LIC IPO : દેશના સૌથી મોટા IPO ને 3 ગણું સબ્સ્ક્રિપ્શન મળ્યું, શેરની 12 મેના રોજ ફાળવણી અને 17 એ લિસ્ટિંગ થશે

|

May 10, 2022 | 8:03 AM

ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ કેટેગરીના શેર 2.83 ગણા સબસ્ક્રાઇબ થયા હતા. આ કેટેગરી માટે આરક્ષિત 3.95 કરોડ શેર માટે 11.20 કરોડ બિડ કરવામાં આવી હતી. બિન-સંસ્થાકીય રોકાણકારોની શ્રેણી હેઠળ, 2,96,48,427 શેર ઓફર કરવામાં આવ્યા હતા જેના માટે 8,61,93,060 બિડ કરવામાં આવી હતી.

LIC IPO : દેશના સૌથી મોટા IPO  ને  3 ગણું સબ્સ્ક્રિપ્શન મળ્યું, શેરની 12 મેના રોજ ફાળવણી અને 17 એ લિસ્ટિંગ થશે
LIC IPO

Follow us on

લગભગ ત્રણ ગણા સબસ્ક્રિપ્શન સાથે સોમવારે LIC IPO બંધ થયો છે. સ્થાનિક રોકાણકારોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો જ્યારે વિદેશી રોકાણકારોની પ્રતિક્રિયા ઠંડી રહી હતી. દેશના ઈતિહાસમાં આ સૌથી મોટો આઈપીઓ છે. દેશની સૌથી મોટી જીવન વીમા કંપનીમાં તેના 3.5 ટકા હિસ્સાના વેચાણથી સરકારને રૂ. 20,500 કરોડ  મળશે. જો કે, વિદેશી રોકાણકારોની ઓછી ભાગીદારીને સરકાર દ્વારા નકારી કાઢવામાં આવી હતી અને કહ્યું હતું કે તે ‘આત્મનિર્ભર ભારત’નું ઉદાહરણ છે અને આ ઈશ્યુને રોકાણકારોના વિવિધ વર્ગો તરફથી મજબૂત સમર્થન મળ્યું છે. LIC IPO 4મી મેના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલ્લું હતું અને 9મી મેના રોજ બંધ થયું હતું.

LICના IPO હેઠળ 16,20,78,067 શેર ઓફર કરવામાં આવ્યા હતા પરંતુ તેની સરખામણીમાં 2.95 ગણી બિડ કરવામાં આવી છે. સાંજે 7 વાગ્યા સુધીના શેરબજારો પર ઉપલબ્ધ ડેટા અનુસાર રોકાણકારો દ્વારા આ શેર્સ માટે 47,83,25,760 બિડ કરવામાં આવી હતી. LIC ના શેર 12 મેના રોજ બિડિંગ રોકાણકારોને ફાળવવામાં આવશે જ્યારે LIC  17 મેના રોજ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થશે.

સંસ્થાકીય ખરીદદારોની શ્રેણી માટે 2.83 ગણું સબ્સ્ક્રિપ્શન

ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ કેટેગરીના શેર 2.83 ગણા સબસ્ક્રાઇબ થયા હતા. આ કેટેગરી માટે આરક્ષિત 3.95 કરોડ શેર માટે 11.20 કરોડ બિડ કરવામાં આવી હતી. બિન-સંસ્થાકીય રોકાણકારોની શ્રેણી હેઠળ, 2,96,48,427 શેર ઓફર કરવામાં આવ્યા હતા જેના માટે 8,61,93,060 બિડ કરવામાં આવી હતી. આમ NII સેગમેન્ટ 2.91 ગણું સબસ્ક્રાઇબ થયું છે.

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

રિટેલ સેગમેન્ટમાં 2 ગણું  સબ્સ્ક્રિપ્શન

છૂટક વ્યક્તિગત રોકાણકારોએ 6.9 કરોડ શેરની ઓફર સામે 13.77 કરોડ શેર માટે બિડ કરી હતી. આ સેગમેન્ટ 1.99 ગણું સબ્સ્ક્રાઇબ થયું છે. LIC પૉલિસીધારકો માટે આરક્ષિત સેગમેન્ટને છ ગણા સબ્સ્ક્રિપ્શન મળ્યા જ્યારે પાત્ર LIC કર્મચારીઓના સેગમેન્ટને 4.4 ગણી બિડ મળી છે.

ભારતનો સૌથી મોટો IPO

આ રકમ સાથે એલઆઈસીનો ઈશ્યુ દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ સાબિત થયો છે. આ પહેલા 2021માં આવેલ Paytmનો IPO 18,300 કરોડ રૂપિયાનો હતો. તે પહેલા વર્ષ 2010માં કોલ ઈન્ડિયાનો આઈપીઓ લગભગ 15,500 કરોડ રૂપિયાનો હતો.

12 મેના રોજ શેર ઈશ્યુ કરવામાં આવશે

સ્થાનિક રોકાણકારોએ સફળતાપૂર્વક LICનો IPO ભર્યો છે. આ આત્મનિર્ભર ભારતનું ઉદાહરણ છે. તેમણે કહ્યું કે હવે વિદેશી રોકાણકારો પર નિર્ભરતા રહી નથી.તુહિનકાન્ત  પાંડેએ જણાવ્યું હતું કે IPOમાં બિડર્સને 12 મેના રોજ શેરની ફાળવણી કરવામાં આવશે. આ સાથે LICના શેર 17 મેના રોજ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થશે.

Published On - 8:03 am, Tue, 10 May 22

Next Article