HDFC Bank Share Crash : સર્વોચ્ચ સપાટીને સ્પર્શ્યા બાદ કેમ પટકાયો સ્ટોક? આ અહેવાલના પગલે 100 રૂપિયા તૂટ્યો શેર

|

May 06, 2023 | 7:17 AM

HDFC બેન્કનો શેર 5.90 ટકાના ઘટાડા સાથે રૂ. 1625 પર બંધ થયો હતો જ્યારે HDFCનો શેર 5.63 ટકાના ઘટાડા સાથે રૂ. 2701 પર બંધ થયો હતો. એચડીએફસી બેંકે એક દિવસ અગાઉ જ  સર્વોચ્ચ સ્તર રૂ. 1734ને સ્પર્શ કર્યો હતો પરંતુ ઘટાડા પછી માર્કેટ કેપ ઘટીને રૂ. 9.07 લાખ કરોડ થઈ ગયું છે

HDFC Bank Share Crash : સર્વોચ્ચ સપાટીને સ્પર્શ્યા બાદ કેમ પટકાયો સ્ટોક? આ અહેવાલના પગલે 100 રૂપિયા તૂટ્યો શેર

Follow us on

HDFC Bank Share Crash: ભારતીય શેરબજાર શુક્રવારે મોટા ઘટાડા સાથે બંધ થયું. HDFC અને HDFC BANK ના શેરોએ બજારને નીચે લાવવામાં સૌથી મોટી ભૂમિકા ભજવી છે. બજારના બંને લાર્જકેપ સ્ટોક 5 ટકાથી વધુના ઘટાડા સાથે બંધ થયા હતા. એચડીએફસી અને એચડીએફસી બેંકના શેરમાં થયેલા આ જંગી ઘટાડાને કારણે બેંક નિફ્ટી એક જ સેશનમાં 1000થી વધુ પોઈન્ટ ઘટીને બંધ થઈ ગયો છે. હવે  પ્રશ્ન એ થાય છે કે ગુરુવારે રેકોર્ડ હાઈ પર બંધ થયેલા શેરોમાં એવું શું થયું કે બીજા જ દિવસે બંને શેરના રોકાણકારો નિરાશ થઈ ગયા અને શેરનું મોટાપાયે વેચાણ થઈ ગયું?

બે કંપનીઓ મર્જ થઈ રહી છે

HDFC અને HDFC Bank ના મર્જરની પ્રક્રિયા ઝડપથી આગળ વધી રહી છે. દરમિયાન સમાચાર આવ્યા કે બંને નાણાકીય સંસ્થાઓના મર્જર પછી MSCI 0.5 ટકાના એડજસ્ટમેન્ટ ફેક્ટર સાથે MSCI ગ્લોબલ સ્ટાન્ડર્ડ ઇન્ડેક્સના લાર્જકેપ સેગમેન્ટમાં નવી એન્ટિટી HDFC Bankનો સમાવેશ કરશે. જો આવું થાય તો HDFC Bankના શેરમાં વેચાણ થઈ શકે છે અને લગભગ 150 થી 200 મિલિયન ડોલરનું રોકાણ પાછું ખેંચી શકાય છે. બજાર 1 ટકાના એડજસ્ટમેન્ટ ફેક્ટર સાથે ઈન્ડેક્સમાં સામેલ થવાની ધારણા હતી. જો આવું થયું હોત તો HDFC Bankના શેરમાં 3 બિલિયન ડોલર સુધીનું નવું રોકાણ જોવા મળવાનો અંદાજ હતું.

હાલમાં MSCI ઈન્ડિયા ઈન્ડેક્સમાં HDFCનું વેઈટેજ 6.74 ટકા છે. એચડીએફસી અને એચડીએફસી બેંકના મર્જર બાદ જે નવી કંપની બનશે તેનું ઈન્ડેક્સમાં વેઇટેજ ઘટીને 6.5 ટકા થઈ જશે. વિદેશી રોકાણકારો MSCI ગ્લોબલ સ્ટાન્ડર્ડ ઇન્ડેક્સમાં કંપનીના વેઇટેજના આધારે તે શેરમાં રોકાણ કરે છે.

Dry fruits and Nuts : ડ્રાયફ્રુટ્સ અને નટ્સ વચ્ચે શું તફાવત છે? જાણો
જાણો સ્વાસ્થ્ય માટે સફેદ અને કાળા મરી, બંન્નેમાંથી ક્યાં છે ફાયદાકારક
આજનું રાશિફળ તારીખ : 22-01-2025
રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન
Jaggery with Black Solt Benefits : ગોળ અને સંચળ ખાવાથી શરીરમાં દેખાશે આ ફેરફાર
Peanuts : મગફળી ખાધા પછી તરત જ પાણી પીધું તો ગયા સમજજો, જાણો કારણ

બંને કંપનીઓના શેર તૂટ્યાં

આ સમાચાર પછી HDFC બેન્કનો શેર 5.90 ટકાના ઘટાડા સાથે રૂ. 1625 પર બંધ થયો હતો જ્યારે HDFCનો શેર 5.63 ટકાના ઘટાડા સાથે રૂ. 2701 પર બંધ થયો હતો. એચડીએફસી બેંકે એક દિવસ અગાઉ જ  સર્વોચ્ચ સ્તર રૂ. 1734ને સ્પર્શ કર્યો હતો પરંતુ ઘટાડા પછી માર્કેટ કેપ ઘટીને રૂ. 9.07 લાખ કરોડ થઈ ગયું છે જ્યારે HDFCનું માર્કેટ કેપ ઘટીને 4.95 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે.

તમને જણાવી દઈએ કે HDFC ગ્રૂપની હાઉસિંગ ફાઈનાન્સ કંપની HDFC અને HDFC BANK એકબીજા સાથે મર્જ થવા જઈ રહી છે. આ મર્જર પછી HDFC બેંક દેશની બીજી સૌથી મોટી લિસ્ટેડ કંપની બની જશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article