
Nexus Select Trusts IPO : જો તમે IPOમાં રોકાણ કરવાનું પસંદ કરો છો તો તમારા માટે સારા સમાચાર છે. વધુ એક કંપનીનો IPO 9મી મે 2023ના રોજ માર્કેટમાં આવવા જઈ રહ્યો છે. તમે આ IPOમાં રોકાણ કરીને કમાણી મેળવી શકો છો. જો કે, કોઈપણ આઈપીઓમાં રોકાણ કરતા પહેલા, તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું નહીં કરો તો તમારે આર્થિક નુકસાન પણ સહન કરવું પડી શકે છે. ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ ફર્મ બ્લેકસ્ટોનના નેક્સસ સિલેક્ટ ટ્રસ્ટનો IPO 9 મેના રોજ ખુલવા જઈ રહ્યો છે.
આ ભારતનો પહેલો રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ એટલેકે REIT IPO હશે, જેને રેન્ટલ રિટેલ રિયલ એસ્ટેટ એસેટ્સ દ્વારા સમર્થન આપવામાં આવશે. હાલમાં સ્ટોક એક્સચેન્જો પર ત્રણ લિસ્ટેડ REIT છે પરંતુ તમામ ઓફિસ એસેટ દ્વારા સપોર્ટેડ છે. કંપની તેના રિટેલ REIT IPO દ્વારા રૂ. 3,200 કરોડ એકત્ર કરશે.
નેક્સસ સિલેક્ટ ટ્રસ્ટનો IPO 9 મેના રોજ ખુલશે. એન્કર ઇન્વેસ્ટર્સ માટે ઇશ્યૂ થોડો વહેલો એટલે કે 8મી મેના રોજ ખુલશે. રોકાણકારો તેમાં 11 મે સુધી બિડ કરી શકશે. IPO બિડિંગ પૂર્ણ થયા બાદ તેના શેરની ફાળવણી 16 મેના રોજ થશે. જેમને 17 મેના રોજ શેર નહીં મળે તેવા રોકાણકારોના ખાતામાં પૈસા પરત કરવામાં આવશે. તે 19 મેના રોજ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થઈ શકે છે. IPOનું કુલ કદ 3200 કરોડ છે. તેમાંથી રૂ. 1400 કરોડના શેર જારી કરવામાં આવશે. જ્યારે હાલના રૂ. 1,800 કરોડના રોકાણકારો તેમના શેર વેચાણ માટે મૂકશે.
કંપનીના દેશના 14 મોટા શહેરોમાં લગભગ 17 મોલ છે. આ તમામ શોપિંગ મોલ 1 કરોડ ચોરસ ફૂટમાં ફેલાયેલા છે, જેનું માર્કેટ 24,400 કરોડ રૂપિયા છે. કંપનીએ દેશનું પ્રથમ REIT એમ્બેસી ઓફિસ પાર્ક અને પછી માઇન્ડસ્પેસ બિઝનેસ પાર્ક REIT લોન્ચ કર્યું છે. નેક્સસ સિલેક્ટ ટ્રસ્ટે દક્ષિણ દિલ્હીમાં સિલેક્ટ સિટીવોક મોલનો પણ સમાવેશ કર્યો છે. ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ ફર્મ બ્લેકસ્ટોન-પ્રાયોજિત નેક્સસ સિલેક્ટ ટ્રસ્ટે તેના IPO માટે માર્કેટ રેગ્યુલેટર સેબી પાસે તેનો ઓફર ડોક્યુમેન્ટ ફાઇલ કર્યો છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…