્સે તેની કોમર્શિયલ વ્હિકલ પ્રાઇસ રેન્જની કિંમતોમાં વધારો(Tata Motors Price Hike) કરવાની જાહેરાત કરી છે. કંપનીએ કિંમતમાં 1.5-2.5%નો વધારો કર્યો છે, જે 1 જુલાઈ, 2022 થી વિવિધ મોડલ્સ અને વેરિઅન્ટના આધારે સમગ્ર શ્રેણીમાં લાગુ થશે. કંપનીએ તેની પાછળનું કારણ ખર્ચમાં વધારો દર્શાવ્યો છે. કંપનીએ કહ્યું કે અમે અમારા સ્તરેથી વધેલા ખર્ચના બોજને સમાયોજિત કરવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરીએ છીએ.
સપ્તાહના બીજા કારોબારી દિવસે મંગળવારે શેરબજાર મામૂલી વધારા સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 16.17 પોઈન્ટ અથવા 0.03% વધીને 53,177.45 પર અને નિફ્ટી 18.15 પોઈન્ટ અથવા 0.11% વધીને 15,850.20 બંધ થયો હતો. સૌથી વધુ ઘટાડો આઈટી શેરોમાં થયો હતો. ઓએનજીસી, હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ, એમએન્ડએમ, કોલ ઈન્ડિયા અને એચડીએફસી લાઈફ નિફ્ટીમાં ટોપ લોઝર હતા. ટાઇટન, એશિયન પેઇન્ટ્સ, બજાજ ફિનસર્વ, ડિવિસ લેબ્સ અને અદાણી પોર્ટ્સ ઘટ્યા હતા. સેક્ટરમાં ઓટો, મેટલ અને ઓઇલ એન્ડ ગેસ ઇન્ડેક્સમાં 1-2%નો ઉછાળો રહ્યો હતો.
Published On - 9:18 am, Wed, 29 June 22