
ભારતીય શેરબજાર(Share Market)ની શરૂઆત આજે લીલા નિશાન સાથે થઈ છે. આ સાથે સતત 6 ટ્રેડિંગ સેશન બાદ રોકાણકારોના ચહેરા પર સ્મિત ફરી વળ્યું છે. આજે ગુરુવારે સેન્સેક્સ 0.88 ટકા એટલે કે 498.42 પોઈન્ટ વધીને 57096.70 પર ખુલ્યો હતો. બીજી તરફ નિફ્ટી 145.40 પોઈન્ટ અથવા 0.86 ટકાના ઉછાળા સાથે 17004 પર શરૂ થયો છે. આ દરમિયાન લગભગ 1636 શેરમાં વધારો જોવા મળી રહ્યો છે જ્યારે 294 શેરમાં ઘટાડો થયો છે અને 75 શેરમાં કોઈ ફેરફાર થયો નથી. આજે બજારમાં રૂપિયાની કિંમતમાં પણ વધારો જોવા મળ્યો છે.
| શેરબજારની છેલ્લી સ્થિતિ(10:11 am ) | |
| SENSEX | 56,955.29 +357.01 (0.63%) |
| NIFTY | 16,970.40 +111.80 (0.66%) |
Symbolic Image
રૂપિયો આજે 33 પૈસાની મજબૂતી સાથે ખુલ્યો છે. ભારતીય રૂપિયો 81.94 પ્રતિ ડૉલરની સામે 81.61 પ્રતિ ડૉલર પર ખુલ્યો છે. બીજી તરફ અમેરિકન અને યુરોપિયન બજારો પણ આજે પોઝિટિવ છે. બેન્ક ઓફ ઈંગ્લેન્ડ દ્વારા બોન્ડ ખરીદવાની જાહેરાતના કારણે વિશ્વભરના બજારોમાં ઉત્સાહ છવાયો છે.
| Company Name | Bid Qty | Last Price | Diff | % Chg |
| Oil Country | 214,800 | 16.05 | 0.75 | 4.9 |
| SAL Steel | 567,109 | 16.5 | 0.75 | 4.76 |
| Forbes Gokak | 55,464 | 804.35 | 38.3 | 5 |
| Poojawestern Me | 117,739 | 36.65 | 1.7 | 4.86 |
વિદેશી બજારોના નબળા સંકેતોને કારણે બુધવારે શેરબજાર(Share Market)માં ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો. આજના ઘટાડા સાથે બજારમાં સતત છઠ્ઠા દિવસે ઘટાડો જોવા મળ્યો હતો. 20 સપ્ટેમ્બરથી શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો. કારોબારમાં સેન્સેક્સ 509 પોઈન્ટ ઘટીને 56598 ના સ્તરે અને નિફ્ટી 149 પોઈન્ટ ઘટીને 16858 ના સ્તર પર બંધ થયા હતા. માર્કેટમાં આજના ઘટાડાથી રોકાણકારોને એક સત્રમાં 2.5 લાખ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું હતું. બુધવારના કારોબારમાં ફાર્મા અને હેલ્થકેર સેક્ટર સિવાય અન્ય તમામ સેક્ટર ઈન્ડેક્સમાં નુકસાન જોવા મળ્યું હતું. જાહેર ક્ષેત્રની બેંકોને સૌથી વધુ નુકસાન થયું હતું.
| Company Name | CMP | Volume | Value (Rs. Lakhs) |
| Press. Sensitive Sys | 202.3 | 275,510 | 531.6 |
| Mazagon Dock Ship | 449.15 | 91,005 | 389.87 |
| Nava | 187.5 | 60,669 | 108.54 |
| Galactico Corp. Serv | 16.65 | 3,307,820 | 525.94 |
| Agarwal Indl. Corp | 627 | 479,997 | 2,876.62 |
| Thinkink Picturez | 71.85 | 692,489 | 482.66 |
Akash And mukesh-ambani
રિલાયન્સની એજીએમમાં મુકેશ અંબાણીએ આગામી પેઢીની જવાબદારીઓ સ્પષ્ટ કર્યાને હજુ એક મહિનો જ પસાર થયો છે કે નવી પેઢીએ વિશ્વભરમાં પોતાની છાપ છોડવાનું શરૂ કર્યું છે. રિલાયન્સ જિયોના ચેરમેન આકાશ અંબાણીને ટાઈમ મેગેઝિનની ટાઈમ 100 નેક્સ્ટની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે તેઓ આ યાદીમાં સામેલ એકમાત્ર ભારતીય છે. જો કે, આ યાદીમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ OnlyFans ના ભારતીય મૂળના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) આમ્રપાલી ગુન પણ છે. નોંધનીય છે કે ટાઈમ 100 નેક્સ્ટ લિસ્ટ દુનિયાના સૌથી શક્તિશાળી લોકોને દર્શાવતી ટાઈમ 100 લિસ્ટથી પ્રેરિત છે. ટાઈમ100 નેક્સ્ટને સમગ્ર ઈન્ડસ્ટ્રીઝ અને વિશ્વભરના 100 ઉગતા સ્ટાર્સનો ક્રમ આપવામાં આવ્યો છે જેઓ વિશ્વને બહેતર બનાવવા અને ભવિષ્યને વ્યાખ્યાયિત કરવા માટે અસાધારણ પ્રગતિ કરે છે. આ અહેવાલ બાદ આજે રિલાયન્સના શેરમાં તેજી જોવા મળી છે.
Published On - 10:21 am, Thu, 29 September 22