Global Market : એશિયા અને અમેરિકાના બજારોમાં જોરદાર તેજી, ભારતીય શેરબજાર પણ મજબૂત સ્થિતિમાં ખુલવાના સંકેત

Global Market : ગુરુવારે  ભારતીય શેરબજાર જોરદાર તેજી સાથે બંધ થયું છે. આ સપ્તાહે સતત ચોથા દિવસે ભારતીય શેરબજારમાં રોકાણકારોની ખરીદી જોવા મળી હતી. ટ્રેડિંગના અંતે BSE સેન્સેક્સ 348 પોઈન્ટના વધારા સાથે 60,649 પર બંધ થયો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 101 પોઈન્ટના વધારા સાથે 17,915 પોઈન્ટ પર બંધ થયો હતો.

Global Market : એશિયા અને અમેરિકાના બજારોમાં જોરદાર તેજી, ભારતીય શેરબજાર પણ મજબૂત સ્થિતિમાં ખુલવાના સંકેત
| Edited By: | Updated on: Apr 28, 2023 | 7:18 AM

Global Market :સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શેરબજારમાં મજબૂત શરૂઆતના સંકેત દેખાઈ રહ્યા છે. SGX નિફ્ટીએ સકારાત્મક શરૂઆત કરી છે. શરૂઆતના કારોબારમાં ઈન્ડેક્સ 18000ની ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. અગાઉ અમેરિકન બજારોમાં તોફાની તેજી સાથે ક્લોઝિંગ જોવા મળ્યું હતું. નાસ્ડેક, ડાઉ અને એસએન્ડપી ઇન્ડેક્સ દોઢથી અઢી ટકાની મજબૂતી સાથે બંધ થયા હતા. એશિયન બજારોમાં જાપાનનો નિક્કી અને કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ પણ લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યો છે. આ પહેલા ગુરુવારે ભારતીય બજારો સતત છઠ્ઠા દિવસે તેજી સાથે બંધ થયા હતા. સેન્સેક્સ 348 પોઈન્ટના ઉછાળા સાથે 60649 પર બંધ રહ્યો હતો.

વૈશ્વિક બજારની છેલ્લી સ્થિતિ (તારીખ 28-04-2023 , સવારે 07.11 વાગે અપડેટ )

Indices Last Chg% Chg
Nifty 50 17,915.05 0.57% 101.45
BSE Sensex 60,649.38 0.58% 348.8
Nifty Bank 43,000.85 0.40% 170.95
India VIX 11.425 -1.95% -0.2275
Dow Jones 33,826.16 1.57% 524.29
S&P 500 4,135.35 1.96% 79.36
Nasdaq 12,142.24 2.43% 287.89
Small Cap 2000 1,751.22 1.20% 20.81
S&P 500 VIX 17.03 -9.61% -1.81
S&P/TSX 20,522.64 0.77% 155.92
TR Canada 50 337.6 -0.23% -0.79
Bovespa 102,923 0.60% 611
S&P/BMV IPC 54,442.17 0.78% 418.85
DAX 15,800.45 0.03% 4.72
FTSE 100 7,831.58 -0.27% -21.06
CAC 40 7,483.84 0.23% 17.18
Euro Stoxx 50 4,358.05 0.24% 10.34
AEX 752.6 0.40% 3
IBEX 35 9,314.60 0.22% 20.9
FTSE MIB 27,158.00 0.19% 50.49
SMI 11,361.89 -0.03% -3.02
PSI 6,244.18 0.83% 51.55
BEL 20 3,779.42 -0.43% -16.18
ATX 3,255.43 0.60% 19.42
OMXS30 2,271.10 1.38% 31.02
OMXC20 2,052.34 0.87% 17.77
MOEX 2,646.18 0.99% 25.85
RTSI 1,024.44 1.32% 13.38
WIG20 1,948.07 3.15% 59.46
Budapest SE 43,367.52 -0.25% -109.4
BIST 100 4,789.63 0.13% 6.13
TA 35 1,751.19 0.49% 8.54
Tadawul All Share 11,271.19 -0.32% -36.03
Nikkei 225 28,562.00 0.37% 104.32
S&P/ASX 200 7,326.60 0.46% 33.9
DJ New Zealand 326.07 0.53% 1.72
Shanghai 3,297.95 0.37% 12.07
SZSE Component 11,217.00 0.00% 0
China A50 13,095.79 0.00% 0
DJ Shanghai 466.04 0.51% 2.38
Hang Seng 20,072.00 1.17% 231.72
Taiwan Weighted 15,528.45 0.76% 116.96
SET 1,531.23 -0.82% -12.72
KOSPI 2,514.58 0.75% 18.77
IDX Composite 6,945.48 0.51% 35.33
PSEi Composite 6,583.68 0.66% 43.44
Karachi 100 41,463.91 0.89% 364.33
HNX 30 368.11 0.17% 0.63
CSE All-Share 9,012.40 -0.87% -79.32

વૈશ્વિક કોમોડિટી માર્કેટ

  • ક્રૂડ તેલમાં સતત બીજા સપ્તાહે સાપ્તાહિક ઘટાડો થવાની ધારણા છે
  • બ્રેન્ટ એક મહિનાના નીચા સ્તરે, સાપ્તાહિક ધોરણે 4% ઘટ્યું
  • લેબર માર્કેટના ડેટા બાદ યુએસ ફેડની વ્યાજદરમાં વધારો થવાની શક્યતા પ્રબળ છે
  • ડૉલર ઇન્ડેક્સ 101 નજીક, મહિનામાં 1.1% નબળાઈ
  • સોના અને ચાંદીમાં રેન્જ ટ્રેડિંગ, સતત ત્રીજા સપ્તાહમાં સાપ્તાહિક ઘટાડો થવાની ધારણા છે
  • બેઝ મેટલ્સ નીચા સ્તરેથી મામૂલી રિકવરી સાથે બંધ થયા છે
  • ચીનની નબળી માંગ અને મજબૂત ડૉલરના કારણે મેટલ્સનો ફાયદો મર્યાદિત છે
  • ખાંડ, કપાસ સિવાય એગ્રી કોમોડિટીમાં ભારે ઘટાડો

છેલ્લાં સત્રનો કારોબાર

ગુરુવારે  ભારતીય શેરબજાર જોરદાર તેજી સાથે બંધ થયું છે. આ સપ્તાહે સતત ચોથા દિવસે ભારતીય શેરબજારમાં રોકાણકારોની ખરીદી જોવા મળી હતી. ટ્રેડિંગના અંતે BSE સેન્સેક્સ 348 પોઈન્ટના વધારા સાથે 60,649 પર બંધ થયો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 101 પોઈન્ટના વધારા સાથે 17,915 પોઈન્ટ પર બંધ થયો હતો. નિફ્ટી 18,000ના આંકને વટાવવાથી થોડા દૂર છે. કારોબારમાં એફએમસીજી સેક્ટર સિવાય અન્ય તમામ સેક્ટરના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો. બેન્કિંગ, ઓટો, આઈટી, ફાર્મા, મેટલ્સ, ઈન્ફ્રા, એનર્જી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરો સારી ગતિ સાથે બંધ થયા હતા.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…