Most Expensive Shares In India : ભારતીય શેરબજારની આ કંપનીઓના શેર ખરીદવા લખપતિ બનવું પડશે, એક શેરનો ભાવ તો TATA ની એક કારની કિંમત બરાબર છે

Most Expensive Shares In India : MRF એક એવી કંપની છે જેના શેરની કિંમત 96 હજાર સુધી પહોંચી ગઈ હતી.NSE પર ઉપલબ્ધ માહિતી મુજબ, MRF એટલેકે મદ્રાસ રબર ફેક્ટરીના સ્ટોકે નવેમ્બર 2022માં 96,000ની ઊંચી સપાટી બનાવી હતી.

Most Expensive Shares In India : ભારતીય શેરબજારની આ કંપનીઓના શેર ખરીદવા લખપતિ બનવું પડશે, એક શેરનો ભાવ તો TATA ની એક કારની કિંમત બરાબર છે
| Edited By: | Updated on: Mar 14, 2023 | 9:06 AM

શેરબજારમાં રોકાણ એ તમારા પૈસા વધારવાની એક લોકપ્રિય રીત છે. આના દ્વારા તમે યોગ્ય સમયે યોગ્ય કંપનીમાં રોકાણ કરીને સારો નફો કમાઈ શકો છો. જો કે, આ માટે તે ખૂબ જ જરૂરી છે કે તમારી પાસે બજારની યોગ્ય જાણકારી હોય. જો તમે પણ નવા રોકાણકાર છો, તો રોકાણને લઈને તમારા મનમાં ઘણા પ્રશ્નો હશે. ઘણીવાર જે લોકો શેરબજારમાં રોકાણ કરવા માગે છે તેઓ રોકાણ માટે જરૂરી ન્યૂનતમ રકમ વિશે જાણવા માગે છે. શેર માર્કેટમાં રોકાણ કરવા માટે તમારે કેટલી રકમ જોઈએ? આમતો નાની રકમથી રોકાણ શરૂ કરી શકાય છે પણ મનમાં પ્રશ્ન ઉઠે કે સૌથી મોંઘો શેર કયો અને કેટલા રૂપિયાનો છે? હેવામાં અમે તમને દેશના 10 સૌથી મોંઘા શેર અને તેની કિંમત જણાવી રહ્યા છીએ.

દેશમાં સૌથી મોંઘો શેર MRF નો છે.

MRF એક એવી કંપની છે જેના શેરની કિંમત 96 હજાર સુધી પહોંચી ગઈ હતી.NSE પર ઉપલબ્ધ માહિતી મુજબ, MRF એટલેકે મદ્રાસ રબર ફેક્ટરીના સ્ટોકે નવેમ્બર 2022માં 96,000ની ઊંચી સપાટી બનાવી હતી. જો કે હાલની કિંમત 83,200 રૂપિયા છે. ભારતમાં BSE/NSE પર લિસ્ટેડ તમામ કંપનીઓમાં MRFના શેરની કિંમત સૌથી વધુ છે. આ સ્ટૉકની લાઈફ ટાઈમ હાઈ પ્રાઇસ 98,599 રૂપિયા છે.એપ્રિલ 1993માં MRFના શેર બજારમાં આવ્યા. તે સમયે IPOમાં શેરનો ભાવ રૂપિયા 10 હતો પરંતુ છેલ્લા 30 વર્ષમાં શેરની કિંમત 98 હજારના સ્તરે પહોંચી ગઈ છે.

Top -10 Most Expensive Shares In India(13 Mar, 3:30 pm)

SL No. Stocks Stock Price (₹)
1 MRF Ltd 83,200.00
2 Page Industries Ltd 36,259.00
3 Honeywell Auto (I)Ltd 34,950.00
4 Shree Cement Ltd 25,571.45
5 3M India Ltd 23,495.05
6 Abbott India Ltd 20,242.00
7 Nestle India Ltd 18,347.00
8 Bosch Ltd 18,000.05
9 P&G Hygiene & Health Care Ltd 13,580.00
10 Kama Holdings Ltd 12,050.30

આમતો શેરબજારમાં રોકાણ કરવા હજારો રૂપિયાની જરૂર નથી. તમે ઓછા પૈસામાં પણ તમારી રોકાણ યાત્રા શરૂ કરી શકો છો. ભારતીય શેરબજારમાં રોકાણ કરવા માટે તમારે કંપનીનો ઓછામાં ઓછો એક શેર ખરીદવો પડશે.તમારા રોકાણની રકમ પણ તે કંપનીના શેર પર આધારિત છે. જો તમે નવા રોકાણકાર છો, તો તમારે થોડી રકમથી રોકાણ કરવાનું શરૂ કરવું જોઈએ. ઉપરાંત, તમારે ધ્યાન આપવું જોઈએ કે તમારું સંશોધન પૂર્ણ થયું છે. આ માટે તમે નિષ્ણાતનો અભિપ્રાય પણ લઈ શકો છો.

 

Published On - 9:01 am, Tue, 14 March 23