High Return Stock : Adani Groupની આ કંપનીએ રોકાણકારોને કર્યા માલામાલ, 6800 ટકા રિટર્ન આપ્યું

|

Feb 19, 2022 | 6:42 AM

શુક્રવારે BSE પર શેર રૂ. 2,128.90 પર બંધ થયો હતો. બરાબર 3 વર્ષ પહેલા એટલે કે 18મી ફેબ્રુઆરી 2019ના રોજ તેની કિંમત માત્ર રૂ. 30.10 હતી.

High Return Stock : Adani Groupની આ કંપનીએ રોકાણકારોને કર્યા માલામાલ, 6800 ટકા રિટર્ન આપ્યું
Gautam Adani

Follow us on

High Return Stock : છેલ્લા કેટલાક દિવસોમાં સ્થાનિક શેરબજારે(Share Market) તેજી ગુમાવી હોવા છતાં ક્વોલિટી સ્ટોક હજુ પણ સારું પ્રદર્શન કરી રહ્યા છે. આવા શેરોમાં રોકાણ કરનારા રોકાણકારોને બમ્પર રિટર્ન મળી રહ્યું છે અને તેઓ વધુ માલામાલ થઈ રહ્યા છે. અદાણી ગ્રુપ(Adani Group) ની કંપની અદાણી ગ્રીન(Adani Green) આ પૈકીની એક છે. છેલ્લા 3 વર્ષમાં આ શેરે લગભગ 7000 ટકાનું વળતર આપ્યું છે.

mcap 3 લાખ કરોડને પાર પહોંચ્યું

શુક્રવારે BSE પર શેર રૂ. 2,128.90 પર પહોંચ્યો હતો. બરાબર 3 વર્ષ પહેલા એટલે કે 18મી ફેબ્રુઆરી 2019ના રોજ તેની કિંમત માત્ર રૂ. 30.10 હતી. આનો અર્થ એ થયો કે છેલ્લા 3 વર્ષમાં સ્ટોક 6,969 ટકા રિટર્ન આપ્યું છે. 3 વર્ષ પહેલા જે શેરની કિંમત સાધારણ હતી તે આજે રૂ. 2100 ને પાર કરી ગઈ છે. થોડા દિવસો પહેલા અદાણી ગ્રીનનું માર્કેટ કેપ રૂ 3 લાખ કરોડને પાર કરી ગયું છે. બીજી તરફ અદાણી ગ્રીન હવે ITC અને ટાઇટન કરતાં પણ મોટી કંપની બની ગઈ છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

1 લાખનું રોકાણ 70 લાખ થયુ

અદાણી ગ્રીનની આ અદ્ભુત સફર મુજબ જો કોઈ રોકાણકારે 3 વર્ષ પહેલાં તેના શેરમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોય તો આજે તેના પોર્ટફોલિયોનું મૂલ્ય વધીને રૂ. 70.69 લાખ થયું હશે. શુક્રવારે શેર BSE પર રૂ. 2,128.90ની સર્વોચ્ચ સપાટીને સ્પર્શ્યો હતો જ્યારે સેન્સેક્સ અને નિફ્ટી જેવા મુખ્ય સૂચકાંકો સતત ત્રીજા દિવસે ઘટી રહ્યા છે. તેનાથી વિપરીત અદાણી ગ્રીનનો સ્ટોક છેલ્લા 4 દિવસમાં 11 ટકા વધ્યો છે.

સ્ટોક હજુ ઉછળે તેવા અનુમાન

કંપની હવે બજાજ ફિનસર્વ, એવન્યુ સુપરમાર્ટ, લાર્સન એન્ડ ટુબ્રો (L&T), ITC, મારુતિ સુઝુકી અને ટાઇટન કરતાં પણ મોટી છે. તેને તાજેતરમાં બ્રોકરેજ ફર્મ તરફથી સારા રેટિંગ મળ્યા છે. વેન્ચુરા સિક્યોરિટીઝ અદાણી ગ્રીનને બાય રેટિંગમાં મૂકે છે. તેની સાથે જ કંપનીએ આગામી બે વર્ષ માટે અદાણી ગ્રીનની ટાર્ગેટ પ્રાઇસ રૂ. 2,810 નક્કી કરી છે.

રિન્યુએબલ એનર્જી સેગમેન્ટમાં સૌથી મોટી કંપની

અદાણી ગ્રુપની આ કંપની હાલમાં દેશની સૌથી મોટી રિન્યુએબલ એનર્જી કંપની છે. હાલમાં અદાણી ગ્રીનની ક્ષમતા 13,990 મેગાવોટ છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીનું વેચાણ 97 ટકા વધીને 2.50 અબજ યુનિટ થયું છે. એક વર્ષ અગાઉ વેચાણ 1.27 અબજ યુનિટ હતું. ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીની ક્ષમતા 84 ટકા વધીને 5,410 મેગાવોટ થઈ

 

 

આ પણ વાંચો : આ છે હિમાલય વાળા બાબાનું ‘રાઝ’, સાથે બીચ પર ફરવા જતા હતા NSEના પૂર્વ MD-CEO ચિત્રા રામકૃષ્ણ

આ પણ વાંચો : ડોલર સામે રૂપિયામાં રેકોર્ડ તેજી, 40 પૈસાની મજબૂતી સાથે 2 સપ્તાહની ટોચે બંધ

Next Article