Opening Bell : વધુ એક સેશનમાં કારોબારની તેજી સાથે શરૂઆત, સેન્સેક્સ અને નિફટીમાં અડધા ટકા સુધી વધારો

|

May 26, 2022 | 9:29 AM

શેરબજારમાં સતત ત્રીજા દિવસે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. ગુરુવારે  સેન્સેક્સ 303 પોઈન્ટના ઘટાડા સાથે 53,749 અને નિફ્ટી 99 પોઈન્ટના ઘટાડા સાથે 16026ના સ્તરે બંધ થયા હતા.

Opening Bell : વધુ એક સેશનમાં કારોબારની તેજી સાથે શરૂઆત, સેન્સેક્સ અને નિફટીમાં અડધા ટકા સુધી વધારો
Symbolic Image

Follow us on

Share Market : સારા વૈશ્વિક સંકેત સાથે આજે પણ ભારતીય શેરબજારમાં કારોબારની શરૂઆત(Opening Bell) લીલા નિશાન હેઠળ થતી જોવા મળી રહી છે. ગુરુવારે  સેન્સેક્સ 303 પોઈન્ટના ઘટાડા સાથે 53,749  ઉપર બંધ થયો હતો. આ સામે આજે ઇન્ડેક્સ 53,950.84 ઉપર ખુલ્યો હતો અને 54,102.36 ના ઉપલા અને 53,950.84 ના નીચલા સ્તરે જોવા મળ્યો હતો. નિફટીની વાત કરીએતો આજે 16,105.00 ઉપર ખુલ્યો હતો. તેજી સાથે 16,129.90 સુધી ઉછળ્યો હતો જયારે નીચલી સપાટીએ 16,065.90 પોઇન્ટ ઉપર જોવા મળ્યો હતો. ગુરુવારે નિફ્ટી 99 પોઈન્ટના ઘટાડા સાથે 16026ના સ્તરે બંધ થયો હતો.

વૈશ્વિક બજારના મજબૂત સંકેત

વૈશ્વિક બજારોમાંથી સારા સંકેતો જોવા મળી રહ્યા છે. બુધવારના ટ્રેડિંગ સેશન દરમિયાન યુએસ બજારો લાભ સાથે બંધ થયા હતા પરંતુ સમગ્ર ટ્રેડિંગ ડે માર્કેટમાં ભારે વોલેટિલિટી પણ જોવા મળી હતી. 500 પોઈન્ટની રેન્જમાં વેપાર વચ્ચે ડાઉ જોન્સ 200 પોઈન્ટની ઉપર બંધ રહ્યો હતો. આ સિવાય નાસ્ડેક 1.5 ટકા વધીને બંધ રહેવામાં સફળ રહ્યો હતો. આઈટી શેરોમાં સારો ઉછાળો જોવા મળ્યો છે. આઈટીમાં રિકવરીથી બજારનો મૂડ સુધર્યો હતો અને કન્ઝ્યુમર શેરોમાં વધુ એક્શન જોવા મળી હતી.  ફેડની બેઠકમાં કહેવામાં આવ્યું હતું કે ઘણી આગામી પોલિસીમાં 0.5%નો વધારો થશે. બીજી તરફ યુરોપિયન બજારોમાં 0.5 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. એશિયન માર્કેટની વાત કરીએ તો અહીં પણ તેજીનો મૂડ છે અને SGX નિફ્ટીમાં 100 પોઈન્ટથી વધુનો ઉછાળો જોવા મળી રહ્યો છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

કોમોડિટી અપડેટસ

  • ડૉલર ઇન્ડેક્સ સુધર્યો અને 102 ડોલરને વટાવી ગયો
  • કોમોડિટી માર્કેટમાં રેન્જ ટ્રેડિંગ
  • બ્રેન્ટ 114 ડોલર નજીક ટ્રેડ થયું
  • યુએસ ક્રૂડ ઓઈલના ભંડારમાં 1 મિલિયન બેરલનો ઘટાડો થયો છે
  •  સોનું અને ચાંદી રેન્જમાં છે

છેલ્લા સત્રનો કારોબાર

શેરબજારમાં સતત ત્રીજા દિવસે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટી શરૂઆતના વેપારમાં લાભ જાળવવામાં સક્ષમ રહ્યા ન હતા અને સંપૂર્ણ પ્રારંભિક લાભ ગુમાવ્યા પછી નુકસાન સાથે બંધ થયા હતા. ગુરુવારે  સેન્સેક્સ 303 પોઈન્ટના ઘટાડા સાથે 53,749 અને નિફ્ટી 99 પોઈન્ટના ઘટાડા સાથે 16026ના સ્તરે બંધ થયા હતા. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સમાં તેના ઉપરના સ્તરોથી 630 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે. કારોબારમાં સૌથી મોટો ઘટાડો IT સેક્ટરમાં જોવા મળ્યો હતો.  રિયલ્ટી અને મીડિયા સેક્ટરમાં પણ નુકસાન નોંધવામાં આવ્યું હતું. બીજી તરફ નાણાકીય સેવા ક્ષેત્રમાં વધારો થયો હતો.

Next Article