TATA Steel ના એક શેર સામે મળશે 10 શેર, કંપનીએ સ્ટોક સ્પ્લિટની આ રેકોર્ડ ડેટ જાહેર કરી

ટાટા સ્ટીલના શેર શુક્રવાર 22મી જુલાઈએ લીલા રંગમાં ટ્રેડ થઈ રહ્યા હતા. તેજી સાથે બિઝનેસ શરૂ કર્યા બાદ ઈન્ટ્રાડેમાં શેર રૂ.944 પર પહોંચી ગયો હતો.

TATA Steel ના એક શેર સામે મળશે 10 શેર, કંપનીએ સ્ટોક સ્પ્લિટની આ રેકોર્ડ ડેટ જાહેર કરી
Tata Group
| Edited By: | Updated on: Jul 23, 2022 | 7:07 AM

ટાટા ગ્રૂપ(Tata Group)ની કંપની ટાટા સ્ટીલ(Tata Steel) ટૂંક સમયમાં તેના શેરનું વિભાજન(Stock Split) કરવા જઈ રહી છે. કંપનીએ 1:10 ના ગુણોત્તરમાં સ્ટોકને વિભાજિત કરવાની રેકોર્ડ ડેટ  29 જુલાઈ 2022 નક્કી કરી છે. તાજેતરમાં ત્રિમાસિક પરિણામો જાહેર કરતી વખતે કંપનીએ શેરને સ્પ્લિટ કરવાની જાહેરાત કરી હતી. શેરના વિભાજન પછી ટાટા સ્ટીલનો એક શેર ધરાવતા રોકાણકાર પાસે 10 શેર હશે. ટાટા સ્ટીલના બોર્ડે મે મહિનામાં સ્ટોક સ્પ્લિટને મંજૂરી આપી હતી. કંપનીના બોર્ડે કહ્યું હતું કે મૂડી બજારમાં તરલતા વધારવા, શેરધારકોનો આધાર વિસ્તારવા અને નાના રોકાણકારોને કંપનીના શેર સરળતાથી ઉપલબ્ધ કરાવવાના હેતુથી શેરનું વિભાજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સ્ટોક સ્પ્લિટ શું છે?

સ્ટોક સ્પ્લિટ એટલે શેરની સંખ્યા વધારવી કહેવામાં આવે છે. સામાન્ય રીતે જ્યારે કોઈ કંપનીના શેર ખૂબ મોંઘા થઈ જાય છે ત્યારે નાના રોકાણકારો તે શેરોમાં રોકાણ કરી શકતા નથી. આ સ્થિતિમાં કંપની નાના રોકાણકારોને આકર્ષવા અને બજારમાં માંગ વધારવા માટે સ્ટોકને સ્પ્લિટ કરવાનો નિર્ણય કરે છે. શેર વિભાજન કંપનીમાં શેરની સંખ્યામાં વધારો કરે છે. આમ કરવાથી  કંપનીના માર્કેટ કેપિટલાઇઝેશનને અસર થતી નથી. સ્ટોક સ્પ્લિટ શેરની કિંમત ઘટાડે છે. આનાથી નાના રોકાણકારો માટે શેરોમાં રોકાણ કરવાનું સરળ બને છે. સામાન્ય રીતે વિભાજન પછી તે શેરોમાં થોડો સમય ઉછાળો જોવા મળે છે.

છેલ્લા સત્રમાં શેરનું પ્રદર્શન

ટાટા સ્ટીલના શેર શુક્રવાર 22મી જુલાઈએ લીલા રંગમાં ટ્રેડ થઈ રહ્યા હતા. તેજી સાથે બિઝનેસ શરૂ કર્યા બાદ ઈન્ટ્રાડેમાં શેર રૂ.944 પર પહોંચી ગયો હતો. જોકે, બાદમાં બજાર બંધ થયું ત્યાં સુધીમાં ટાટા સ્ટીલ લાલ નિશાન પર આવી ગયું હતું. BSE માં શેર 0.19 ટકાના ઘટાડા સાથે રૂ.936.05 પર બંધ થયો હતો.

છેલ્લા એક મહિનામાં શેરમાં 11.19 ટકાનો વધારો થયો છે. જોકે, છેલ્લા એક વર્ષના ગાળામાં ટાટા સ્ટીલના શેરમાં 26.52 ટકાનો ઘટાડો થયો છે. એ જ રીતે ટાટા ગ્રુપનો આ શેર છેલ્લા છ મહિનામાં 14.90 ટકા ઘટ્યો છે. વર્ષ 2022માં અત્યાર સુધીમાં આ સ્ટોકના કારણે રોકાણકારોને 18 ટકાનું નુકસાન થયું છે.

NSE માં ટાટા સ્ટીલના શેરની સ્થિતિ

  • છેલ્લો બંધ ભાવ :  935.90 INR+1.60 
  • Mkt cap : 1.14LCr
  • P/E ratio : 2.82
  • Div yield : 5.45%
  • CDP score : B
  • 52-wk high : 1,534.50
  • 52-wk low : 827.00