LIC IPO : આ તારીખ પહેલા પોલિસી સાથે અપડેટ કરીલો PAN, નહીંતર અનામત ક્વોટાનો નહિ મળે લાભ

|

Feb 15, 2022 | 8:37 AM

LIC એ તેના પોલિસીધારકો માટે IPO અનામત રાખ્યો છે. LIC પોલિસી ધરાવતા લોકો જ અનામત ક્વોટા હેઠળ IPO માટે અરજી કરી શકશે.

LIC IPO : આ તારીખ પહેલા પોલિસી સાથે અપડેટ કરીલો PAN, નહીંતર અનામત ક્વોટાનો નહિ મળે લાભ
LIC IPO

Follow us on

લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (LIC)નો IPO 31 માર્ચ પહેલા આવવાનો છે. તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. સરકારે રવિવારે સેબીને એક ડ્રાફ્ટ લેટર સબમિટ કર્યો છે. ડ્રાફ્ટ દસ્તાવેજ એટલે કે રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ કહેવાય છે. આ દસ્તાવેજ જાહેર થયા બાદ LIC IPO અંગેની તમામ અટકળો પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. હવે એ નક્કી છે કે સરકાર આ નાણાકીય વર્ષમાં IPO આવશે.

જો તમે પણ IPO માં ભાગ લેવા માંગતા હોવ તો કેટલીક શરતો જાણવી જરૂરી છે. જો તમે એક કે બે એલઆઈસી પોલિસી લીધી હોય અને આઈપીઓ ખરીદવા માંગતા હો, તો PAN અપડેટ કરવું આવશ્યક છે. બીજી શરત ડીમેટ એકાઉન્ટ છે. જેઓ આ બે શરતો પૂરી કરે છે તેઓ LICના શેર ખરીદી શકે છે. LIC અનુસાર, 28 ફેબ્રુઆરી સુધીમાં PAN અપડેટ કરવું જરૂરી છે.

LIC એ તેના પોલિસીધારકો માટે IPO અનામત રાખ્યો છે. LIC પોલિસી ધરાવતા લોકો જ અનામત ક્વોટા હેઠળ IPO માટે અરજી કરી શકશે. આ કરવા માટે તમારે પહેલા તમારો PAN અપડેટ કરવો પડશે. જો તમે LIC સાથે PAN અપડેટ કર્યું નથી તો તમે IPOમાં ભાગ લઈ શકશો નહીં. પોલિસીધારક ક્વોટા હેઠળ વ્યક્તિ રૂ. 2 લાખ સુધી IPO માં રોકાણ કરી શકે છે. જો તમે રિઝર્વ ક્વોટા હેઠળ LICનો IPO મેળવવા માંગતા હોય તો 28 ફેબ્રુઆરી સુધીમાં PAN અપડેટ કરાવો. LIC એ પ્રથમ શરત મૂકી છે કે તેની પાસે PAN અપડેટ અને બીજું ડીમેટ ખાતું હોવું આવશ્યક છે.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

LIC વેબસાઇટની મદદ લો સૌથી પહેલા એલઆઈસીની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ, જ્યાં હોમપેજ પર તમને ઓનલાઈન PAN રજીસ્ટ્રેશન વિકલ્પ જોવા મળશે. આગળના પગલામાં તમારે તમારું ઈમેલ આઈડી, PAN, મોબાઈલ નંબર અને LIC પોલિસી નંબર આપવાનો રહેશે. કેપ્ચા કોડ દાખલ કર્યા પછી તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક OTP આવશે જેની મદદથી આ પ્રક્રિયા પૂર્ણ થશે. જો તમે ઓનલાઈન PAN લિંક કરાવવામાં અસુવિધા અનુભવી રહ્યા છો, તો તમે તમારા LIC એજન્ટની મદદથી પણ કરી શકો છો.

આ 3 સ્ટેપમાં PAN લિંક કરો

  • LIC ની સાઇટ પર પોલિસીની લિસ્ટ સાથે PAN વિગતો પ્રદાન કરો
  • તમારો મોબાઈલ નંબર દાખલ કરો. તે મોબાઇલ નંબર પર LIC તરફથી એક OTP આવશે, તેને દાખલ કરો
  • ફોર્મ સબમિટ કર્યા પછી, તમને સફળ નોંધણી વિનંતીનો મેસેજ મળશે. આ બતાવશે કે તમારું PAN LIC ની પોલિસી સાથે લિંક કરવામાં આવ્યું છે.

 

આ પણ વાંચો : LIC IPO: દેશનો સૌથી મોટો IPO ટૂંક સમયમાં લોન્ચ થઇ શકે છે, SEBI માં DRHP દસ્તાવેજ ફાઈલ કરાયા

 

આ પણ વાંચો : LIC IPO : નાના રોકાણકારો અને પોલિસીધારકોને મળશે વધુ શેર, સરકાર LIC કર્મચારીઓને પણ મોટો હિસ્સો આપશે

Next Article