ભારતીય શેરબજાર(Share Market)માં તાજેતરમાં આવેલી તેજી વચ્ચે સ્થાનિક શેરબજારે નવી સિદ્ધિ હાંસલ કરી છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ(Mcap) શુક્રવારે સતત બીજા દિવસે રૂ. 283 લાખ કરોડના સર્વોચ્ચ સ્તરે(All Time High) પહોંચી ગયું હતું. શુક્રવારે બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ(Sensex) 104.92 પોઈન્ટ અથવા 0.18 ટકાના વધારા સાથે 59,793.14 ના સ્તર પર બંધ થયા છે. ટ્રેડિંગ દરમિયાન એક તબક્કે તે 60,000 પોઈન્ટ પર પહોંચી ગયું હતું.બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 2,83,03,925.62 કરોડની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું હતું. રોકાણકારોની સંપત્તિમાં પણ બે દિવસમાં રૂ. 2,16,603.93 કરોડનો વધારો થયો છે.કોટક સિક્યોરિટીઝ લિમિટેડના ટેક્નોલોજી રિસર્ચના ડેપ્યુટી વાઇસ પ્રેસિડેન્ટ અમોલ આઠવલેએ જણાવ્યું હતું કે શુક્રવારે બજાર મર્યાદિત હતું. જોકે, ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 60,000 સુધી પહોંચે છે તે સ્થાનિક અર્થતંત્રમાં રોકાણકારોનો વિશ્વાસ દર્શાવે છે.
આ સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે નિફ્ટી 34.60 પોઈન્ટ અથવા 0.19 ટકા વધારા સાથે 17,833.35 ના સ્તર પર બંધ થયો હતો. ગુરુવારે તેના છેલ્લા ટ્રેડિંગ દિવસે પણ બજારમાં તેજી જોવા મળી હતી. ગુરુવારે BSE ના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 659.31 અંક એટલે કે 1.12 ટકાના વધારા સાથે 59,688.22 ના સ્તર પર બંધ થયા છે. બીજી તરફ નિફ્ટી 174.35 પોઈન્ટ અથવા 0.99 ટકાના વધારા સાથે 17,798.75 પર બંધ રહ્યો હતો.
વિદેશી રોકાણકારો ઓક્ટોબર 2021 થી સતત 9 મહિનાના વેચાણ પછી ભારતીય બજારમાં ફરીથી રોકાણ કરી રહ્યા છે. વિદેશી રોકાણકારોએ ઓગસ્ટમાં ભારતીય ઇક્વિટી માર્કેટમાં રૂ. 51,200 કરોડથી વધુનું રોકાણ કર્યું હતું. ડિપોઝિટરી ડેટા અનુસાર આ 20 મહિનામાં સૌથી વધુ પ્રવાહ છે. તેલના ભાવમાં સ્થિરતા અને જોખમની ભૂખમાં વધારો થવાને કારણે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs)નું વલણ ભારત તરફ વધ્યું છે.
સપ્ટેમ્બર 2022 દરમ્યાન FII નું રોકાણ | |||
Date | Gross Purchase(Rs Cr) | Gross Sale(Rs Cr) | Net Investment(Rs Cr) |
9-Sep-22 | 8536.35 | 5700.18 | 2836.17 |
8-Sep-22 | 6309.73 | 6198.68 | 111.05 |
7-Sep-22 | 6998.55 | 5293.74 | 1704.81 |
6-Sep-22 | 5838.26 | 5574.64 | 263.62 |
5-Sep-22 | 5359.34 | 6644.26 | -1284.92 |
2-Sep-22 | 11695.52 | 13992.51 | -2296.99 |
1-Sep-22 | 16124.6 | 11864.93 | 4259.67 |
અગાઉ જુલાઈમાં FPIs એ લગભગ રૂ. 5,000 કરોડનું ચોખ્ખું રોકાણ કર્યું હતું. FPIsએ સતત નવ મહિના સુધી જંગી ચોખ્ખી વેચાણ કર્યા બાદ જુલાઈમાં પ્રથમ વખત ચોખ્ખી ખરીદી કરી હતી. તેણે ઓક્ટોબર 2021 અને જૂન 2022 વચ્ચે ભારતીય ઇક્વિટી માર્કેટમાંથી રૂ. 2.46 લાખ કરોડ ઉપાડી લીધા.