
શેરબજાર (Stock Market) એક એવું પ્લેટફોર્મ છે જ્યાં તમારા દ્વારા રોકેલા (Investment) નાણા અનેક ગણા વધી શકે છે. જો કે, તેમાં એક જોખમ પરિબળ પણ સામેલ છે. FD હોય, પોસ્ટ ઓફિસની કોઈ સ્કીમ હોય કે અન્ય કોઈ રોકાણ યોજના, ભાગ્યે જ એવું બને કે તમારા 1 લાખ રૂપિયા ફક્ત એક વર્ષમાં 3 લાખ રૂપિયાથી વધુ બની જાય છે. શેરબજારમાં એક સ્ટોક છે, જેણે આ સિદ્ધિ હાંસલ કરી છે. આવો જાણીએ આ કઈ કંપની છે અને કેવી રીતે આટલું મજબૂત વળતર આપ્યું.
આટલું વધારે વળતર આપનારી કંપનીનું નામ નોલેજ મરીન એન્ડ એન્જિનિયરિંગ વર્ક્સ લિમિટેડ છે. આ કંપનીનો શેર એક વર્ષ પહેલા 513 રૂપિયાની નજીક હતો જે હવે 1585 રૂપિયા પર પહોંચી ગયો છે. તેથી જો કોઈએ તેમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય. તેના 1 લાખ રૂપિયા 3 લાખ કરતા પણ વધારે થઈ ગયા હોય અને તે પણ માત્ર 1 વર્ષના સમયગાળા દરમિયાન.
મંગળવારના કારોબારની વાત કરીએ તો નોલેજ મરીન એન્ડ એન્જિનિયરિંગ વર્ક્સ લિમિટેડનો શેર સમાચાર લખાય છે ત્યાં સુધી 9.80 ટકાના વધારા સાથે રૂ. 1596.80 પર ટ્રેડ કરી રહ્યો છે. છેલ્લા એક મહિનામાં આ કંપનીએ રોકાણકારોને 50 ટકાનું મજબૂત વળતર આપ્યું છે. 6 મહિનાનો સરેરાશ આંકડો જુઓ, આ કંપનીએ 56 ટકા વળતર આપ્યું છે. 6 મહિના પહેલા એટલે કે 22 ફેબ્રુઆરીના રોજ આ કંપનીનો શેર 1027 રૂપિયાની નજીક હતો જે હવે 1596 રૂપિયાની ઉપર છે.
આ પણ વાંચો : ભારતની આર્થિક છલાંગ માટે ઉત્તર પ્રદેશ શા માટે મહત્વનું છે ? જાણો..
નોલેજ મરીન એન્ડ એન્જિનિયરિંગ વર્ક્સ લિમિટેડને તાજેતરમાં મ્યાનમાર પોર્ટ ઓથોરિટી તરફથી વર્ક ઓર્ડર મળ્યો છે. આ કંપનીને યંગુન નદીમાં ડ્રેજિંગ અને મેઇન્ટેનન્સ કરવા માટે આ ઓર્ડર આપવામાં આવ્યો છે. બીજા ઓર્ડર હેઠળ, તે 1 ઓક્ટોબરથી 6 મહિનામાં પૂર્ણ કરવાનું રહેશે. કંપનીનો આ ઓર્ડર લગભગ $2,199,990નો છે. તેથી આ કંપનીમાં રોકાણકારોનો વિશ્વાસ પણ અકબંધ છે. જેનો પુરાવો આ કંપનીના શેરની ઝડપી વૃદ્ધિ છે.
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે. બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. તેથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. TV9 ગુજરાતી ક્યારેય કોઈ રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.