હાલના સમયમાં ઘણા મલ્ટિબેગર પેની સ્ટોક્સે(Multibagger penny stocks) રોકાણકારોને તેમના રોકાણ ઘણું સારું વળતર આપ્યું છે. કેટલાક શેરો એવા છે જેણે તેમના શેરધારકોને માત્ર ગણતરીના સમયમાં જ અમીર બનાવી દીધા છે. Pilita ના શેરની બજારમાં સ્થિતિ આનું ઉત્તમ ઉદાહરણ છે. આ પેની સ્ટોકે માત્ર 12 ટ્રેડિંગ સેશનમાં તેના શેરધારકોના નાણાં બમણા કરી દીધા છે.
જો તમે Pilita ના શેરના ભાવ ઇતિહાસ પર નજર નાખો તો, આ પેની સ્ટોક નવા વર્ષની શરૂઆત પહેલા જ વેચાણના દબાણ હેઠળ હતો અને તે પણ રૂ. 5.90ના 52 સપ્તાહના નીચલા સ્તરને સ્પર્શી ગયો હતો.
27 ડિસેમ્બર 2021ના રોજ શેર રૂ. 7.45 પર બંધ થયો હતો જ્યારે 14 જાન્યુઆરી, 2022ના રોજ NSE પર રૂ. 14.45 પર દેખાયો હતો. માત્ર 12 ટ્રેડિંગ સેશનમાં, શેરે 100 ટકા આસપાસ વળતર આપ્યું છે.
10.40 રૂપિયા પર નવો બ્રેકઆઉટ આપ્યા બાદ પિલિટાના શેરમાં વધારો થયો છે. આગામી ટ્રેડિંગ સેશનમાં આ શેરમાં થોડો ફાયદો જોવા મળી શકે છે પરંતુ આ પેની સ્ટોક માટે એકંદરે સેન્ટિમેન્ટ તેજીનું છે. ટૂંકા ગાળામાં આ સ્ટોક રૂપિયા 19-20ની સપાટી બતાવી શકે છે.
મલ્ટીબેગર સ્ટોક વિશે જાણો
મલ્ટિબેગર શેરો એવા શેરો છે જે રોકાણકારોને રોકાણના મૂલ્યની સામે અનેક ગણું વળતર આપે છે. જો કે, આવા શેરને યોગ્ય રીતે ઓળખવા મહત્વપૂર્ણ છે. અનુભવી રોકાણકાર પીટર લિન્ચના જણાવ્યા અનુસાર જે રોકાણકારો મલ્ટિબેગરને યોગ્ય રીતે ઓળખી શકે છે અને તેમાં લાંબા સમય સુધી તેમનું રોકાણ રાખે છે તેમની સંપત્તિ આગામી વર્ષોમાં ઝડપથી વધે છે.
નોંધ : શેરમાં રોકાણ શેરબજારના જોખમને આધીન છે. અહેવાલનો હેતુ માત્ર તમારા સુધી માહિતી પહોંચાડવાનો છે. રોકાણ દ્વારા નફા કે નુકસાન સાથે અહેવાલનો કોઈ સંબંધ રહેશે નહિ. કૃપા કરી રોકાણ પહેલા તમારા આર્થિક સલાહકારની મદદ અવશ્ય લેવી.
આ પણ વાંચો : IT Refund : આવકવેરા વિભાગે કરદાતાઓને 1.54 લાખ કરોડ રૂપિયા રિફંડ આપ્યું, જાણો તમારા રિફંડનું સ્ટેટ્સ અહેવાલની મદદથી