Opening Bell : સારી શરૂઆત બાદ કારોબાર લાલ નિશાન નીચે સરક્યો, ઇથેનોલ મિશ્રિત પેટ્રોલના વેચાણના અહેવાલ બાદ સગુર સ્ટોક્સમાં તેજી

|

Jan 13, 2023 | 9:56 AM

પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે ખૂબ જ ટૂંક સમયમાં બજારમાં 20 ટકા ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ વેચવામાં આવશે. આ કારણે ખાંડના સ્ટોક પર નજર રાખો. ખાસ કરીને પ્રાજ ઈન્ડસ્ટ્રીઝ, દ્વારિકેશ સુગર, બલરામપુર ચીની જેવા શેરોમાં એક્શન જોવા મળી છે.

Opening Bell : સારી શરૂઆત બાદ કારોબાર લાલ નિશાન નીચે સરક્યો, ઇથેનોલ મિશ્રિત પેટ્રોલના વેચાણના અહેવાલ બાદ સગુર સ્ટોક્સમાં તેજી
Sagur stocks rally today
Image Credit source: TV9

Follow us on

ફુગાવામાં નબળાઈને કારણે શેરબજારનું સેન્ટિમેન્ટ સકારાત્મક જોવા  મળ્યું પણ તે મજબૂતી ટકાવી શક્યું ન હતું. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં બજાર તેજી સાથે ખુલ્યું હતું પણ બાદમાં લાલ નિશાન નીચે સરકી ગયું હતું. આજે શુક્રવારે સેન્સેક્સ 86 પોઈન્ટ વધીને 60045 પર અને નિફ્ટી 9 પોઈન્ટ વધીને 17867 પર ખુલ્યો હતો. આ સમયે બેન્ક નિફ્ટી 90 પોઈન્ટ વધીને 42171 પર કારોબાર શરૂ કર્યો હતો. શરૂઆતના કારોબારમાંજ  ગણતરીના સમયમાં આ  તેજી ગાયબ થઈ ગઈ અને સેન્સેક્સમાં 200 પોઈન્ટથી વધુની નબળાઈ નોંધાઈ હતી. પરિણામ બાદ HCLના શેરમાં 1.5 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. શરૂઆતી કારોબારમાં ટાટા સ્ટીલ અને પાવરગ્રીડમાં તેજી દેખાઈ છે.

પેટ્રોલિયમ મંત્રીની જાહેરાત બાદ સુગર સ્ટોક્સ ઉછળ્યા

પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે ખૂબ જ ટૂંક સમયમાં બજારમાં 20 ટકા ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ વેચવામાં આવશે. આ કારણે ખાંડના સ્ટોક પર નજર રાખો. ખાસ કરીને પ્રાજ ઈન્ડસ્ટ્રીઝ, દ્વારિકેશ સુગર, બલરામપુર ચીની જેવા શેરોમાં એક્શન જોવા મળી છે.

Sugar Company Last Price % Chg 52 wk
High
52 wk
Low
Market Cap
(Rs. cr)
Shree Renuka 54.9 0.92 68.75 30.35 11,685.41
Triveni Engg 282.25 0.11 374.5 211.05 6,823.54
Bannariamman 2,777.35 0.04 3,194.00 1,951.05 3,482.71
Bajaj Hindustha 16.05 0.63 22.35 8.35 2,050.16
Dwarikesh Sugar 100.25 0 148.45 79 1,887.72
Dhampur Sugar 235.35 0.99 584.5 196 1,562.43
Uttam Sugar 302.6 0.23 337.15 182 1,154.06
Ugar Sugar Work 102.3 1.24 115.85 30.5 1,150.88
Avadh Sugar 512.5 0.89 885 467.55 1,025.94
Ponni Sugars(E) 573.95 5.08 573.95 206 493.51
Magadh Sugar 311 0.68 455.95 255.9 438.25
Rana Sugars 25.2 1 44.35 21.5 386.99
Mawana Sugars 97.05 0.67 179.7 73.85 379.63
Kothari Sugars 42.8 1.06 52.95 27.75 354.76
KCP Sugar 30.25 0.5 35.75 18.5 342.99
Vishwaraj Sugar 17.5 0.57 26.1 15 328.62
Sakthi Sugars 24.2 1.26 34.4 13.3 287.61
KM Sugar Mills 30 1.01 44.95 22.7 276
Rajshree Sugars 53.9 0.47 69.9 24.9 178.6
Simbhaoli Sugar 25.8 1.18 41.45 18 106.5

આ સ્ટોક્સમાં હલચલ દેખાઈ શકે છે

FSSAI એ બાસમતી ચોખાના ધોરણને જાળવવા અંગે એક નોટિફિકેશન બહાર પાડયું  છે. આ અનુસાર ચોખામાં કોઈ કૃત્રિમ રંગ અથવા સુગંધ ન હોવી જોઈએ, તેને પોલિશ પણ ન કરવા  જોઈએ. આ કારણે KRBL લિમિટેડ અને  ચમન લાલ સેટિયા જેવા શેર ચર્ચામાં આવ્યા છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

શ્રીરામ ફાઇનાન્સમાં 1.73 કરોડ શેરની બ્લોક ડીલ શક્ય છે. PVR-Inox ના મર્જરને મુંબઈ NCLT દ્વારા મંજૂરી આપવામાં આવી છે. Paytm ની પેરેન્ટ કંપની One97 Communications ના શેર આજે ફરી ઘટ્યા છે. કંપનીનો શેર ગુરુવારે 6.16 ટકાના ઘટાડા સાથે રૂ.543.50 પર બંધ રહ્યો હતો. આ ઘટાડા પાછળ ચીનનું અલીબાબા ગ્રુપ  કારણભૂત રહ્યું છે.  એન્ટ ફાઇનાન્શિયલ કંપનીએ બ્લોક ડીલ દ્વારા Paytm ના 2 કરોડ શેર વેચ્યા છે.

Next Article