Darwinbox IPO : ડાર્વિનબોક્સ લાવી શકે છે IPO, જાણો કંપનીની યોજના અને ક્યારે મળશે કમાણીની તક

ડાર્વિનબોક્સે આ વર્ષે જાન્યુઆરીમાં 72 મિલિયન ડોલર એકત્ર કર્યા હતા. આ સાથે તેનું મૂલ્યાંકન એક અબજ ડોલરને પાર કરી ગયું હતું અને તે યુનિકોર્નની શ્રેણીમાં આવી ગયું હતું. તેમણે કહ્યું કે હૈદરાબાદમાં કંપનીના લગભગ 700 કર્મચારીઓ છે અને આગામી છ મહિનામાં કંપની 300 વધુ કર્મચારીઓનો ઉમેરો કરશે.

Darwinbox IPO :  ડાર્વિનબોક્સ લાવી શકે છે IPO, જાણો કંપનીની યોજના અને ક્યારે મળશે કમાણીની તક
IPO
| Edited By: | Updated on: Nov 15, 2022 | 8:00 AM

હ્યુમન રિસોર્સિસ ટેક કંપની ડાર્વિનબોક્સ એક અબજ ડોલરથી વધુના મૂલ્યાંકન સાથે આગામી ત્રણ વર્ષમાં પ્રારંભિક જાહેર ઓફર એટલેકે આઇપીઓ લાવી શકે છે. સોમવારે એક પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતા કંપનીના સહ-સ્થાપક રોહિત ચેન્નામાનેનીએ જણાવ્યું હતું કે કંપનીને 2025 સુધીમાં નફાકારક બનવાની ઘણી આશા છે. હાલમાં ડાર્વિનબોક્સના પ્રમોટરો કંપનીમાં 30 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે, જ્યારે બાકીનો હિસ્સો રોકાણકારો પાસે છે. રોકાણકારોમાં TCV, Salesforce Ventures, Sequoia, Lightspeed અને Endiya Partnersનો સમાવેશ થાય છે. કંપની શેરબજારમાં લિસ્ટ થવાની યોજનાબનાવી રહી છે.

કંપનીના કો-ફાઉન્ડરનું કહેવું છે કે આ સમયે અમે આગામી ત્રણ વર્ષમાં IPO લાવવાની યોજના બનાવીએ છીએ. અત્યારે અમે અમારા વિસ્તરણની યોજના બનાવી રહ્યા છીએ. જ્યારે તમે IPO ને જુઓ છો, ત્યારે મને લાગે છે કે એક વ્યવસાય તરીકે, અમે સમગ્ર વિશ્વમાં વૈશ્વિક બિઝનેસ સેવા આપતી એન્ટરપ્રાઇઝ બનવા માંગીએ છીએ. તેમણે આવકની વિગતો શેર કરવાનો ઇનકાર કરતા કહ્યું કે ડાર્વિનબોક્સ પાસે હાલમાં ભંડોળ એકત્ર કરવાની કોઈ યોજના નથી, પરંતુ અમે કેટલાક વ્યૂહાત્મક રોકાણકારોને શોધી રહ્યા છીએ.

ડાર્વિનબોક્સે આ વર્ષે જાન્યુઆરીમાં 72 મિલિયન ડોલર એકત્ર કર્યા હતા. આ સાથે તેનું મૂલ્યાંકન એક અબજ ડોલરને પાર કરી ગયું હતું અને તે યુનિકોર્નની શ્રેણીમાં આવી ગયું હતું. તેમણે કહ્યું કે હૈદરાબાદમાં કંપનીના લગભગ 700 કર્મચારીઓ છે અને આગામી છ મહિનામાં કંપની 300 વધુ કર્મચારીઓનો ઉમેરો કરશે.

કંપની વધુ 300 કર્મચારીઓ ઉમેરશે

વ્યાપાર મોરચે કંપની ભારતમાં મજબૂત હાજરી ધરાવે છે. આ ઉપરાંત દક્ષિણપૂર્વ એશિયા, સિંગાપોર, થાઇલેન્ડ, ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ અને મલેશિયા અને મધ્ય પૂર્વના ક્ષેત્રમાં સક્રિય હોવાનું ચેન્નામાનેનીએ જણાવ્યું હતું. કંપનીના સહ-સ્થાપકએ જણાવ્યું હતું કે ડાર્વિનબોક્સે તાજેતરમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં તેની કામગીરી શરૂ કરી હતી અને તેને આગળ જાપાન, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં લોન્ચ કરવામાં આવશે. તેમણે કહ્યું કે હૈદરાબાદમાં કંપનીના લગભગ 700 કર્મચારીઓ છે અને આગામી છ મહિનામાં 300 વધુ કર્મચારીઓ ઉમેરશે.

ગુજરાતમાં કારોબાર કરી રહેલી કંપનીનો IPO

ફરી એકવાર આઇપીઓ માર્કેટમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. ઘણી કંપનીઓન આઇપીઓ સબસ્ક્રિપ્શન માટે ખુલ્યા છે. આઇનોક્સ ગ્રીન એનર્જી સર્વિસિસ આઇપીઓ આ અઠવાડિયે સબસ્ક્રિપ્શન માટે ખુલ્યો ચેહ. કંપનીએ આ આઇપીઓ દ્વારા રૂપિયા 740 કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આ અંતર્ગત કંપની રૂપિયા 370 કરોડના નવા શેર ઈશ્યુ કરશે. પેરેન્ટ કંપની આઇનોક્સ વિન્ડ ઓફર ફોર સેલ દ્વારા રૂપિયા 370 કરોડના શેરનું વેચાણ કરશે. આ યોજનામાં સબ્સ્ક્રાઇબ કરવાની છેલ્લી તારીખ આજે 15 નવેમ્બર 2022 છે.આઇનોક્સ વિન્ડની આ પેટાકંપની ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, કેરળ અને તમિલનાડુમાં હાજરી ધરાવે છે.

Published On - 7:58 am, Tue, 15 November 22