Gautam Adani ફરી વિવાદોમાં સપડાયા, હિંડનબર્ગ દ્વારા ઉલ્લેખ કરાયેલી કંપનીના અદાણી દ્વારા ઉપયોગના આક્ષેપ થયા

સૂત્રો અનુસાર ગયા મહિને અદાણી ગ્રુપે સરકાર દ્વારા આયોજિત કોમર્શિયલ કોલસાની ખાણની હરાજીમાં ભાગ લીધો હતો. આ દરમિયાન અદાણી જૂથે ચાર કોલ બ્લોકની હરાજી જીતી હતી. આ સિવાય બિડર્સમાં અન્ય એક કંપની કેવિલ માઈનિંગ પ્રાઈવેટ લિમિટેડ પણ હતી. કેવિલ માઇનિંગ એ એડિકોર્પ એન્ટરપ્રાઇઝિસના મુખ્ય પ્રમોટર પણ છે.

Gautam Adani ફરી વિવાદોમાં સપડાયા, હિંડનબર્ગ દ્વારા ઉલ્લેખ કરાયેલી કંપનીના અદાણી દ્વારા ઉપયોગના આક્ષેપ થયા
| Edited By: | Updated on: Apr 05, 2023 | 6:55 AM

હિંડનબર્ગના રિપોર્ટ બાદસંકટમાં મુકાયેલા અદાણી ગ્રુપની મુશ્કેલીઓ ઓછી થઈ રહી નથી. હવે અદાણી ગ્રુપ પર નવા આરોપ લાગ્યા છે. આ આરોપો કોલસાની ખાણની હરાજી સાથે સંબંધિત છે. સૂત્રો અનુસાર ગયા મહિને અદાણી ગ્રુપે સરકાર દ્વારા આયોજિત કોમર્શિયલ કોલસાની ખાણની હરાજીમાં ભાગ લીધો હતો. આ દરમિયાન અદાણી જૂથે ચાર કોલ બ્લોકની હરાજી જીતી હતી. આ સિવાય બિડર્સમાં અન્ય એક કંપની કેવિલ માઈનિંગ પ્રાઈવેટ લિમિટેડ પણ હતી. કેવિલ માઇનિંગ એ એડિકોર્પ એન્ટરપ્રાઇઝિસના મુખ્ય પ્રમોટર પણ છે. તે એક નાની કંપની છે જેનો હિંડનબર્ગે તેના અહેવાલમાં આરોપ મૂક્યો હતો. હિન્ડેનબર્ગના જણાવ્યા અનુસાર આ કંપનીનો ઉપયોગ અદાણી કંપનીઓ વચ્ચેના ફંડને ચેનલાઇઝ કરવા માટે કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : Gold Price Hike : OPEC દેશોએ તેલના ઉત્પાદનમાં ઘટાડો કરવાના નિર્ણયથી સોનામાં જબરદસ્ત તેજી, અમદાવાદમાં 1 તોલાનો ભાવ 61700 રૂપિયાને પાર

Scroll ના રિપોર્ટ મુજબ એડિકોર્પ અને કેવિલ માઇનિંગનું સ્થાન અમદાવાદમાં છે અને તેના પ્રમોટર ઉત્કર્ષ શાહ છે. તાજેતરમાં શાહે ગૌતમ અદાણીની જીવનકથાનું વિમોચન કરવામાં આવેલ કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો. ઉત્કર્ષ શાહના કેવિલ માઇનિંગમાં ખાણકામનો અગાઉનો કોઈ અનુભવ નહોતો પરંતુ તે મધેરી બ્લોકના ઉત્તર પશ્ચિમમાં ખાણકામના અધિકારો માટે સ્પર્ધામાં હતો. કેવિલ માઇનિંગની ભાગીદારીને કારણે, મધેરી બ્લોકની હરાજી સફળતાપૂર્વક પૂર્ણ થઈ. કોલસા મંત્રાલયના નિયમો અનુસાર, કોમર્શિયલ ખાણની હરાજી પ્રથમ પ્રયાસમાં જ માન્ય ગણાય છે જો ત્યાં ઓછામાં ઓછા બે બિડર્સ હોય છે.

આ પણ વાંચો : શું તમે જાણો છો? અમેરિકન ડોલર વિશ્વની સૌથી શક્તિશાળી કરન્સી નથી!!! આ 5 દેશોના ચલણનું મૂલ્ય ડોલર કરતા પણ અનેક ગણું વધારે

દરમિયાન, અન્ય અહેવાલમાં જણાવાયું છે કે અદાણી જૂથનું સંયુક્ત સાહસ લગભગ $220 મિલિયનની લોન માટે અડધો ડઝન બેંકો સાથે વાતચીત કરી રહ્યું છે. આ સંયુક્ત સાહસ AdaniConneX અને વર્જિનિયા સ્થિત EdgeConneXનું છે. અહેવાલમાં જણાવાયું છે કે આગામી થોડા અઠવાડિયામાં લોન પર હસ્તાક્ષર થઈ શકે છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…