IPO : ઓનલાઈન જોડી બનાવતી કંપની લાવશે રોકાણની તક, વાંચો વિગતવાર

Shaadi.com People Interactive India Pvt Ltd ભારતની સૌથી મોટી ડિજિટલ મેટ્રિમોનિયલ સર્વિસમાંની એક છે. જે પીપલ ગ્રુપનું એક યુનિટ છે.

IPO : ઓનલાઈન જોડી બનાવતી કંપની લાવશે રોકાણની તક, વાંચો વિગતવાર
Shaadi.com is preparing to bring its IPO.
| Edited By: | Updated on: Sep 10, 2022 | 7:26 AM

લોકોની ઓનલાઈન જોડી બનાવતી Shaadi.com તેનો IPO લાવવાની તૈયારી કરી રહી છે. એક અહેવાલ અનુસાર અનુપમ મિત્તલ, સ્થાપક અને સીઈઓ, પીપલ ગ્રૂપ એ જણાવ્યું હતું કે, “આવતા વર્ષ સુધીમાં અમે આઈપીઓ લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યા છીએ. અમે અત્યારે નફામાં ચાલી રહ્યા છીએ. અમે IPO માટે તૈયાર છીએ પરંતુ આ સમયે અમને મૂડીની જરૂર નથી.” જોકે, મિત્તલે તેમના IPO પ્લાનની વિગતો જાહેર કરી ન હતી. અગાઉ વર્ષ 2009માં પણ આ કંપનીએ આઈપીઓ લાવવાની યોજના બનાવી હતી પરંતુ પછી તેને મોકૂફ રાખવામાં આવી હતી. મિત્તલે 1996માં Shaadi.comની સ્થાપના કરી હતી. બાદમાં, તેણે 2001માં પીપલ ગ્રુપની સ્થાપના કરી જેની અંદર Shaadi.com હાલમાં ચાલી રહી છે.

પીપલ ગ્રુપદ્વારા Shaadi.comનું સંચાલન થાય છે

મિત્તલ કંપનીમાં મોટો હિસ્સો ધરાવે છે. વેન્ચર કેપિટલ ફર્મ સમા કેપિટલ પણ તે સાથે નાનો હિસ્સો ધરાવે છે. Shaadi.com ઉપરાંત પીપલ ગ્રુપ તે રિયલ એસ્ટેટ વેબસાઇટ Makaan.com અને મોબાઇલ ગેમિંગ ફર્મ મૌજ મોબાઇલ પણ ચલાવે છે.

કંપનીનો વ્યવસાય

Shaadi.com People Interactive India Pvt Ltd ભારતની સૌથી મોટી ડિજિટલ મેટ્રિમોનિયલ સર્વિસમાંની એક છે. જે પીપલ ગ્રુપનું એક યુનિટ છે. આ સેક્ટરમાંથી માર્કેટમાં લિસ્ટેડ ઈન્ફો એજ (ઈન્ડિયા) લિમિટેડ છે જે Jeevansathi.com ચલાવે છે. ભારત મેટ્રિમોનીનું સંચાલન Matrimony.com લિમિટેડ દ્વારા કરવામાં આવે છે. જ્યારે Info Edge 2006માં લિસ્ટ કરવામાં આવ્યું હતું અને  Matrimony.com 2017માં લિસ્ટ થયું હતું.

Matrimony.com સૌથી વધુ માર્કેટ શેર ધરાવે છે

આ ત્રણેય કંપનીઓ ભારતમાં કન્ઝ્યુમર ઈન્ટરનેટ કંપનીઓની પ્રથમ પેઢીમાં સામેલ છે જે 1990ના દાયકામાં શરૂ થઈ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, Matrimony.com નો માર્કેટ શેર 50-55% થી વધુ છે. તે જ સમયે Shaadi.com પાસે લગભગ 25-30% અને જીવન સાથી લગભગ 10% બજાર હિસ્સો છે. કોરોના રોગચાળાએ આમાંની ઘણી વેબસાઇટ્સના વ્યવસાયને ખૂબ વેગ આપ્યો છે. બીજી બાજુ આ કંપનીઓને ડેટિંગ પ્લેટફોર્મ્સથી સખત સ્પર્ધા મળી રહી છે.

મેડિકલ ડિવાઈસ બનાવતી કંપની આઈપીઓ લાવી રહી છે

મેડિકલ ડિવાઈસ કંપની અપ્રમેય એન્જિનિયરિંગે(aprameya engineering) ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) દ્વારા નાણાં એકત્ર કરવા માટે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઈન્ડિયા (SEBI) પાસે પ્રારંભિક દસ્તાવેજો સબમિટ કર્યા છે. માર્કેટ રેગ્યુલેટર સેબીએ ગુરુવારે જણાવ્યું હતું કે IPO માટે સબમિટ કરાયેલા દસ્તાવેજો અનુસાર IPOમાં 50 લાખ નવા શેર ઈશ્યુ કરવામાં આવશે.

Published On - 7:26 am, Sat, 10 September 22