Aether Industries IPO : આજે ખુલ્યો આ ગુજરાતી કંપનીનો IPO, જાણો રોકાણ અંગે નિષ્ણાતોનો શું છે અભિપ્રાય

|

May 24, 2022 | 7:52 AM

એથર ઇન્ડસ્ટ્રીઝનો શેર ગ્રે માર્કેટમાં અપર પ્રાઇસ બેન્ડ પર રૂ.10ના પ્રીમિયમ સાથે ટ્રેડ થઈ રહ્યો છે. લિસ્ટિંગ બાદ કંપની ક્લીન સાયન્સ એન્ડ ટેક્નોલોજી, નવીન ફ્લોરિન ઈન્ટરનેશનલ, વિનતી ઓર્ગેનિક્સ, પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ અને ફાઈન ઓર્ગેનિક ઈન્ડસ્ટ્રીઝ જેવી કંપનીઓની યાદીમાં જોડાશે.

Aether Industries IPO : આજે ખુલ્યો આ ગુજરાતી કંપનીનો IPO, જાણો રોકાણ અંગે નિષ્ણાતોનો શું છે અભિપ્રાય
Aether Industries IPO

Follow us on

સ્પેશિયલીટી કેમિકલ મેન્યુફેક્ચરર એથર ઇન્ડસ્ટ્રીઝ(Aether Industries IPO)ની પ્રારંભિક જાહેર ઓફર (Initial public offering – IPO) આજે મંગળવાર 24 મે 2022 ના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલી છે. પબ્લિક ઈશ્યુ ત્રણ દિવસ માટે સબ્સ્ક્રિપશન માટે ખુલ્લો રહેશે. ઈશ્યુ 26 મેના રોજ બંધ થશે. IPOની પ્રાઇસ બેન્ડ 610-642 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. કંપની IPO દ્વારા રૂ. 808.04 કરોડ એકત્ર કરે તેવી અપેક્ષા છે. ઇશ્યૂનો 50% ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIBs) માટે આરક્ષિત છે. રિટેલ રોકાણકારો અને બિન-સંસ્થાકીય રોકાણકારો માટે અનુક્રમે 35 ટકા અને 15 ટકા અનામત છે. ગુજરાતની કેમિકલ કંપની અદ્યતન ઇન્ટરમિડિયેટ્સ અને સ્પેશિયલીટી કેમિકલસનું ઉત્પાદન કરે છે.

કંપની ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ્સ માટે મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવા ફ્રેશ ઈશ્યુમાંથી ઊભા કરાયેલા રૂ. 627 કરોડનો ઉપયોગ કરશે. આ ઉપરાંત બાકી ઉધાર અને અન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે.

નાણાકીય સ્થિતિ

Ather Industries નો ચોખ્ખો નફો 31 ડિસેમ્બર 2021 ના ​​રોજ પૂરા થયેલા નવ મહિનામાં 14.30 ટકાથી વધીને 18.45 ટકા થયો છે. જોકે માર્ચ 2021ના રોજ પૂરા થયેલા 12 મહિનામાં કંપનીની આવકમાં 49.04 ટકાનો ઘટાડો થયો છે. નાણાકીય વર્ષ 2020માં કંપનીની આવક 50.02 ટકા હતી.

'હું ભગવાન છું', IITian બાબાના નવા વીડિયોએ મચાવી દીધો હંગામો
કચ્ચા બદામ ગર્લ અંજલિ અરોરાની આ સાદગી જોતાં રહી ગયા ફેન્સ
મહિલાઓ માટે આ સરકારી બચત યોજના છે શાનદાર, 31 માર્ચ સુધી રોકાણ કરવાની તક
23 વર્ષની જન્નત ઝુબેરે શાહરૂખ ખાનને આ મામલે પાછળ છોડ્યો, જુઓ ફોટો
ભારતના બંધારણની સૌપ્રથમ પ્રતિ કઈ ભાષામાં લખાઈ હતી?
દરિયામાં મસ્તી કરતી જોવા મળી સચિનની લાડલી સારા, જુઓ ફોટો

ગ્રે માર્કેટ પ્રીમિયમ

એથર ઇન્ડસ્ટ્રીઝનો શેર ગ્રે માર્કેટમાં અપર પ્રાઇસ બેન્ડ પર રૂ.10ના પ્રીમિયમ સાથે ટ્રેડ થઈ રહ્યો છે. લિસ્ટિંગ બાદ કંપની ક્લીન સાયન્સ એન્ડ ટેક્નોલોજી, નવીન ફ્લોરિન ઈન્ટરનેશનલ, વિનતી ઓર્ગેનિક્સ, પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ અને ફાઈન ઓર્ગેનિક ઈન્ડસ્ટ્રીઝ જેવી કંપનીઓની યાદીમાં જોડાશે.

લોટ સાઈઝ

Ather Industries IPO ની લોટ સાઈઝ 23 શેર છે. છૂટક રોકાણકારો 13 લોટ માટે અરજી કરી શકે છે. સ્ટોકનું લિસ્ટિંગ 3 જૂને થવાની શક્યતા છે.

IPO પર બ્રોકરેજ હાઉસનો અભિપ્રાય

રેલિગેર બ્રોકિંગે એથર ઇન્ડસ્ટ્રીઝના IPO અંગે તટસ્થ વલણ અપનાવ્યું છે. બ્રોકરેજ હાઉસને વિશ્વાસ છે કે બજારમાં વધારો થવાથી કંપનીને ફાયદો થશે. કંપની કંપનીના ફોકસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (R&D) અને લાંબા સમયથી વૈવિધ્યસભર ગ્રાહકોના આધારે કામગીરી કરશે.

બ્રોકિંગ ફર્મ એન્જલ વને ઇશ્યૂ સબસ્ક્રાઇબ કરવાની સલાહ આપી છે. બ્રોકરેજ હાઉસના મતે IPOનું વેલ્યુએશન યોગ્ય  છે. એથર ઇન્ડસ્ટ્રીઝ તેના વૈવિધ્યસભર ગ્રાહક આધાર, મજબૂત નાણાકીય ટ્રેક રેકોર્ડ અને ઇક્વિટી પર ઉચ્ચ વળતરને કારણે સબસ્ક્રાઇબ કરી શકાય છે. આથી બ્રોકરેજ ફર્મે ઇશ્યૂ માટે સબસ્ક્રાઇબ રેટિંગની સલાહ આપી છે.

એક્સિસ કેપિટલના વિશ્લેષકો માને છે કે રસાયણો અને ટેક્નોલોજીનો લાભ મેળવવા માટે કંપનીના R&D ફોકસે માર્કેટ લીડરશીપ હાંસલ કરવા માટે એક અલગ પરિબળ તરીકે કામ કર્યું છે. આ ઉપરાંત કંપનીની પ્રોડક્ટ્સ ફાર્માસ્યુટિકલ, એગ્રોકેમિકલ્સ, મટિરિયલ સાયન્સ અને કોટિંગ્સમાં છે.

Published On - 7:52 am, Tue, 24 May 22

Next Article