ગત સપ્તાહે સેન્સેક્સ(Sensex)ની ટોચની 10 કંપનીઓમાંથી સાતની માર્કેટ મૂડી (Mcap)માં રૂપિયા 1,33,746.87 કરોડનો વધારો થયો છે. ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS), રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ઈન્ફોસિસ સૌથી વધુ ફાયદામાં રહી છે. ગત સપ્તાહે BSEનો 30 શેર ધરાવતો સેન્સેક્સ 989.81 પોઈન્ટ અથવા 1.68 ટકા વધ્યો છે. રિપોર્ટિંગ સપ્તાહમાં TCSનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂપિયા 32,071.59 કરોડ વધીને રૂપિયા 11,77,226.60 કરોડ થયું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ વેલ્યુએશન રૂપિયા 26,249.1 કરોડ વધીને રૂપિયા 17,37,717.68 કરોડ પર પહોંચી ગયું છે.સેન્સેક્સની ટોચની 10 કંપનીઓની યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રથમ સ્થાને રહી છે.
Company | MCap ( Cr.) |
RELIANCE INDUSTRIES LTD. | 1737717.68 |
TATA CONSULTANCY SERVICES LTD. | 1177226.6 |
HDFC Bank Ltd | 833854.18 |
INFOSYS LTD. | 636143.85 |
ICICI BANK LTD. | 627823.56 |
HINDUSTAN UNILEVER LTD. | 608074.22 |
STATE BANK OF INDIA | 493932.64 |
HOUSING DEVELOPMENT FINANCE CORP.LTD. | 441501.59 |
Adani Transmission Ltd | 438572.68 |
Bajaj Finance Limited | 434913.12 |
ઈન્ફોસિસની બજાર સ્થિતિ રૂપિયા 24,804.5 કરોડ વધીને રૂપિયા 6,36,143.85 કરોડ અને ICICI બેન્કની બજાર સ્થિતિ રૂપિયા 20,471.04 કરોડ વધીને રૂપિયા 6,27,823.56 કરોડ થઈ હતી. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ની માર્કેટ મૂડી રૂપિયા 15,171.84 કરોડ વધીને રૂપિયા 4,93,932.64 કરોડ અને અદાણી ટ્રાન્સમિશનની માર્કેટ મૂડી રૂપિયા 7,730.36 કરોડ વધીને રૂપિયા 4,38,572.68 કરોડ થઈ હતી. HDFC બેન્કની બજાર સ્થિતિ રૂપિયા 7,248.44 કરોડ વધીને રૂપિયા 8,33,854.18 કરોડ થઈ છે.
આ ટ્રેન્ડથી વિપરીત હિન્દુસ્તાન યુનિલિવરનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂપિયા 3,618.37 કરોડ ઘટીને રૂપિયા 6,08,074.22 કરોડ થયું છે. તે જ સમયે, HDFCનું મૂલ્યાંકન રૂપિયા 2,551.25 કરોડ ઘટીને રૂપિયા 4,41,501.59 કરોડ થયું છે. બજાજ ફાઇનાન્સની બજાર સ્થિતિ રૂપિયા 432.88 કરોડ ઘટીને રૂપિયા 4,34,913.12 કરોડ રહી હતી.
સેન્સેક્સની ટોચની 10 કંપનીઓની યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રથમ સ્થાને રહી છે. તે પછી અનુક્રમે TCS, HDFC બેંક, ઇન્ફોસિસ, ICICI બેંક, હિન્દુસ્તાન યુનિલિવર, SBI, HDFC, અદાણી ટ્રાન્સમિશન અને બજાજ ફાઇનાન્સ આવે છે.
ઘણા મેક્રો ઈકોનોમિક ડેટાની જાહેરાતો અને વૈશ્વિક વલણ દ્વારા શેરબજારોની દિશા નક્કી કરવામાં આવશે. વિશ્લેષકોએ આ અભિપ્રાય વ્યક્ત કર્યો છે. જુલાઈના ઔદ્યોગિક ઉત્પાદન (IIP)ના આંકડા આજે સોમવારે આવવાના છે. હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ પર આધારિત ફુગાવાના આંકડા બુધવારે આવશે. જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે આ સપ્તાહે બજારની દિશા કેટલાક મહત્વપૂર્ણ મેક્રોઇકોનોમિક ડેટા સિવાય વૈશ્વિક બજારોના વલણ પરથી નક્કી કરવામાં આવશે. ફુગાવા ઉપરાંત ઉત્પાદન અને ઔદ્યોગિક ઉત્પાદનના ડેટા સપ્તાહ દરમિયાન આવવાના છે.