High Return Stock : આ સ્ટોકે રોકાણકારોના રૂપિયા 1 લાખને બનાવ્યા 82 લાખ, શું છે તે તમારા પોર્ટફોલિયોમાં?

|

Feb 14, 2022 | 8:30 AM

જો કોઈ રોકાણકારે એક મહિના પહેલા આ શેરમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોય તો આજે તેના 1 લાખ રૂપિયા 1.60 લાખ થઈ ગયા હશે.

High Return Stock : આ સ્ટોકે રોકાણકારોના રૂપિયા 1 લાખને બનાવ્યા 82 લાખ, શું છે તે તમારા પોર્ટફોલિયોમાં?
આ શેરે રોકાણકારોને માલામાલ બનાવ્યા

Follow us on

શેરબજાર(Share Market) હાલમાં કપરા સમયમાંથી પસાર થઇ રહ્યું હોય તેમ લાગે છે. બજેટ બાદ શેરબજાર સતત લાલ નિશાન તરફ દોરાયા કરે છે. આ સમયમાં ટૂંકા ગાળામાં નફાની લાલચ ન રાખવાની ફોર્મ્યુલાથી લાંબા ગાળે ઘણો ફાયદો થઈ શકે છે. તેથી બજારમાં રોકાણ કરવા માટે બજારનું ચોક્કસ જ્ઞાન, વધારાના પૈસા અને ધીરજ ખૂબ જ મહત્વપૂર્ણ છે. એવા ઘણા પેની સ્ટોક્સ છે જે થોડા સમય પછી સારું વળતર આપી રહ્યા છે. આવો જ એક સ્ટોક સિંધુ ટ્રેડ લિંક્સ લિ(Sindhu Trade Links Ltd)ની છે જેણે રોકાણકારોને માલામાલ બનાવ્યા છે.

સિંધુ ટ્રેડ લિંક્સ લિમિટેડના શેરની કિંમત (Sindhu Trade Links Ltd share price today)હાલમાં રૂ 139.25 પર ટ્રેડ થઈ રહી છે. માત્ર 5 દિવસ પહેલા આ સ્ટોક રૂ. 121 પર હતો છેલ્લા કેટલાક દિવસોથી શેરમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.

6 મહિનામાં જબરદસ્ત રિટર્ન આપ્યું

સિંધુ ટ્રેડ લિંક્સ લિમિટેડના શેરનો ભાવ માત્ર 6 મહિના પહેલા 12 ઓગસ્ટ, 2021 ના ​​રોજ 9.70 રૂપિયા હતો. ઓગસ્ટથી સ્ટોક આગળ વધી રહ્યો છે અને સતત વધારો નોંધાવી રહ્યો છે. સપ્ટેમ્બરમાં સ્ટોકમાં સારો ગ્રોથ રહ્યો હતો. આ સ્ટોક તાજેતરમાં રૂ.140ની સપાટીએ પહોંચ્યો હતો. આ ટૂંકા ગાળામાં શેરે લગભગ 1,350 ટકા વળતર આપ્યું છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

રિટર્નનો ઇતિહાસ

છેલ્લા એક વર્ષમાં સિંધુ ટ્રેડ લિંક્સ લિમિટેડનો સ્ટોક લગભગ 7 થી વધીને 139.25 રૂપિયા સુધી પહોંચ્યો છે. અને જો તમે છેલ્લા 5 વર્ષમાં તેની સ્થિતિ જુઓ તો તેની કિંમત 17 ફેબ્રુઆરી, 2017 ના રોજ રૂ.1.69 હતી. પાંચ વર્ષમાં સ્ટોક લગભગ 8100 ટકા વધ્યો છે. છેલ્લા એક મહિનામાં આ મલ્ટીબેગર સ્ટોક 87.81 થી વધીને 139.25 થયો છે.

રોકાણકાર બન્યા માલામાલ

જો કોઈ રોકાણકારે એક મહિના પહેલા આ શેરમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોય તો આજે તેના 1 લાખ રૂપિયા 1.60 લાખ થઈ ગયા હશે. જો કોઈએ 6 મહિના પહેલા આ મલ્ટિબેગર પેની સ્ટોકમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોય તો આજે તેની પાસે રૂ. 14.50 લાખ હશે. એ જ રીતે, જો કોઈ રોકાણકારે એક વર્ષ પહેલાં સિંધુ ટ્રેડ લિંક્સ લિમિટેડના શેરમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોત તો આજે તેની પાસે રૂ. 21 લાખ મળ્યા હશે. જો કોઈ રોકાણકાર આ શેરમાં 5 વર્ષ પહેલા રૂ. 1.69 ની કિંમતે જો 1 લાખ રૂપિયાના શેર ખરીદ્યા હોત તો આજે તે 1 લાખમાંથી 82 લાખ રૂપિયા થઈ ગયા હશે

 

આ પણ વાંચો : સારા સમાચાર : કેન્દ્ર સરકારે ક્રૂડ પામ ઓઈલ પરની કસ્ટમ ડ્યુટી ઘટાડી, ખાદ્યતેલના ભાવ ઘટશે અને લોકોને રાહત મળશે

આ પણ વાંચો : સતત ચોથે મહિને FPI નું ભારતીય બજારમાં વેચાણ, ફેબ્રુઆરીના પહેલા પખવાડિયામાં 14935 કરોડ રૂપિયા પરત ખેંચ્યા

 

Next Article