High Demand Stocks : જાણો આજે બજારની તેજીમાં ક્યાં શેર્સની રહી મહત્વની ભૂમિકા, NDTV એ અપર સર્કિટ નોંધાવી

|

Sep 13, 2022 | 2:31 PM

NDTV ના શેર આજે 13 સપ્ટેમ્બર સારી સ્થિતિમાં ખૂલ્યો હતો. તે પછી તેમાં જોરદાર તેજી આવી હતી. 5 ટકા વધ્યા બાદ તેની કિંમત 443.50 રૂપિયા પર પહોંચી ગઈ છે. તે પછી તેને અપર સર્કિટ લાગી હતી.

High Demand Stocks : જાણો આજે બજારની તેજીમાં ક્યાં શેર્સની રહી મહત્વની ભૂમિકા, NDTV એ અપર સર્કિટ નોંધાવી
Symbolic Image

Follow us on

ગ્લોબલ માર્કેટમાંથી મળેલા સારા સંકેતોને કારણે મંગળવારે ભારતીય શેરબજાર(Share Market)ની શરૂઆત જોરદાર ઉછાળા સાથે થઈ હતી. બપોરે ૨ વાગે સેન્સેક્સ 493.71 અંક અથવા 0.82% વધારા સાથે 60,608.84 ઉપર કારોબાર કરતો નજરે પડ્યો હતો. અને નિફ્ટી 150 અંક વધીને 18085 ના સ્તર પર કારોબાર જોવા મળ્યો હતો. 5 એપ્રિલ પછી નિફ્ટી પહેલીવાર 18000ની સપાટીએ દેખાયો છે. સેન્સેક્સના 30માંથી 27 શેરો લીલા નિશાનમાં છે. બેન્કિંગ, ઓટો, આઈટી સહિત તમામ ક્ષેત્રીય સૂચકાંકોમાં ખરીદી જોવા મળી રહી છે. વિદેશી રોકાણકારોએ જંગી મૂડી રોકાણ કર્યું છે. ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારો દ્વારા સતત ખરીદીની પ્રક્રિયા ચાલી રહી છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં પણ વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 2,049.65 કરોડના શેર ખરીદ્યા હતા. જોકે, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ પણ આ સમયગાળા દરમિયાન રૂ. 890.51 કરોડના શેર વેચ્યા છે.

આ 5 સ્ટોક્સની  રૂપિયા 72 કરોડની ખરીદી થઇ

Company Name CMP Volume Value (Rs. Lakhs)
Vakrangee 43.85 4,908,540 1,980.60
AMI Organics 1,096.10 140,321 1,437.03
Tata Invest Corp 2,075.10 57,802 1,131.73
Allcargo Logistics 398.2 353,025 1,336.91
Gensol Engineering 1,594.65 88,844 1,343.85

યુએસ અને યુરોપિયન માર્કેટમાં વધારો

અમેરિકી શેરબજારમાં ફરી પાછી ફરી રહી હોય તેવું લાગી રહ્યું છે. ત્યાં, ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધુ વધારો અને રોજગારીના આંકડા ઘટવા છતાં શેરબજારમાં રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે, જ્યારે મંદીનો ભય પણ ઘેરો બની રહ્યો છે. રોકાણકારોના આ વિશ્વાસને કારણે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં અમેરિકાના મુખ્ય શેરબજારોમાં સામેલ NASDAQ પર 1.27 ટકાનો મજબૂત વધારો જોવા મળ્યો હતો.

અમેરિકાની જેમ યુરોપિયન બજારો પણ છેલ્લા સત્રમાં મોટા ઉછાળા સાથે બંધ થયા છે. યુરોપના મુખ્ય શેરબજારોમાં સમાવિષ્ટ જર્મનીનું સ્ટોક એક્સચેન્જ છેલ્લા ટ્રેડિંગ સેશનમાં 2.40 ટકાનો જબરદસ્ત વધારો કરવામાં સફળ રહ્યો હતો, જ્યારે ફ્રેન્ચ શેરબજાર 1.95 ટકાના ઉછાળા સાથે બંધ થયું હતું. લંડન સ્ટોક એક્સચેન્જમાં પણ પાછલા સત્રમાં 1.66 ટકાનો વધારો જોવા મળ્યો હતો.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

NDTV ના શેર્સમાં અપર સર્કિટ લાગી

એવું જાણવા મળ્યું છે કે સ્ટોક એક્સચેન્જ રેગ્યુલેટર સેબી પણ NDTV ના 29% થી વધુ શેર ધરાવતી મુકેશ અંબાણીની લિંક્ડ ફર્મ વિશ્વપ્રધાન કોમર્શિયલ પ્રાઇવેટ લિમિટેડ (VCPL) ના ટેકઓવરને અદાણી જૂથને ક્લીન ચિટ કરવા જઈ રહી છે. હવે અદાણી ગ્રૂપના AMG મીડિયા નેટવર્ક્સે રૂ.294ના દરે ઓપન ઓફરમાં NDTVના 26% શેર હસ્તગત કરવાનું શરૂ કર્યું છે. શેરમાં  જોરદાર તેજી આવી હતી. 5 ટકા વધ્યા બાદ તેની કિંમત 443.50 રૂપિયા પર પહોંચી ગયો છે. તે પછી તેને અપર સર્કિટ લાગી હતી.

Published On - 2:29 pm, Tue, 13 September 22

Next Article