Multibagger Stock: રોકાણકારોના 1 લાખ રૂપિયા 3 વર્ષમાં બન્યા 5.67 કરોડ, શું છે આ સ્ટોક તમારા પોર્ટફોલિયોમાં?

|

Dec 14, 2021 | 7:40 AM

આ મલ્ટીબેગર પેની સ્ટોકના શેરની પ્રાઇસ હિસ્ટ્રી મુજબ Flomik Global Logisticsના શેરની કિંમત છેલ્લા 6 મહિનામાં રૂ. 10.37 થી વધીને રૂ. 208.20 થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન શેરમાં લગભગ 1,913 ટકાનો વધારો જોવા મળ્યો છે.

Multibagger Stock: રોકાણકારોના 1 લાખ રૂપિયા 3 વર્ષમાં બન્યા 5.67 કરોડ, શું છે આ સ્ટોક તમારા પોર્ટફોલિયોમાં?
Symbolic Image

Follow us on

Multibagger Stock: છેલ્લા બે વર્ષમાં ઘણા શેરોએ તેમના શેરધારકોને ઉત્તમ વળતર આપ્યું છે. રોકાણકારને માલામાલ બનાવવામાં ફ્લોમિક ગ્લોબલ લોજિસ્ટિક્સ(Flomic Global Logistics)ના શેર્સ પણ પેની સ્ટોક્સની યાદીમાં સમાવિષ્ટ મલ્ટિબેગર શેરો પૈકીનો એક છે. શેર પ્રતિ શેર 0.35 થી વધીને રૂ. 216.30 પ્રતિ શેર સુધી પહોંચ્યો છે. જે લગભગ 3 વર્ષમાં 567 ગણો વધ્યો છે.

શેરની પ્રાઇસ હિસ્ટ્રી
આ મલ્ટીબેગર પેની સ્ટોકના શેરની પ્રાઇસ હિસ્ટ્રી મુજબ Flomik Global Logisticsના શેરની કિંમત છેલ્લા 6 મહિનામાં રૂ. 10.37 થી વધીને રૂ. 208.20 થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન શેરમાં લગભગ 1,913 ટકાનો વધારો જોવા મળ્યો છે. વાર્ષિક ધોરણે આ પેની સ્ટોક વર્ષ 2021 માં રૂ 1.95 ના સ્તરથી વધીને 208.20 ના સ્તરે પહોંચ્યો જેણે 10,176 ટકા વળતર આપ્યું.૨૮ માર્ચ 2019ના રોજ ૦.૩૫ રૂપિયા ઉપર ટ્રેડ થયેલો શેર આજે 56,600% ઉપર 208.20રૂપિયાની સપાટી ઉપર છે.

રોકાણકારોને કેટલો ફાયદો થયો
જો કોઈ રોકાણકારે ત્રણ વર્ષ પહેલા આ પેની સ્ટોકમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તેના 1 લાખ રૂપિયા 5.67 કરોડ થઈ ગયા છે. સામાન્ય રીતે જેઓ પેની સ્ટોકમાં રોકાણ કરે છે તેઓ કંપનીની કામગીરી વિશે ડરતા રહે છે. અમુક અંશે ફ્લોમિક ગ્લોબલ લોજિસ્ટિક્સનું પણ આવું જ છે. જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો 17.65% ઘટ્યો હતો. ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં તે રૂ 85 લાખની સરખામણીએ ઘટીને રૂ. 70 લાખ પર આવી ગયું છે. 28 ઓક્ટોબર 2021ના રોજ આ સ્ટોક 52-સપ્તાહની ટોચે પહોંચ્યો હતો અને તે રૂ. 216 પર પહોંચ્યો હતો. એ જ રીતે 8 ડિસેમ્બર 2020 ના રોજ આ સ્ટોક 52-સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યો હતો અને તે 1.53 રૂપિયાના સ્તરે નીચે આવ્યો હતો.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

મલ્ટીબેગર સ્ટોક વિશે જાણો
મલ્ટિબેગર શેરો એવા શેરો છે જે રોકાણકારોને રોકાણના મૂલ્યની સામે અનેક ગણું વળતર આપે છે. જો કે, આવા શેરને યોગ્ય રીતે ઓળખવા મહત્વપૂર્ણ છે. અનુભવી રોકાણકાર પીટર લિન્ચના જણાવ્યા અનુસાર જે રોકાણકારો મલ્ટિબેગરને યોગ્ય રીતે ઓળખી શકે છે અને તેમાં લાંબા સમય સુધી તેમનું રોકાણ રાખે છે તેમની સંપત્તિ આગામી વર્ષોમાં ઝડપથી વધે છે.

નોંધ : શેરમાં રોકાણ શેરબજારના જોખમને આધીન છે. અહેવાલનો હેતુ માત્ર તમારા સુધી માહિતી પહોંચાડવાનો છે. રોકાણ દ્વારા નફા કે નુકસાન સાથે અહેવાલનો કોઈ સંબંધ રહેશે નહિ. કૃપા કરી રોકાણ પહેલા તમારા આર્થિક સલાહકારની મદદ અવશ્ય લેવી.

 

આ પણ વાંચો : સામાન્ય માણસને ફરી એક મોટો ઝટકો! નવેમ્બર મહિનામાં છૂટક ફૂગાવાના દરમાં થયો વધારો

આ પણ વાંચો : Elon Musk : એલોન મસ્ક ટાઈમના પર્સન ઓફ ધ યર બન્યા, મેગેઝિને કહ્યું – પૃથ્વી પર અને તેની બહાર તેમના જેટલો પ્રભાવશાળી ભાગ્યે જ કોઈ હશે

Next Article