દેશની સૌથી મોટી વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC)ના આઈપીઓ(IPO) અંગે મોટા સમાચાર આવ્યા છે. કેટલાક વિશ્લેષકોના અંદાજ કરતાં સરકાર લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા આઈપીઓની કિંમત અલગ રાખી શકે છે. કેટલાક વિશ્લેષકોએ એવું પણ અનુમાન કર્યું હતું કે તે ભારતની સૌથી મૂલ્યવાન કંપની હશે. માર્ચ ક્વાર્ટરમાં LICનો IPO આવવાની ધારણા છે. LICમાં સરકારનો 100 ટકા હિસ્સો છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (રૂ. 16 લાખ કરોડ) અને TCS (રૂ. 13.8 લાખ કરોડ) જેવી કંપનીઓની સરખામણીએ એક અંકમાં તેનું મૂલ્ય રહી શકે છે. જો કે કન્ઝર્વેટિવ વેલ્યુએશન પર પણ પ્રારંભિક જાહેર ભરણું (IPO) દેશમાં સૌથી મોટું હશે.
મીડિયાના અહેવાલ મુજબ એલઆઈસી પોલિસીધારકોને આઈપીઓમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવા ડિસ્કાઉન્ટ પર ગ્રાહકોને શેર ઈશ્યુ કરશે. કોર્પોરેશન ભવિષ્યમાં પોલિસીધારકની ભાગીદારી માટે આતુર છે, સરપ્લસના વિતરણમાં ફેરફાર થશે. હાલમાં LIC તેના સરપ્લસના માત્ર 5 ટકા શેરધારકોને વહેંચે છે જ્યારે 10 ટકાની છૂટ છે. બાકીની રકમ પોલિસીધારકોને વહેંચવામાં આવી રહી છે. કન્ઝર્વેટિવ વેલ્યુએશન રિટેઇલ રોકાણકારો માટે સરળ બનાવશે.
હાલમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની માલિકીની SBI લાઈફ ઈન્સ્યોરન્સનું માર્કેટ કેપ રૂ. 1.2 લાખ કરોડ છે જ્યારે એસેટ અંડર મેનેજમેન્ટ રૂ. 2.4 લાખ કરોડ છે. LICની AUM લગભગ 15 ગણી વધારે છે. આના કારણે 15 લાખ કરોડથી વધુના મૂલ્ય માટે પ્રેરિત કરાયું હતું.
જ્યારે સરકારે જનરલ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન અને ન્યુ ઈન્ડિયા એશ્યોરન્સ જેવી જાહેર ક્ષેત્રની કંપનીઓ માટે મહત્વકાંક્ષી કિંમત નિર્ધારિત કરી હતી ત્યારે એલઆઈસીએ તેના ઈશ્યુમાં રોકાણ કર્યું હતું અને તેને સમર્થન આપ્યું હતું. આ વખતે ઈશ્યુની સફળતા બજારની માંગ પર નિર્ભર રહેશે.
સૂચિત IPO પહેલા ઇન્શ્યુરન્સ જાયન્ટ LIC એ માર્ચ 2021 ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ માટે તેની સંપત્તિની ગુણવત્તામાં સુધારો કર્યો છે. ભારતીય જીવન વીમા નિગમના તાજેતરના વાર્ષિક અહેવાલ મુજબ કુલ રૂ. 4,51,303.30 કરોડ પોર્ટફોલિયોમાંથી 31 માર્ચ, 2021 ના રોજ નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (NPAs) રૂ.35,129.89 કરોડ રૂપિયા રહી છે.
સબ-સ્ટાન્ડર્ડ અસ્કયામતો રૂ. 254.37 કરોડ છે જ્યારે શંકાસ્પદ અસ્કયામતો રૂ. 20,369.17 કરોડ છે અને ખોટની અસ્કયામતો રૂ. 14,506.35 કરોડ છે. તે જણાવે છે કે IRDAI માર્ગદર્શિકા મુજબ નોન-પરફોર્મિંગ એસેટ માટે એકાઉન્ટ બુકમાં રૂ. 34,934.97 કરોડ આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો : Petrol Diesel Price Today : પેટ્રોલ અને ડીઝલની નવી કિંમતો જાહેર થઇ, જાણો શું છે તમારા શહેરમાં ઇંધણની કિંમત