Billionaires List : ગૌતમ અદાણી માટે આકરા પાણી, ધનિકોની યાદીમાં બીજા ક્રમથી સરકીને 15માં સ્થાને પહોંચ્યા, જાણો કેમ સતત ઘટી રહ્યા છે અદાણી ગ્રુપના શેર

|

Feb 02, 2023 | 8:56 AM

Adani Group ના શેરમાં વેચવાલીને કારણે મોટા ભાગના ભાવ 1 વર્ષના ઉચ્ચ સ્તરેથી 40 થી 60 ટકા સુધી નીચે આવ્યા છે. અદાણી ટોટલ ગેસ તેની 1 વર્ષની ઊંચી સપાટીએથી લગભગ 45 ટકા, અદાણી વિલ્મર 46 ટકા, અદાણી ગ્રીન એનર્જી 60 ટકા, અદાણી પાવર 46 ટકા, અદાણી ટ્રાન્સમિશન 60 ટકા અને એનડીટીવી 60 ટકા નબળા પડ્યા હતા.

Billionaires List : ગૌતમ અદાણી માટે આકરા પાણી, ધનિકોની યાદીમાં બીજા ક્રમથી સરકીને 15માં સ્થાને પહોંચ્યા, જાણો કેમ સતત ઘટી રહ્યા છે અદાણી ગ્રુપના શેર
Gautam Adani

Follow us on

અમેરિકન રિસર્ચ કંપની હિન્ડેનબર્ગના નેગેટિવ રિપોર્ટે અદાણી ગ્રુપના શેરને પટકી દેતા ગૌતમ અદાણીની સંપત્તિમાં પણ મોટો ઘટાડો થયો છે. આ કારણે તે વિશ્વના અમીરોની યાદીમાં ટોપ 10માંથી બહાર થઈ ગયો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સ અનુસાર અદાણી સતત નીચે સરકી રહયા છે. થોડા દિવસો પહેલા તે  ત્રીજા ક્રમે હતા. હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણીની સંપત્તિમાં લગભગ અબજો ડોલરનો ઘટાડો થયો છે. એક તરફ દેશમાં નાણાકીય વર્ષ 2023-24નું બજેટ રજૂ કરવામાં આવ્યું છે તો બીજી તરફ વિશ્વના ટોચના અબજોપતિઓની યાદીમાં ઉથલપાથલ જોવા મળી રહી છે. અમેરિકન રિસર્ચ ફર્મના હિંડનબર્ગ રિપોર્ટ બાદ ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને જે ફટકો પડ્યો છે તેમાંથી રાહત મળે તેમ લાગતું નથી. બુધવારે ફરી એકવાર અદાણીની નેટવર્થમાં મોટો ઘટાડો થયો હતો અને તે અબજોપતિઓની યાદીમાં સીધા 15મા નંબરે સરકી ગયો હતો.

શેરની કિંમત અડધાથી પણ ઓછી થઇ

અદાણી ગ્રૂપના શેરમાં વેચવાલીને કારણે મોટા ભાગના ભાવ 1 વર્ષના ઉચ્ચ સ્તરેથી 40 થી 60 ટકા સુધી નીચે આવ્યા છે. અદાણી ટોટલ ગેસ તેની 1 વર્ષની ઊંચી સપાટીએથી લગભગ 45 ટકા, અદાણી વિલ્મર 46 ટકા, અદાણી ગ્રીન એનર્જી 60 ટકા, અદાણી પાવર 46 ટકા, અદાણી ટ્રાન્સમિશન 60 ટકા અને એનડીટીવી 60 ટકા નબળા પડ્યા હતા.

હિંડનબર્ગના અહેવાલમાં શું છે?

હિંડનબર્ગના રિપોર્ટમાં અદાણીની કંપનીઓના દેવા અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા છે. આ સાથે અદાણી ગ્રૂપની કંપનીઓને પણ 85 ટકાથી વધુ ઓવરવેલ્યુડ હોવાનું જણાવવામાં આવ્યું છે. હિંડનબર્ગ યુએસ-ટ્રેડેડ બોન્ડ્સ અને નોન-ઇન્ડિયન ટ્રેડેડ ડેરિવેટિવ ઇન્સ્ટ્રુમેન્ટ્સ દ્વારા અદાણી ગ્રૂપના શેર્સ શોર્ટ પોઝીન્સ ધરાવે છે. આનો અર્થ એ થયો કે તે ટૂંકા ગાળામાં અદાણીના શેરમાંથી બહાર નીકળી જશે. ઓગસ્ટ 2022ની શરૂઆતમાં ફિચ ગ્રૂપની ફિક્સ્ડ ઇન્કમ રિસર્ચ ફર્મ ક્રેડિટસાઇટ્સે ગ્રૂપના દેવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ક્રેડિટસાઇટ્સ અનુસાર, નાણાકીય વર્ષ 2022માં કંપનીનું દેવું વધીને 2.2 લાખ કરોડ રૂપિયા થઈ ગયું હતું.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

અદાણીના જવાબ પર હિંડનબર્ગે વળતો જવાબ આપ્યો

નાણાકીય સંશોધન કંપની હિંડનબર્ગ રિસર્ચ દ્વારા કરવામાં આવેલા ગંભીર આરોપોને ભારત, તેની સંસ્થાઓ અને વિકાસની વાર્તા પર આયોજિત હુમલો ગણાવતા અદાણી જૂથે કહ્યું કે આ આરોપો જુઠ્ઠાણા સિવાય બીજું કંઈ નથી. અદાણી ગ્રૂપે તેના 413 પાનાના જવાબમાં જણાવ્યું હતું કે હિંડનબર્ગ રિપોર્ટ “ખોટી છાપ ઊભી કરવા” ના “અંતર્ગત હેતુ” દ્વારા પ્રેરિત છે જેથી યુએસ કંપનીને નાણાકીય લાભ મળી શકે.

 

Next Article