હિંડનબર્ગનો હાહાકાર : રિપોર્ટ બાદ જેક ડોર્સીની કંપનીના 80 હજાર કરોડ રૂપિયા ડૂબ્યા

|

Mar 24, 2023 | 7:28 AM

હિંડનબર્ગ રિપોર્ટ બાદ ગૌતમ અદાણીને મોટું નુકસાન થયું છે. જેની અસર લગભગ એક મહિના સુધી જોવા મળી હતી. લગભગ એક મહિનામાં અદાણી ગ્રૂપની માર્કેટ કેપમાં $150 બિલિયનનો ઘટાડો થયો છે. હિંડનબર્ગ રિસર્ચે આરોપ લગાવ્યો હતો કે અદાણીએ ઈતિહાસની સૌથી મોટી કોર્પોરેટ છેતરપિંડી કરી છે.

હિંડનબર્ગનો હાહાકાર : રિપોર્ટ બાદ જેક ડોર્સીની કંપનીના 80 હજાર કરોડ રૂપિયા ડૂબ્યા

Follow us on

ટ્વિટરના ભૂતપૂર્વ ચીફ જેક ડોર્સીનો કંપની બ્લોક પર હિંડનબર્ગ દ્વારા લગાવવામાં આવેલા આરોપોને કારણે કંપની ટુંક સમયમાં શેરબજારમાં લગભગ 80 હજાર કરોડ રૂપિયા એટલે કે 9 થી 10 અબજ ડોલરનું નુકસાન કરી શકે છે. કંપનીના શેરમાં 20 ટકાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને કંપનીનું માર્કેટ કેપ 40 બિલિયન ડોલરની નીચે આવી ગયું છે. હિન્ડેનબર્ગે કંપની પર આરોપ મૂક્યો છે કે તે તેના યુઝર્સની સંખ્યાને વધારીને દર્શાવાઈ છે અને તેની એપ્લિકેશનમાં ઘણી ખામીઓ છે.

કંપનીના શેરમાં 22 ટકાથી વધુનો ઘટાડો થયો છે

ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જના ડેટા અનુસાર બ્લોક ઈન્કના શેર  20 ટકાથી વધુ નીચે સુધી સરક્યા હતાઅને કંપનીનો શેર 58 ડોલરના સ્તરે પર થોડા રિકવર થી ટ્રેડ થતા જોવા મળ્યા હતા. જોકે, ટ્રેડિંગ સેશન દરમિયાન કંપનીનો શેર 22 ટકાથી વધુ ઘટીને $56.50 થયો હતો.  હિન્ડેનબર્ગ રિપોર્ટ પછી કંપનીનો સ્ટોક $60 પર ખુલ્યો હતો. કંપનીનો શેર એક દિવસ અગાઉ $72.65 પર બંધ થયો હતો.

કંપનીના માર્કેટ કેપને મોટું નુકસાન

શેરમાં ઘટાડાને કારણે બ્લોક ઇન્કના માર્કેટ કેપમાં મોટો ઘટાડો થયો છે. એક દિવસ પહેલા કંપનીનું માર્કેટ કેપ $47 બિલિયનની નજીક હતું. જે બિઝનેસ સેશન દરમિયાન $37 બિલિયનની નજીક આવી ગયું છે. મતલબ કે થોડી જ મિનિટોમાં કંપનીના માર્કેટ કેપમાંથી 9 થી 10 અબજ ડોલર એટલે કે લગભગ 80 હજાર કરોડ રૂપિયાનો નાશ થયો છે. બ્લોક જેવી કંપની માટે આટલી મોટી રકમ ડૂબવી એ મોટી વાત માનવામાં આવે છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

અદાણીને મોટું નુકસાન થયું હતું

હિંડનબર્ગ રિપોર્ટ બાદ ગૌતમ અદાણીને મોટું નુકસાન થયું છે. જેની અસર લગભગ એક મહિના સુધી જોવા મળી હતી. લગભગ એક મહિનામાં અદાણી ગ્રૂપની માર્કેટ કેપમાં $150 બિલિયનનો ઘટાડો થયો છે. હિંડનબર્ગ રિસર્ચે આરોપ લગાવ્યો હતો કે અદાણીએ ઈતિહાસની સૌથી મોટી કોર્પોરેટ છેતરપિંડી કરી છે. શોર્ટ સેલરે પોતાના આરોપમાં કહ્યું હતું કે અદાણીએ શેલ કંપનીઓની મદદથી શેર વધાર્યા હતા અને અનેક પ્રકારની એકાઉન્ટિંગ છેતરપિંડી પણ કરી હતી.

Adani-Hindenburg case બાદ એક ડઝન શોર્ટ સેલર્સ પર સેબીની નજર

છેલ્લા ઘણા સમયથી  શેરબજારમાં હલચલ મચી ગઈ છે. આનું મુખ્ય કારણ  દેશના દિગ્ગજ અબજોપતિ ગૌતમ અદાણીના શેરમાં બોલેલો કડાકો છે જેમના પર અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગે ગંભીર આરોપો લગાવ્યા છે. આ બાદથી અત્યાર સુધીમાં ગૌતમ અદાણી ગ્રુપના શેરમાં 50-70 ટકાનો ઘટાડો જોવા મળ્યોહતો. હિંડનબર્ગ રિપોર્ટના કારણે અદાણી ગ્રુપને 120 અબજ ડોલરથી વધુનું નુકસાન થયું છે. અહેવાલ બહાર પાડતા પહેલા હિંડનબર્ગે અદાણી જૂથના ઘણા શેર્સમાં શોર્ટ પોઝિશન લીધી હતી. એટલે કે શોર્ટ સેલિંગ કરવામાં આવ્યું હતું. આ મામલો તપાસ માંગી રહ્યો છે.

Published On - 6:30 am, Fri, 24 March 23

Next Article