હાલના દિવસોમાં શેરબજારમાં ઘણા શેરો એવા છે જેણે તેમના શેરહોલ્ડરોનેજબરદસ્ત રિટર્ન આપ્યું છે. આજે અમે કેમિકલ સ્ટેક દીપક નાઇટ્રાઇટ વિશે વાત કરી રહ્યા છીએ જેણે રોકાણકારોને માલામાલ બનાવ્યા છે. દીપક નાઇટ્રાઇટ(Deepak Nitrite) 2021 માં મલ્ટીબેગર કેમિકલ સ્ટોક પૈકીનો એક છે. લાંબા ગાળાના રોકાણકારો માટે આ શેર એ હકીકતનું એક ઉત્તમ ઉદાહરણ છે કે શેરબજાર રોકાણકારને ધીરજનું ઉત્તમ ફળ આપ્યું છે. દીપક નાઇટ્રાઇટના શેરના ભાવ(Deepak Nitrite share)ના ઇતિહાસ પર નજર કરીએ તો છેલ્લા 10 વર્ષમાં તેમાં લગભગ 14,750 ટકાનો વધારો થયો છે.
Deepak Nitrite share ની છેલ્લી સ્થિતિ
Open 2,450.00
High 2,522.35
Low 2,380.20
Mkt cap 32.84TCr
P/E ratio 33.53
Div yield 0.19%
52-wk high 3,020.00
52-wk low 703.75
રોકાણકારોને કેટલો મળ્યો લાભ
મલ્ટિબેગર સ્ટોક દીપક નાઇટ્રાઇટના શેરના ભાવના ઇતિહાસ મુજબ તે તાજેતરના દિવસોમાં રૂ2,616ના ઉપલા સ્તર પર ટ્રેડ કરતો જોવા મળ્યો હતો. આ કેમિકલ સ્ટોકનું મૂલ્ય છેલ્લા 6 મહિનામાં લગભગ 1600 થી વધીને 2,616 રૂપિયા સુધી થયું હતું જેનાથી તેના શેરધારકોને લગભગ 60 ટકા વળતર મળે છે. એ જ રીતે વર્ષ-દર-વર્ષે, દીપક નાઇટ્રાઇટના શેરનો ભાવ 987 થી વધીને 2,616 રૂપિયા પ્રતિ શેર થયો હતો જે 2021 માં આશરે 160 ટકાનો વધારો છે.
રોકાણકારોને થયા માલામાલ
આ મલ્ટિબેગર સ્ટોક છેલ્લા એક વર્ષમાં 720 થી વધીને 2,616 સુધી ઉછળ્યો હતો. આ સમયગાળામાં લગભગ 260 ટકાનો વધારો છે. છેલ્લા 5 વર્ષમાં દીપક નાઇટ્રાઇટના શેરનો ભાવ 123 થી વધીને 2,616 સુધી દેખાયા હતા. તેણે શેરધારકોને લગભગ 2000 ટકા વળતર આપ્યું છે. જો કે, છેલ્લા 10 વર્ષમાં, કેમિકલ સ્ટોકની કિંમત 17.40 (એનએસઈ પર 21 ઓક્ટોબર, 2011 ના બંધ ભાવ) થી વધીને 2434 (ઓક્ટોબર 2021, એનએસઈ પર બંધ ભાવ) થઈ છે. આ સમયગાળા દરમિયાન લગભગ 14,750 ટકાનો વધારો નોંધાયો હતો. હકીકતમાં, છેલ્લા 10 વર્ષમાં દીપક નાઇટ્રાઇટનો સ્ટોક તેના મૂલ્યથી લગભગ 148 ગણો વધી ગયો છે જે દર્શાવે છે કે શેરબજારના રોકાણકારો માટે ધીરજ કેટલી મહત્વની છે.
રોકાણકારોએ કરોડોનો નફો કર્યો
દીપક નાઇટ્રાઇટના શેરના ભાવના ઇતિહાસનો ઉલ્લેખ કરતા, જો કોઇ રોકાણકારે એક મહિના પહેલા આ મલ્ટીબેગર સ્ટોકમાં 1 લાખનું રોકાણ કર્યું હોય, તો તેના 1 લાખ આજે 1.06 લાખ થશે. જો રોકાણકારે 6 મહિના પહેલા આ કેમિકલ સ્ટોકમાં 1 લાખનું રોકાણ કર્યું હોત તો તે આજે 1 લાખથી 1.60 લાખ થશે. જો રોકાણકારે એક વર્ષ પહેલા દીપક નાઇટ્રાઇટના શેરમાં 1 લાખનું રોકાણ કર્યું હોય, તો તેનું 1 લાખનું રોકાણ આજે 3.60 લાખ હશે.
તેવી જ રીતે, જો કોઈ રોકાણકારે 5 વર્ષ પહેલા આ કેમિકલ સ્ટોકમાં 1 લાખનું રોકાણ કર્યું હોય અને આ સમયગાળા દરમિયાન આ કાઉન્ટરમાં રોકાણ કર્યું હોય તો તેના 1 લાખ આજે 21 લાખ થઈ ગયા હશે . તેવી જ રીતે, જો કોઈ રોકાણકારે 10 વર્ષ પહેલા દીપક નાઈટ્રાઈટના શેર 17.40 ના સ્તરે ખરીદીને આ મલ્ટીબેગર સ્ટોકમાં 1 લાખનું રોકાણ કર્યું હોય અને રોકાણકારે આજ સુધી આ સ્ટોકમાં રોકાણ જાળવી રાખ્યું હોય તો આજે તે 1.48 કરોડ રૂપિયા થશે.
આ પણ વાંચો : Gold Price Today : વર્ષ 2022 સુધીમાં સોનું 57000 સુધી પહોંચી શકે છે! જાણો શું કહી રહ્યા છે એક્સપર્ટ્સ
Published On - 11:54 am, Fri, 22 October 21